________________
આપ્તવાણી-૪
૯૮
આપ્તવાણી-૪
શકે ?
પ્રશ્નકર્તા : આટલા બધા જ્ઞાનીઓ પૂર્વે થઇ ગયા તો કોઇએ આવો અક્રમિક માર્ગ બતાવ્યો હતો ?
દાદાશ્રી : હા, બતાવ્યું હતું. ઋષભદેવ ભગવાને બતાવેલું છે. ઋષભદેવ ભગવાને અક્રમ માર્ગ બતાવી ભરત રાજાને સંસારમાં રસો રાણીઓ સાથે મોક્ષ આપ્યો હતો, બીજા ૯૯ છોકરાઓને ‘ક્રમિક માર્ગ” આપ્યો હતો.
પ્રશ્નકર્તા : એ તો ભરત રાજાની પાત્રતા હશે. અમારી એવી યોગ્યતા ક્યાંથી હોય ?
દાદાશ્રી : આ “અક્રમ વિજ્ઞાનમાં યોગ્યતા જોવાની જ નથી હોતી. મને ભેગો થવો જોઇએ. અને એ કહે કે મારું કલ્યાણ કરો, એટલે બહુ થઇ ગયું.
અહો ! આવું અજાયબ જ્ઞાત !! આ અમને “નેચરલ' બક્ષિસ છે. મારી શોધખોળ હતી, પણ અત્યારે આ “સાયન્ટિફિક સરકમસ્ટેશ્યલ એવિડન્સ' છે. કુદરતી રીતે ‘લાઇટ થઈ ગયું છે, તમે તમારો દીવો સળગાવી જાવ.
પ્રશ્નકર્તા : આ “અક્રમ માર્ગમાં સાતમા માળે પહોંચી જાય પછી ચોથે, પાંચમે ઊતરી જાય ખરો કે ?
દાદાશ્રી : ના, પછી ઊતરે નહીં. પછી એવું છેને, કે જો પોતાને જાણી જોઇને ખોદી નાખવું હોય, પડતું નાખવું હોય તો તેને કોણ રોકી શકે ? બાકી પોતાની ઇચ્છા વગર કોઇ પાડનાર નથી.
અહીં જ મોક્ષ થઇ જવો જોઇએ. પેલો ઉધાર મોક્ષ આપણને જોઇતો નથી. મોક્ષ એટલે મુક્ત ભાવ. અહીં જ ચિંતા, ‘વરીઝ' ના થાય, કંઈ અસર ના થાય, આપણો ઉપરી કોઈ છે નહીં એવું અનુભવમાં આવે. આ અનુભવમાં આવવું જ જોઇએ. અનુભવ વગરનું તો કામનું જ નહીં, અનુભવ વગરનું બધું ગોટાળિયું કહેવાય. “કેશ” જોઇએ. એટલે ‘ધીસ ઇઝ
ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન.'
પ્રશ્નકર્તા: જિંદગીમાં વરસો ઓછાં ને રસ્તો લાંબો પણ આ અક્રમ વસ્તુ મળી ગઇ તે બહુ ઉલ્લાસ આવે છે !
દાદાશ્રી : એવું છેને, આવું કોઇ વખત બનતું નથી ને બન્યું તો આપણું કામ કાઢી લેવાનું છે. ઉલ્લાસ તો આવે જ ને ! મને આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે મને પણ ઉલ્લાસ આવ્યો કે આવું અજાયબ જ્ઞાન ! ગજબની સિદ્ધિઓ ઉત્પન્ન થઇ છે ! કારણ કે આ વર્લ્ડમાં એવી કોઈ ચીજ નથી કે મારે જેની ભીખ હોય. માનની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, કોઇ પણ ચીજની ભીખ અમને ન હતી; ત્યારે આ પદ પ્રાપ્ત થયું છે ! છતાં આ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. હવે આ પદના આધારે તમને એ જ દશા પ્રાપ્ત થાય. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થઇ જાય.
પ્રશ્નકર્તા: પૂર્વજન્મના યોગે જ “અક્રમ’ મળે છે ને ?
દાદાશ્રી : આ એક જ સાધન છે કે જેનાથી હું ભેગો થઉં. કોટિ જન્મની પુણ્ય જાગે ત્યારે આ યોગ બાઝે.
પેલા બધા ક્રમિક માર્ગ કહેવાય. ક્રમિક માર્ગ એ રીલેટિવ માર્ગ છે. રીલેટિવ' એટલે ભૌતિક ફળો આપે અને મોક્ષ ભણી ધીમે ધીમે ‘સ્ટેપ બાય સ્ટેપ” લઈ જાય, ત્યાગ અને તપ કરતાં કરતાં છેવટે અહંકાર શુદ્ધ કરવો પડશે. પછી ત્યાં આગળ ઉપર મોક્ષનો દરવાજો ભેગો થશે. ક્રોધ, માન, માયા, લોભ, વિષયો સાંસારિક ભાવો-આ બધાથી અહંકાર શુદ્ધ કરવો પડે, ત્યારે ત્યાં મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. ક્રમિક માર્ગ તો બહુ મુશ્કેલીવાળો છે ! અને અહીં “અક્રમ માર્ગ’માં તો ‘જ્ઞાની પુરુષ' તમારો અહંકાર શુદ્ધ કરી આપે છે. અહંકાર ને મમતા બેઉ કાઢી લે છે, પછી રહ્યું શું ? પછી તમે તમારા સ્વરૂપના અનુભવમાં આવી જાવ. આત્માનો અનુભવ થઇ જાય તમને, તો જ કામ થાય.