________________
આપ્તવાણી-૪
જરા ભય ઓછો લાગે.
૨૩૯
તૃપ્તિ, આત્મજ્ઞાત વિતા તથી !
લોભનો પ્રતિપક્ષી શબ્દ સંતોષ. પૂર્વભવમાં કંઇક કરેલું હોય એથી એને સંતોષ મળે. આ જગતનું જ્ઞાન પણ થોડું ઘણું સમજયો હોય તેને સંતોષ રહે, અને આત્મજ્ઞાન હોય ત્યાં તો તૃપ્તિ જ હોય. અનંત અવતારથી જેણે ભોગવેલું હોય તેને સંતોષ રહે, તેને કોઇ ચીજ જોઇએ નહીં, અને જેણે ના ભોગવેલું હોય તેને કંઇ કંઇ જાતનું પેસી જાય, ‘આ ભોગવું તે ભોગવું' એમ રહે. રાજસુખ પૂર્વભવમાં ભોગવેલું હોય તો અત્યારે તમને રાજ આપીએ તોય ના ગમે, કંટાળો આવે !
પ્રશ્નકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઇએ છે. કોઇની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઇએ.
દાદાશ્રી : એ લોકસંજ્ઞા કયારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઇ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છે ને ?
લોભી - બધી બાબતનો લોભ !
પ્રશ્નકર્તા : લોભિયો થોડો કંજૂસ હોયને ?
દાદાશ્રી : ના, કંજૂસ પાછા જુદા. એ તો પૈસા ના હોય એટલે કંજૂસ થાય અને લોભીને તો ઘેર પચીસ હજાર રૂપિયા પડયા હોય પણ કેમ કરીને ઘી સસ્તું પડશે એમ ચિત્તમાં ભમ્યા કરે, જયાં ને ત્યાં લોભમાં જ ચિત્ત હોય. માર્કેટમાં જાય તોય કઇ જગ્યાએ સસ્તી ઢગલી મળે છે એ જ ખોળ્યા કરતો હોય !
લોભિયો કોને કહેવાય કે જે હરેક લોભની બાબતમાં જાગૃત હોય. પોતાની પાસે વસ્તુ ખૂટે છે ને બાજુમાંથી લઇ આવે તેને લોભિયો ના કહેવાય. પણ પોતાની પાસે બધું જ છે છતાં ખોળે તે લોભિયો.
܀܀܀܀܀
(૩૪) લગામ છોડી દો
તો કર્તાપદતો અધ્યાસ છૂટે !
આપણે અહીં અક્રમમાં સામાયિક, ધ્યાન કે કોઇ ક્રિયા હોતી નથી. એ તો બહાર વ્યવહારમાં હોય છે. વ્યવહારિક ધ્યાન કે સામાયિક
એટલે શું કે બહારથી પોતાનું કુંડાળું નક્કી હોય ને તેની મહીં બહારથી પેસી ના જવા દેવું, જે આવે તેને હાંક હાંક કરવાનું અને કુંડાળામાં કોઇને પેસવા નહીં દેવાનું. એ હાંકે તોય પેસી જાય એમાં. અને આપણે તો જે પેસી જાય, જે મહીં થાય તેને જોયા જ કરવાનું. આપણું સામાયિક કેવું છે કે જે વિચાર આવે તે ખરાબ આવે કે સારા આવે, બધાને ‘જોવાનું’, ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઇએ છીએ
જ
કે મહીં માણસ મારુંમારી કરે છે, તોફાન કરે છે, પણ આપણે તેમાં ‘ઇમોશનલ’ થતા નથી ને ? જેવું સિનેમામાં છીએ તેવું. અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાલીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઇ ગયું.
આ લગામ છોડી દેવાનો પ્રયોગ અઠવાડિયામાં એક દહાડો તમે કરી તો જુઓ ! રવિવાર હોય તે દહાડે સવારના પહોરમાં લગામ છોડી દેવાની અને કહેવાનું કે દાદા, આ નાડ તમને સોંપી. આ પાંચેય