________________
આપ્તવાણી-૪
દાદા !’ એને પૂછીએ કે, ‘જાગૃતિ તારે પૂરી કરવી છે ને ?” ત્યારે કહે, ‘હા, પૂરી કરવી જ છે.’ આમ સીધી ટિકિટ આપીએ, મફત આપીએ તો ના લે ને પેલી પૈસા ખર્ચીને લે ! એવા આપણા લોક છે, હિતાહિતનું ભાન જ નથી.
૫
સંપૂર્ણ જાગૃતિ એ જ મોક્ષ છે. સંપૂર્ણ જાગૃતિ એ જ કેવળજ્ઞાન છે. ૯૯ ટકા જાગૃતિ થાય ને એક ટકો ઉમેરાય ત્યારે સો એ કેવળજ્ઞાન
થાય.
આત્માનુભાવ એટલે શું કે જ્ઞાન મળતાં પહેલાં જે અનુભવ થતા હતા, તેના કરતાં જ્ઞાન મળ્યા પછી નવા પ્રકારના અનુભવ થાય છે ને એ અનુભવ ધીમે ધીમે વધતો જાય ને જાગૃતિ વધે. સંપૂર્ણ જાગૃતિ એ સંપૂર્ણ અનુભવ.
ઇન્દ્રિય જ્ઞાત : જાગૃતિ
બે પ્રકારનાં જ્ઞાન. એક ઇન્દ્રિયજ્ઞાન, બીજું અતીન્દ્રિયજ્ઞાન. ઇન્દ્રિયજ્ઞાન સીમિત છે, અતિન્દ્રિયજ્ઞાન અસીમિત છે. લોકોને ઇન્દ્રિયજ્ઞાનમાંય, સંસારમાં પૂર્ણ જાગૃતિ નથી. ઇન્દ્રિયજ્ઞાનમાં જો સંપૂર્ણ જાગૃત થયેલો હોય તો તે જબરજસ્ત સંતપુરુષ કહેવાય.
પ્રશ્નકર્તા : ઇન્દ્રિયજ્ઞાનમાં સંપૂર્ણ જાગૃતિ એટલે શું ?
દાદાશ્રી : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું ઇન્દ્રિયજ્ઞાનમાં આવે. ઇન્દ્રિયજ્ઞાનની સંપૂર્ણ જાગૃતિમાં
આવે ત્યારે એનો અહંકાર કેવો હોય કે કોઇનીય જોડે એને મતભેદ ના પડે, આપણે મતભેદ પાડીએ તોય એ મતભેદ ના પડે એ રીતે છટકી જાય. કોઇ જગ્યાએ ઝઘડો થવાની જગ્યા હોય તો ત્યાં એ મતભેદનું નિવારણ કરી નાખે. ઇન્દ્રિયજ્ઞાનની જાગૃતિથી કિંચિત્માત્ર કોઇની જોડે અથડામણ ના થાય, ‘એવરી વ્હેર એડજસ્ટેબલ' થાય, સાંસારિક ડખો ના
થાય.
ઇન્દ્રિયજ્ઞાનમાંય બે પ્રકારની જાગૃતિ. એક બાહ્ય ને બીજી
આપ્તવાણી-૪
આંતરિક. ભલે અતીન્દ્રિય જ્ઞાન મળતું નથી, પણ ઇન્દ્રિયજ્ઞાન ઓછું નાસી ગયું છે ? એના સ્ટુડન્ટોય હિન્દુસ્તાનમાં ઘણા મળે, પણ એના માસ્તરો નથી, કોલેજો નથી.
૬
ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું ?
કોઇ માણસને મતભેદ થયો તો તેનું શું કારણ ? તો કહે, ભાવનિદ્રા. કોઇ માણસને ક્રોધ થયો તો તેનું શું કારણ ? તો કહે ભાવનિદ્રા. કોઇ માણસને લોભ થાય તો તેનું શું કારણ ? તો કહે, ભાવનિદ્રા. ભાવનિદ્રાથી ઉપદેશ ગ્રહણ ના થાય. આપણને એક ફેરો ક્રોધ થયો તો તેમાંથી આપણને એક ફેર ઉપદેશ મળે છે ને કે ફરી ક્રોધ ના કરો ? છતાં ફરી ક્રોધ કરે છે, તે ભાવનિદ્રા.
ક્રોધ આવવો, લોભ આવવો, તે અજાગૃતિ છે. જેટલી જેટલી અજાગૃતિ ઓછી થઇ-જાગૃત થાય તેમ તેમ ક્રોધ, માન, માયા, લોભ, ઓછાં થતાં જાય. અજાગૃત એટલે ક્રોધ કર્યાં પછી પણ ના પસ્તાય. ક્રોધ કરીને જે પસ્તાય છે તેને થોડીક જાગૃતિ છે. પણ તે અજાગૃત વધારે છે. ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઇ નાખે એ કંઇક જાગૃતિ કહેવાય. પણ ક્રોધ કર્યા પછી ખબર જ પડતી નથી એ અજાગૃત દશા ! જે જાગૃતિ, ક્રોધ નામની નબળાઇ ઊભી કરે એને જાગૃતિ કહેવાય જ કેમ ? ક્યાંય ક્રોધ થાય નહીં એવું હોવું જોઇએ. જે જાગૃતિ ક્રોધ શમાવે તે જાગૃતિ સારી. ખરી જાગૃતિ તો ક્રોધ થવાનો હોય તેને વાળી લે તે. લોકોને જાગૃતિ હોતી જ નથી.
અત્યારે મનુષ્યોમાં જે એક ટકોય જાગૃતિ રહી છે તે આ ડૂંટી પૂરતી જ, બીજે બધે અજાગૃત દશા છે, આ નાભિપ્રદેશમાં રૂચક પ્રદેશો જે ખુલ્લા છે ને એટલા પૂરતી જાગૃતિ છે. બાકી જાગૃતિ જ રહી નથી, જાગૃતિ જ ખલાસ થઇ ગઇ છે. જાગૃતિ વધતી વધતી ૩૬૦ ડીગ્રી જાગૃતિ થાય એનું નામ કેવળજ્ઞાન. જાગૃતિ ૩૫૯ ડીગ્રી હોય ત્યાં સુધી જાગૃતિ જ કહેવાય.
ક્રોધ, માન, માયા, લોભ બધું જ અજાગૃતિ છે. કોઇ મને પૂછે કે, ‘એ અજાગૃતિ કઇ રીતે ? એ સમજાવો.' ત્યારે અમે તેને કહીએ