________________
આપ્તવાણી-૪
નથી. બહુ થોડાક લોકો ભાવને સમજી શકે. પણ તે પાછા શુદ્ધાત્માના ભાવ સમજે એટલે લોચો મારી દે.
૨૯૩
જ્ઞાન વગર ભાવ પકડાય તેમ નથી. ભાવ તો અત્યંત ગહન, ગહન, ગહન- એવું લાખ વખત ગહન બોલીએ તોય એની ગહનતાનો પાર આવે તેવો નથી.
કોઇ કહે કે, મેં આ કાર્ય કરવા બહુ ભાવ કર્યા છે. તેને ભગવાન શું કહે છે ? એ મનનાં દૃઢ પરિણામ છે. એને ભાવ ના કહેવાય. પ્રશ્નકર્તા : દ્રવ્યભાવ એટલે શું ?
દાદાશ્રી : જે પોતે ધર્મ કરે તેનાં બીજ પડે. એટલે ગણધરોએ કહ્યું કે દ્રવ્યભાવ કરો. પણ આ કાળમાં દ્રવ્ય જુદું ને ભાવેય જુદા હોય. વ્યાખ્યાન સાંભળવા બેઠો હોય તે દ્રવ્ય બહુ પુણ્યશાળી કહેવાય. પણ ત્યાં બેઠો જાતજાતના ભાવ કરી નાખે કે, આમ નફો કરું અને આમ કરું. પહેલાંનાં કાળમાં દ્રવ્યભાવ સાચો હતો, જેવું દ્રવ્ય તેવા ભાવ હોય. કોઇને પાટો બાંધે તો તેમાં એકાકાર થઇ જાય. એટલે દ્રવ્યભાવ પૂર્યો કહેવાય. પણ આજના લોકો તો પાટો બાંધે, પણ મનમાં વિચારે કે આમાં હું કયાં ફસાયો ? દ્રવ્યભાવ સાથેનું વર્તન એ સાચું બીજ નાખે.
દ્રવ્યકર્મ એટલે ફળ આવ્યું તે. ભાવ કર્મ એટલે બીજ નાખ્યું તે. દ્રવ્યમાંથી ભાવ ને ભાવમાંથી દ્રવ્ય એમ ચાલ્યા જ કરે.
ચોરી કરતી વખતે સારો ભાવ રાખે તો પુણ્યનું ફળ મળે. એમ ભાવ કરે કે, મારે કયાં આ ચોરી કરવી પડી ? તેથી પુણ્ય બંધાય છે.
સામાયિક કરે પણ શીશી જો જો કરે તો અવળું ભાવબીજ નાખે
છે.
દ્રવ્યક્રિયા તું કરે છે તે તો ‘વ્યવસ્થિત શક્તિ’ કરાવડાવે છે એમાં તારું શું ? ભગવાન કહે છે કે, અમે દ્રવ્યક્રિયા ધ્યાનમાં નથી લેતા. આ કાળમાં દ્રવ્યનું ઠેકાણું જ નહીં, માટે ભાવ પાંસરો કરો તો આગળ ચાલશે.
૨૯૪
આપ્તવાણી-૪
ભાવમત : પ્રતિષ્ઠિત આત્મા !
પ્રશ્નકર્તા : ભાવમન એટલે આત્મા કહેવાય ?
દાદાશ્રી : ભાવમનને આત્મા કહે તો તો પછી રઝળવાનું જ થાય ને ? ક્રમિકમાર્ગમાં ભાવમનને જ આત્મા કહ્યો, અને આપણે અક્રમમાં ભાવમન, દ્રવ્યમન બેઉને ઉડાડી મેલ્યું !
પ્રશ્નકર્તા : ભાવમન એટલે ‘પ્રતિષ્ઠિત આત્મા' જ ને ?
દાદાશ્રી : ભાવમન એ પ્રતિષ્ઠિત આત્મા નથી. ભાવમનથી નવો પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે. દ્રવ્યમન છે એ ખરેખર પ્રતિષ્ઠિત આત્મા છે. દ્રવ્યમન એટલે ‘ડિસ્ચાર્જ’ મન અને ભાવમન એટલે ‘ચાર્જ’
મન.
જગત આખું દ્રવ્યને તોડ તોડ કરે છે, એટલે ક્રિયાઓને ફેરફાર કરે છે. આપણા અક્રમ વિજ્ઞાને તો દ્રવ્ય ને ભાવ બન્નેને બાજુએ મૂકી દીધું, ક્રમ-ભ્રમ નહીં, સીધું ‘ડિરેક્ટ’ એક કલાકમાં જ સમકિત થઇ જાય. નહીં તો આમ લાખ અવતારેય સમકિતનું ઠેકાણું ના પડે.
પ્રશ્નકર્તા : ફળ તો અનુભવાયને એમાં ?
દાદાશ્રી : અનુભવમાં ના આવે તો કામનું જ નહીં. આપણે સાકર મોઢામાં મૂકીએ એટલે અનુભવ થવો જ જોઇએ. ‘સાકર ગળી છે’ એવું વાંચ વાંચ કરીએ તો અનુભવ ના થાય. ‘હું આત્મા છું, હું આત્મા છું’ એમ બોલે તો કશું વળે નહીં. આત્માનો અનુભવ ક્ષણે ક્ષણે થાય તો જ કામનું.
પ્રશ્નકર્તા : અનુભવ થયા પછી રટણની જરૂર ખરી ?
દાદાશ્રી : રટણ કે કશું કરવાની જરૂર નથી. અક્રમ વિજ્ઞાન સમજવાની જરૂર છે. એક ફેરો સમજી લે પછી કાયમની મુક્તિ થઇ જાય. નવું કર્મ ‘ચાર્જ’ ના થાય એવું આ વિજ્ઞાન છે.
દ્રવ્યમન આખુંય ફિઝિકલ છે અને ભાવમન ભ્રાંતિથી ઉત્પન્ન થાય