________________
આપ્તવાણી-૬
કે નથી પીતા ? તેમાં કંઈ કર્યું જવાનું એવું કહેવાની જરૂર પડે છે ? છતાં એમ ના બોલાય કે ‘કામ કરશો નહીં, એમ ને એમ ચાલ્યા કરશે.’ એવું બોલવું તે ગુનો છે. આપણે તો ‘કામ કર્યે જાવ’ એમ કહેવું.
‘વ્યવસ્થિત'ની સંપૂર્ણ સમજણે કેવળજ્ઞાત
ગાડીમાંથી આમ ઉતારી પાડે તો જાણવું કે ‘વ્યવસ્થિત’ છે. પાછો ફરી બોલાવે તોય ‘વ્યવસ્થિત’ અને ફરી ઉતારી પાડે તોય ‘વ્યવસ્થિત'. આમ સાત વખત ઉતારી પાડે તોય ‘વ્યવસ્થિત'! સાત વખત ચઢાવે તોય ‘વ્યવસ્થિત'! આ જેને વર્તે છે તેને કેવળજ્ઞાન થશે !!! અમે એવું ‘વ્યવસ્થિત’ આપ્યું છે કે કેવળજ્ઞાન થાય, ‘વ્યવસ્થિત’ જો આખું પૂરેપૂરું સમજે તો ! ‘વ્યવસ્થિત’ તો ચોવીસેય તીર્થંકરો ને શાસ્ત્રોનો સાર છે.
પ્રશ્નકર્તા : આપને પહેલાં વ્યવસ્થિત સમજાયું હશે, પછી આ જ્ઞાન આપવા માંડ્યું ને ?
દાદાશ્રી : હા, પછી જ આપેલું ને ! ‘વ્યવસ્થિત' મારા અનુભવમાં કેટલાય અવતારથી આવ્યું છે અને ત્યાર પછી મેં આ બહાર આપ્યું. નહીં તો અપાય જ નહીં ને ? આમાં તો જોખમદારી આવે. વીતરાગોનો એક અક્ષરેય બોલવો અને કો'ક ને ઉપદેશ આપવો મોટી જોખમદારી છે ! તમને કેટલા વખત મોટરમાંથી ઉતારી પાડે તો ‘વ્યવસ્થિત’ હાજર રહે ?
પ્રશ્નકર્તા : ચાર-પાંચ વખત પછી કમાન છટકે.
દાદાશ્રી : કમાન છટકે તો તે પુદ્ગલની છટકે છે. “આપણે” તો ‘જાણવું કે આ પુદ્ગલની કમાન છટકી છે. આપણે તો શું કહેવું કે, “આ પુદ્ગલની કમાન છટકી છે, તોય હું પાછો આવ્યો ને મોટરમાં બેઠો.’ આ કમાન છટકી છે, એવું ‘આપણે’ ‘જાણવું’ જોઈએ. એવું આ ‘વ્યવસ્થિત’ સુંદર છે ! કમાન છટકે ને પાછો આડો થઈને જતો રહે ને પછી પાછો ના આવે, એ ખોટું કહેવાય. આ ‘વ્યવસ્થિત’ સમજાઈ ગયું, પછી કશો ડખો કરવા જેવું છે જ નહીં. પુદ્ગલનું જે થવું હોય તે થાય, પણ આપણે આડા ના થવું. પુદ્ગલ તો આપણને આડું કરવા ફરે.
[૮].
અસરો'ને ઝીલતાર ! પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી ‘ઇફેક્ટ' થાય છે ?
દાદાશ્રી : પહેલી બુદ્ધિને ‘ઇફેક્ટ' થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય.
પ્રશ્નકર્તા : ભારે વિકટ સંયોગોમાં અંતઃકરણથી આગળ કયા ભાગને ઇફેક્ટ’ થાય છે ?
દાદાશ્રી : આગળ કોઈને અસર થતી નથી. પ્રશ્નકર્તા: ‘પ્રતિષ્ઠિત આત્મા’ને થાય છે ?
દાદાશ્રી : એ ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય. અંતઃકરણમાં ક્રોધમાન-માયા-લોભ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તે બધાને ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય.
પ્રશ્નકર્તા તો પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ અને અંતઃકરણ, એ જુદું કેમ પાડ્યું ?
દાદાશ્રી : જુદું નથી કહ્યું. ‘શુદ્ધાત્મા' સિવાય આખોય ‘પ્રતિષ્ઠિત આત્મા.” પછી પૂછો એટલે અંતઃકરણ જુદું, ઈન્દ્રિયો જુદી, મન જુદું એમ જવાબ તો આપવો પડે ને ?