________________
આપ્તવાણી-૪
ઇચ્છા કરે ત્યાં ‘દાદા’ દેખાય એવા છે અને આપણું ફળ મળે એવું છે. આ ‘દાદા’ નહોય, આ દેખાય છે એ તો ભાદરણના પટેલ છે. એ બોલે છે તેય ‘દાદા’ નહીં, એ તો ‘ટેપ રેકર્ડ' બોલે છે. ‘દાદા’ એ ‘દાદા’ છે! જે વીતરાગ છે, ચૌદ લોકનો નાથ છે !! જેને ‘અમે’ પણ ભજીએ છીએ. જે મહીં વીતરાગ બેઠા છે તે ‘દાદા’ છે. આ તો મહીં પ્રગટ થઇ ગયા છે ! કેટલાય લોકોનું કલ્યાણ થઇ જશે. હાથ અડાડશે ને તેનું કલ્યાણ થઇ જશે ! આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. અત્યારે ક્રમિક ચાલે એવું નથી.
(૧૦) અક્રમ માર્ગ
જ્ઞાતી' કૃપાથી જ “પ્રાપ્તિ' ! પ્રશ્નકર્તા : આપે જે અક્રમ માર્ગ કહ્યો તે આપના જેવા “જ્ઞાની’ માટે બરાબર છે, સહેલો છે. પણ અમારા જેવા સામાન્ય, સંસારમાં રહેતા કામ કરતા લોકોને માટે એ અઘરો છે. તો એને માટે શો ઉપાય ?
દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ'ને ત્યાં ભગવાન પ્રગટ થઇ ગયેલા હોય, ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા હોય; એવા ‘જ્ઞાની પુરુષ' ભેગા થાય તો શું બાકી રહે ? તમારી શક્તિથી કરવાનું નથી. એમની કૃપાથી થવાનું છે. કૃપાથી બધો જ ફેરફાર થાય. માટે અહીં તો તમે માંગો તે બધોય હિસાબ પૂરો થાય. તમારે કશું કરવાનું નહીં. તમારે તો ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞામાં જ રહેવાનું.
પ્રશ્નકર્તા : પણ પોતાના આત્માનો ઉદ્ધાર પોતાના આત્માએ જ કરવાનો ને ?
દાદાશ્રી : બરોબર છે, પણ એ વાત ‘ક્રમિક માર્ગ’ની છે. આ તો “અક્રમ વિજ્ઞાન’ છે. એટલે રૂબરૂ ભગવાન પાસે કામ કાઢી લેવાનું, અને તે આપણને ક્ષણે ક્ષણે રહે, કલાક-બે કલાક જ નહીં.