________________
આપ્તવાણી-૪
સિવાય ના મળે. પરોક્ષ ભજનાથી સંસાર ઊભો થાય, પુણ્યે બંધાય. તેનાથી સંસાર મીઠો લાગે ને તેથી તો સંસારમાં વધારે ઊંડો ઊતરે, એના કરતાં કડવું સારું.
૧૩૫
‘રીલેટિવ’ ધર્મો ચાલે છે તે શું કહે છે કે સારાં કાર્ય કર. ભલે અહંકારથી કરે, પણ તેનું ફળ સારું મળે, પુણ્ય બંધાય. બાજરો વાવ્યો હોય તો બાજરો મળે અને કૂચ વાવી હોય તો કૂચ મળે. માટે તને અનુકૂળ હોય તે વાવજે. ખરાબ વિચારો નીંદી નાખવા પડે. પણ આ તો શું કરે છે કે સારાં બીજ નાખે છે અને બોરડીનાં પણ નાખે છે ! તે આ બોરડીના ઝાળાં ઊગી નીકળ્યાં છે ! ‘રીલેટિવ’ બધું ‘મિક્ષ્ચર’ છે ને ‘રીયલ’ સ્વતંત્ર છે. જેમાં ફેરફાર થાય છે તે ‘રીલેટિવ’નું છે, ‘રીલેટિવ’ એટલે જેમાં ભેળસેળ થયું છે તે અને ‘રીયલ’ એટલે શુદ્ધ ! ‘રીલેટિવ’ની ગમે તેટલી ‘સ્લાઇસ’ પાડીએ તો તેમાંથી એકુંય ‘રીયલ’ની ‘સ્લાઇસ’ પડે ખરી ? વીતરાગોએ કહ્યું કે આ તમે કરો છો એની આગળ તો બહુ છે. છતાંય આ માર્ગો છે, એમ કરતાં આગળ વધાશે, દરેક ધર્મવાળા એના ધર્મને છેલ્લું સ્ટેશન માને, છતાંય એને બરોબર છે એમ માને તો જ ‘ડેવલપ’ થતો જાય.
વીતરાગધર્મ જ મોક્ષાર્થે !
જ્ઞાન તો અપાર છે. પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા એની પાર જ્ઞાન જ નથી. કોઇ જગ્યાએ ‘હારે’ નહીં એનું નામ જ વીતરાગ ! વખતે દેહ હારે, મન હારે, વાણી હારે પણ એ પોતે ના હારે. વીતરાગ કેવા ડાહ્યા હોય ! વીતરાગનો તો સિદ્ધાંતિક ધર્મ, એટલે ‘કેશ’ ફળ મળે. મોક્ષનું ‘કેશ’ ફળ મળે ! જે મોક્ષદાતા ભગવાન છે, તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ભગવાન મહીં છે તે નિષ્પક્ષપાતી છે. વીતરાગ ધર્મ કોનું નામ કે જે ૩૬૦ ડિગ્રીનો ધર્મ હોય, સંપૂર્ણ ધર્મ હોય. સાચો ધર્મ, રહસ્યપૂર્ણ ધર્મ નિષ્પક્ષપાતી હોય. પક્ષપાત એ ખોટું નથી, એ ‘સ્ટાન્ડર્ડ’માં રાખે અને ‘આઉટ ઓફ સ્ટાન્ડર્ડ’માં નિષ્પક્ષપાત છે. ‘આ’ તો ‘સાયન્સ’ છે, ધર્મ નથી. હિંદુ ધર્મ, જૈન ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ એ બધા ધર્મ છે. સાયન્સ’ એક જ હોય ને ધર્મ જુદા જુદા હોય.
૧૩૬
આપ્તવાણી-૪
‘રીલેટિવ' ધર્મતી મર્યાદા !
જગતના ધર્મો ‘રીલેટિવ' ધર્મો છે, તે ‘રીલેટિવ'માં હેલ્પ કરે, ‘રીયલ’ તરફ લાવવામાં હેલ્પ કરે.
પ્રશ્નકર્તા : દાદા, આપ જે ‘રીલેટિવ’ કહો છો તેની મર્યાદા શું ? દાદાશ્રી : પાંચ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, જે થાય તે એ બધું જ ‘રીલેટિવ’ની સીમામાં થાય છે.
પ્રશ્નકર્તા : ‘રીલેટિવ’ને ‘રીયલ’ સાથે સંબંધ ખરો ?
દાદાશ્રી : ખરો જ ને ? ‘રીયલ’ હતું ત્યારે ‘રીલેટિવ' ઊભું થયું ને ? ‘રીયલ’ના સંસર્ગથી ‘રીલેટિવ’ ઊભું થયું છે, અવસ્થા ઊભી થઇ છે, અને જે અવસ્થા છેને એ વિનાશી છે.
પ્રશ્નકર્તા : ‘રીયલ’ જયાં સુધી પ્રાપ્ત થયું ના હોય ત્યાં સુધી ‘રીલેટિવ’ની જરૂર ખરી ?
દાદાશ્રી : જયાં સુધી ‘રીયલ’ નથી મળ્યું ત્યાં સુધી ‘રીલેટિવ’ જ હોય. ‘રીયલ’ પ્રાપ્ત થયા પછી જ ‘રીલેટિવ’ જુદું પડે.
પારિણાર્મિક ધર્મતી પારાશીશી !
દાદાશ્રી : હાલમાં શું કરો છો ?
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રનાં પુસ્તકોનો અભ્યાસ અને ધર્મનો અભ્યાસ કરું છું.
દાદાશ્રી : પુસ્તકો વાંચવા માત્રથી કામ ના થઇ જાય, ત્યાં તો કષાયરહિત થવું પડશે. ‘ચંદુભાઈ’માં અક્કલ નથી એવું તમારા
સાંભળવામાં આવે તો તમને વાગે કે ના વાગે ? અસર થાય એની ?
પ્રશ્નકર્તા : થાય.