________________
આપ્તવાણી-૬
3
આપ્તવાણી-૬
તમને ‘ઇન્સ્ટ્રકશન’ આપે. અત્યારે મહીં નવું મન બંધાઈ રહ્યું છે. આ જૂનું મન છે તે અત્યારે ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે ને નવું મન બંધાઈ રહ્યું છે.
પ્રશ્નકર્તા: મન કઈ રીતે ‘ડિસ્ચાર્જ થાય છે અને એ કઈ રીતે બંધાય છે, એની ખબર કઈ રીતે પડે ?
દાદાશ્રી : મનમાં વિચાર આવે છે, તેમાં તમે તન્મયાકાર થઈ જાવ છો, એ આત્માની શક્તિ નથી. આ તો મહીં નિર્બળતા છે, તેને લઈને આ તન્મયાકાર થઈ જાય છે. અજ્ઞાનતાને લઈને તન્મયાકાર થાય છે. આ મૂળ આત્મા એવો નથી. એ તો અનંત શક્તિવાળો, અનંત જ્ઞાનવાળો છે. પણ આ જે તમારી માનેલો આત્મા છે, તેને લઈને આ બધી ડખળામણ છે. એટલે વિચાર જોડે તન્મયાકાર થયા ત્યાંથી નવું ચાર્જ થાય.
જેને સ્વરૂપનું જ્ઞાન હોય તે તો વિચાર આવે, તેમાં તન્મયાકાર નહીં થવાના. એટલે એનો ટાઈમ થાય કે મન ડિસ્ચાર્જ થઈ જાય. પછી નવું ચાર્જ ના થાય.
પ્રશ્નકર્તા : પણ આમાં તો ‘ઑટોમેટિક’ તન્મયાકાર થઈ જવાય છે.
દાદાશ્રી : હા, ‘ઑટોમેટિક’ જ થવાય, એનું નામ જ ભ્રાંતિ ને? આમાં પોતાનો કોઈ પુરુષાર્થ છે જ નહીં. પોતે પુરુષ થયો નથી, ત્યાં સુધી પુરુષાર્થ છે જ નહીં. આ તો તમને પ્રકૃતિ પરાણે નચાવે છે.
પ્રશ્નકર્તા : શરીર અને મન વચ્ચે શો સંબંધ છે ?
દાદાશ્રી : શરીરનું બધું જ નિયંત્રણ, આ પાંચ ઇન્દ્રિયોનું, બધાંનું નિયંત્રણ મનના હાથમાં છે. મન આંખને કહે કે તારે આ જોવા જેવું છે એટલે આંખ તરત જોઈ લે અને મન ના કહે તો આંખ જોતી હોય તોય બંધ થઈ જાય. એટલે શરીરનું બધું જ નિયંત્રણ મનનું છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત મન અંદરથી કહે કે નથી જોવું. છતાંય જોવાય છે, તે શું છે ?
દાદાશ્રી : જોવાઈ જાય એ તો એનો મૂળ સ્વભાવ છે, પણ નથી
જોવું એવું નક્કી કરે એટલે ફરી ન જ જુએ. જોવું એ તો આંખનો સ્વભાવ છે. ઇન્દ્રિયોના સ્વભાવ પ્રમાણે ઇન્દ્રિયો તો લપકારા માર્યા જ કરે. પણ મન ના કહે એટલે એ ફરી ના જ જુએ. હવે ‘મનની ઉપર કોનું નિયંત્રણ છે? એ જોવાનું છે. તમારા મનની ઉપર કોનું નિયંત્રણ છે ?
પ્રશ્નકર્તા : બુદ્ધિનું. દાદાશ્રી : બુદ્ધિ શું કરે છે ? પ્રશ્નકર્તા : બુદ્ધિ સારાસારનો ભેદ બતાવે છે. દાદાશ્રી : બુદ્ધિનું ધાર્યા પ્રમાણે થાય છે ? પ્રશ્નકર્તા : નથી થતું. દાદાશ્રી : બુદ્ધિની ઉપર કોનું નિયંત્રણ છે ? પ્રશ્નકર્તા : એની ખબર નથી. દાદાશ્રી : અહંકારનું, બીજા કોને ?
મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, આ ચાર અંતઃકરણના ભાગ છે. એ ચાર જણનું આ શરીર ઉપર નિયંત્રણ છે અને આ ચાર જણનું નિયંત્રણ છે, માટે આ ભ્રાંતિ ઊભી રહી છે. ‘પોતાના’ હાથમાં નિયંત્રણ આવે તો પછી આ કડાકૂટો રહે નહીં, પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ હાથમાં આવે એના માટે શું કરવું ?
દાદાશ્રી : એ બધું ‘જ્ઞાની પુરુષ' કરી આપે. જે પોતે બંધનમુક્ત થયેલા હોય, તે આપણને મુક્ત કરી શકે, પોતે બંધાયેલો હોય, તે બીજાને શી રીતે મુક્ત કરી શકે ? વળી કળિયુગનાં મનુષ્યોને એટલી શક્તિ નથી કે જાતે કરી શકે. આ કળિયુગના મનુષ્યો કેવાં છે ? આ તો લપસતાં લપસતાં આવેલાં છે; લપસ્યાં તે હવે તેમનાથી જાતે ચઢાય એવું છે જ નહીં, એટલે ‘જ્ઞાનીપુરુષ’ની હેલ્પ લેવી પડે.