________________
દૃષ્ટિફેર થવાથી ઉત્તર દિશાનો નિર્દેશ, દક્ષિણનો માની-મનાઇ ચાલવામાં આવે છે. પછી દિલ્હી ક્યાંથી આવે ? અને છેલ્લા પ્રકારનો ફોડ પાડવામાં તો શાસ્ત્રો પણ અસમર્થ છે; ત્યાં આગળ ‘જ્ઞાની પુરુષ'નું જ કામ છે. કર્મ જેવા અતિ અતિ ગુહ્ય વિષયનું જ્ઞાન પરમ પૂજ્ય દાદાશ્રીએ સહજ રમતાં જ સમજાવી દીધું છે..
વાણી ‘ટેપરેકર્ડ’ છે એવું સર્વપ્રથમ કહી વાણી અંગેની સર્વ તન્મયતાને પરમ પૂજ્ય ‘દાદાશ્રી’એ ફેકચર કરી નાખી છે. આ ‘રેકર્ડ કઈ રીતે વાગે છે ? કઇ રીતે ‘રેકર્ડ’ ઊતરે છે ? તેનાં શાં શાં પરિણામો છે ? વગેરે વગેરે સુક્ષ્માતિસુક્ષ્મ રહસ્યો ખુલ્લાં કરી, વાણીનું વિકટ વિજ્ઞાન સામાન્યનેય પૂ. દાદાએ સમજાવી આપ્યું છે !
અન્ય આવા અનેક વિષયોનાં રહસ્યો ખુલ્લાં કર્યા છે. શક્ય તેટલા પ્રકાશિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આશા છે, ‘પોઝિટિવ' જીવનલક્ષી વિચારકો, તત્વચિંતકો, જિજ્ઞાસુઓ તેમ જ મુમુક્ષુઓને ‘આપ્તવાણી’ ક્ષણે ક્ષણની જાગૃતિ અર્પનાર બની રહેશે.
પ્રસ્તુત ગ્રંથની ક્ષતિઓનું એકમેવ જ્ઞાનીપુરુષના શ્રીમુખેથી વહેલી પ્રત્યક્ષ સરસ્વતીને પરોક્ષમાં પરિણામાવતાં ઉપજેલી સંકલનની ખામી જ છે જેની હૃદયપુર્વકની સમાં પ્રાર્થના....
સમર્પણ આધિ, વ્યાધિ, ઉપાધિના કળિયુગી વિવિધ તાપમાં ભયંકરપણે, તાપ્યમાન, એકમેવ આત્મસમાધિસુખના તૃષાતુરોની પરમ તૃતિ કાજ, પ્રગટ પરમાત્મસ્વરૂપ સ્થિત વાત્સલ્યમૂર્તિ ‘દાદા ભગવાનના જગત કલ્યાણ યજ્ઞમાં આહુતિ સ્વરૂપ, પરમ ઋણીય ભાવે સમર્પણ.
- ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ.
આપ્ત-વિજ્ઞાપન હે સુજ્ઞજન ! તારું જ સ્વરૂપ આજે હું તારા હાથમાં આવું છું ! તેનો પરમ વિનય કરજે કે જેથી તું તારા થકી તારા સ્વના જ પરમ વિનયમાં રહીને સ્વ-સુખવાળી, પરાધીન નહીં એવી, સ્વતંત્ર આપ્તતા અનુભવીશ !
આ જ સનાતન આપ્તતા છે. અલૌકિક પુરુષની આપ્તવાણીની ! આ જ સનાતન ધર્મ છે અલૌકિક આપ્તતાનો !
- જય સચ્ચિદાનંદ