________________
આપ્તવાણી-૪
૧૦૩
૧૦૪
આપ્તવાણી-૪
દાદાશ્રી : અત્યારે તમે જે મહેનત કરો છો તે બધી નકામી જવાની. હવે સાવ નકામી જતી નથી, પણ જે કામ કલાકમાં થાય તેને બદલે આખું વરસ બગડે. અને ગુરુ માથે હોય, તે ગુરુ પોતે જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી આપણને લઇ જાય. અને ‘જ્ઞાની પુરુષ' ઠેઠ પહોંચેલા હોય એટલે એ આપણને ઠેઠ લઇ જાય.
પુણ્ય બંધાય કે પાપ બંધાય ને એટલે કારણ-શરીર ઉત્પન્ન થયા કરે ને અનંત અવતાર ભટક ભટક કર્યા કરે. ભગવાન જુદા ને હું જુદો એમ કહ્યા કરે છે, એ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે ભગવાન ને તમે એક જ છો, પણ તમને એની સમજણ પડતી નથી. તમે અને પરમાત્મા એક જ છો, એવું સમજાવનાર કોઇ મળતો નથી. એ મળે તો તમને અભેદ સ્વરૂપનું ભાન કરાવે. આ ભગવાન જુદો લાગે છે એ તમારી નબળાઇઓ છે, માટે જ તમે જીવ સ્વરૂપ છો. અને ભગવાનમાં નબળાઇ નથી એટલે તમારી નબળાઇઓ જશે, તો પછી ભગવાન સ્વરૂપનો નિરંતર સાક્ષાત્કાર રહેશે.
આ તો લોકો ‘ચંદુ, ચંદુ’ કર્યા કરે એટલે એને અસર થઇ જાય કે, ‘હું ચંદુ છું.” આ ભ્રાંતિની અસર પછી ખસતી નથી. બાકી પોતે જ પરમાત્મા છે !
તરણતારણ જ તારે !!
પ્રશ્નકર્તા : એ પરમાત્માના ‘સ્ટેજે' જવા શું કરવું પડે ?
દાદાશ્રી : એના માટે ‘જ્ઞાની પુરુષ'ની પાસેથી કપા પ્રાપ્ત કરવી જોઇએ. જો ધીમે ધીમે એ સ્ટેજે જવું હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસેથી આજ્ઞા લેવી જોઇએ, અને જો કપા પ્રાપ્ત કરે તો એ પદ કલાકમાં જ મળી જાય. અને નહીં તો ધીમે ધીમે, ધીમે ધીમે જવું. જેને બહુ ઉતાવળ ના હોય, હજી ઇન્દ્રિયોના રસ ભોગવવાની ઇચ્છા રહી હોય, સંસારની ઇચ્છાઓ રહી હોય તે ધીમે ધીમે જાય અને જેને આ સંસારમાં સુખમાંય દુ:ખ લાગ્યા કરતું હોય, સુખેય સહન થતું ના હોય તો પછી એ “મુક્તિ’નો અધિકારી થઇ ગયો. ‘જ્ઞાની પુરુષ' પછી એને મુક્તિ આપે છે. કારણ કે ‘જ્ઞાનીપુરુષ” પોતે તરણતારણ થયેલા છે, પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે.
પ્રશ્નકર્તા: ગુરુકૃપા એવી થઇ જાય તો પછી મહેનત ઓછી કરવી