________________
૧૯૪
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૯૫
પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને ના પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો નાય વાગે, આને અંતરાય ના કહેવાય.
ઘણાં માણસો મને કહે છે કે, ‘દાદા, સમભાવે નિકાલ કરવા જઉં છું, પણ થતો નથી !' ત્યારે હું કહું છું, “અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. એ તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહે ને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પડે તો તે નેચર'ના આધીન છે.”
અમે તો એટલું જ જોઈએ કે, “મારે સમભાવે નિકાલ કરવાનો છે.” એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક ક્યાં સુધી જોવા બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે ‘સમભાવે નિકાલ' ના પણ થાય. હોળી સળગી નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફૂટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણને આનું શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો.
પ્રશ્નકર્તા : જો પ્રતિક્રમણ થાય તો એ ધર્મધ્યાનમાં ગયું કે શુકલધ્યાનમાં ગયું ?
દાદાશ્રી : ના, એ ધર્મધ્યાનમાંય નથી જતું ને શુકલધ્યાનમાંય નથી જતું. આ પ્રતિક્રમણ કોઈ ધ્યાન નથી. પ્રતિક્રમણ તમને ચોખ્ખા કરે. ખરી રીતે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી, પણ આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે. તમને રસ્તે જતાં આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. તે પાછલા દોષો ધોવા પ્રતિક્રમણ કરવાં પડે. આટલા બધા દોષોની અંદર જો પ્રતિક્રમણ ના કરે તો એ દોષો ખૂબ કૂદાકૂદ કરે ! આ કપડાં બગડે તેને ધોવાં તો પડે જ ને ? અને ‘ક્રમિકમાર્ગ’માં તો કપડાં ચોખ્ખાં કર્યા પછી આત્મા પ્રાપ્ત થાય છે. એમાં એમને ડાઘ જ પડવાનો નહીં ને ?
અક્રમમાર્ગે એકાવતારી !! પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ ના થાય ?
દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય. બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો ગુજરાતી ચાર ચોપડીવાળાને ‘ગ્રેજ્યુએટ’ બનાવીએ તો, પછી વચલા ધોરણોનું શું થાય ? એટલે આટલું પ્રતિક્રમણ અમે વચ્ચે મૂક્યું છે.
આ ‘અક્રમ જ્ઞાન’ પામ્યા પછી એક કે બે ભવમાં ઉકેલ આવે તેમ છે. હવે ભવ રહેવો કે ના રહેવો, એ ધ્યાન ઉપર આધાર રાખે છે. નિરંતર શુકલધ્યાન એકલું જ રહેતું હોય તો બીજો ભવ થાય જ નહીં. પણ અક્રમમાર્ગ’માં શુકલધ્યાન ને ધર્મધ્યાન બે થાય છે. અંદર શુકલધ્યાન થાય છે ને બહાર ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન શાથી થાય છે ?
‘દાદા'ના કહ્યા પ્રમાણે આજ્ઞા પાળવાની રહે છે તેનાથી. આજ્ઞા પાળવી એ શુકલધ્યાનનું કામ નહીં, એ ધર્મધ્યાનનું કામ છે. એટલે ધર્મધ્યાનને લઈને એક અવતાર કે બે અવતાર પૂરતું ‘ચાર્જ થાય છે.