________________
આપ્તવાણી-૪
૩૯
૩૧૦
આપ્તવાણી-૪
ધર્મની ચર્ચામાં સામાને સમજાવવાની રીતો જુદી જુદી છે.
(૧) વાણીથી પોતાનું સ્વ-રક્ષણ, સ્વ-બચાવ કરે. એ એક પ્રકારનું કહેવાય.
(૨) સામાને પોતે ‘કન્વિન્સ’ કરે-એ એક રીત છે. સામો ગમે તે ધર્મ પાળતો હોય તોય એ ફરી જાય. એવું બોલતા આવડવું જોઇએને ? એટલી શક્તિ હોવી જોઇએને ? જેટલું જ્ઞાન સમજાય એટલી શક્તિ ઉત્પન્ન થાય. અને સામાને ‘કન્વિન્સ’ કરતાં સહેજેય ક્રોધ, માન, માયા, લોભ ના હોવાં જોઇએ. નહીં તો તો સામો ‘કન્વિન્સ' થાય જ નહીં. કપાય ઉત્પન્ન થવા એ તો નબળાઇ છે.
આત્મા કબૂલ કરે જ. કબૂલ નથી કરતો તે તેની આડાઇ છે. કારણ કે આ વાણી મારી નથી. તેથી તેમાં ભૂલ ના થાય. “મારી વાણી છે” એવું જયાં હોય ત્યાં વાણીમાં ભૂલ થાય.
અત્યારે આ કાળમાં ઉપદેશ આપવા જાય તો બંધાય તેવું છે. કપાય સહિત પ્રરૂપણા એ નર્ક જવાની નિશાની છે. બહુ ત્યારે મંદકષાયીને ચલાવી લેવાય. નહીં તો આ તો બહુ જ ભારે જોખમ છે.
અકષાયી વાણીનો અર્થ શું ? વાણીનો માલિક ‘પોતે નહીં તે. વાણીનો માલિક હોય તે તો શું કહે કે ‘હું કેવી સરસ વાણી બોલ્યો ! તમને ગમ્યું ને ?” એટલે એનો ચેક વટાવી લે. અમે તો વાણીના માલિક નહીં, મનના નહીં ને આ દેહના પણ માલિક નહીં.
ચાવાદ વાણી કયારે ઉત્પન્ન થાય ? અહંકારની ભૂમિકા પૂરી થાય ત્યારે. જગત આખું નિર્દોષ દેખાય, કોઇ દોષિત દેખાય જ નહીં ! ચોર પણ દોષિત અમને ના દેખાય. લોકો કહે કે ચોરી કરવી એ ગુનો છે. પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઇ ચોરને તેડી લાવે તો અમે એના ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે, ‘ભઇ, આ બિઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?' પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જૂઠું બોલે છે. પછી એને સમજાવીએ કે, ‘આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે તેની તને ખબર છે ?’ અને ‘તું ચોરી કરે છે? એવું અમારા મનમાંય ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના મન ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય એનું નામ સ્યાદ્વાદ વાણી. સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તોય સાલ્વાદ વાણી કોઇની પણ પ્રકૃતિને હરકત ના કરે.
‘જ્ઞાની પુરુષ’ બધી દવા બતાવી દે. રોગનું નિદાનેય કરી આપે ને દવાય બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે સાચી વાત શું છે, અને મને તો આમ સમજાયું છે એટલે તરત બતાડે ને તે ‘બટન’ દબાવવાનું એટલે ચાલુ થઇ જાય !
(૩) કેટલાક કાચા હોય તો પોતે સામાને સમજાવવા જાય, પણ સામાના પ્રભાવથી પોતે જ ફરી જાય ! સામો એવું એવું પૂછે કે પોતે ગૂંચાઇ જાય અને મનમાં એમ ફરી જાય કે આપણને તો કંઇ જ્ઞાન જ નથી.
હૃદયસ્પર્શી સરસ્વતી !
‘જ્ઞાની પુરુષ'ની વાણી મીઠી-મધુરી, કોઇને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં એવી હોય. કોઇને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે તો બધું ચારિત્ર્ય જ છે. વાણી કેવી નીકળે છે તેના પરથી ચારિત્ર્ય બળ ઓળખાય. બાકી બીજા કશા પરથી ચારિત્ર્ય બળ ઓળખાય નહીં. જો બુદ્ધિ ચાલ્વાદ હોય તો સ્વાવાદ જેવાં લક્ષણ લાગે, પણ એ સંપૂર્ણ ના હોય. જયારે જ્ઞાન-સ્થાવાદ હોય એનું ચારિત્ર્ય તો વીતરાગ ચારિત્ર્ય હોય. જ્ઞાન-સ્થાવાદ દરેક ધર્મના લોકો પ્રમાણ તરીકે સ્વીકારે. એ વાણીમાં ખેંચ જરાય ના હોય.
આ તો વિજ્ઞાન છે. જયારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોના હૃદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હૃદયસ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. અમારી વાણી હૃદયસ્પર્શી હોય, એનો એક શબ્દ જ જો તમારે સોંસરવો ઊતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઇ જાય.
પ્રશ્નકર્તા: આવી વાણી કોઇને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું ?