________________
રહસ્ય ! અને ‘રિયલ’ ધર્મમાં તો ‘વસ્તુ-સ્વભાવને પામવાનું છે. ‘આત્મધર્મને પામવાનું છે !
સર્વ સંજોગોમાં સમાધાન રહે એ ‘રિયલ’ ધર્મ, સમાધાન-અસમાધાન રહે એ ‘રિલેટિવ' ધર્મ.
સનાતન સુખને શોધતા જીવને જયારે તે મળતું નથી ત્યારે આ કલ્પિત સુખોમાં ઝંપલાવે છે, જે પરિણામે દુ:ખદાયી નીવડતું હોવાના કારણે જીવ જાત-જાતની કલ્પનાઓમાં રાચી સુખ માટે ફાંફાં મારે છે, ને વધુ ને વધુ ગૂંચાય છે ! સનાતનું સુખ તો પોતાની મહીં જ છે, આત્મામાં છે ! સાચું સુખ મેળવવા સાચા બનવું પડે. ને સંસારી સુખ મેળવવા સંસારી !
સમસરણ માર્ગમાં પ્રવેશ પામે છે ત્યાંથી જ અંતરદાહની સીંદરી અવિરતપણે જલતી જ રહે છે, જેનો અંતરદાહ મીટયો તેનો સંસાર આથમ્યો !
‘પોતેજયાં નથી કરતો, છતાં અજ્ઞાનતાએ કરીને આરોપ કરે છે કે, “મેં કર્યું” એ અહંકાર. અને અહંકારથી કર્મ બંધાય, શરીર બંધાય, મન બંધાય, વાણી બંધાય, પુદ્ગલ માત્રનું બંધન તેનાથી જ થાય છે.
આત્મા પરમાત્માને ભેટ સ્વરૂપે ભજવા એ લૌકિકધર્મ ને આત્મા પરમાત્માને અભેદ સ્વરૂપે ભજવા એ અલૌકિક ધર્મ, ને અલૌકિક ધર્મથી મોક્ષ છે ! અલૌકિક ધર્મમાં નથી પુણ્ય કે નથી પાપ, ત્યાં તો કર્તાપણું જ કશાનું નથી !
સંસારનાં સુખોય, દુ:ખોનું ભારણ બની જાય, તે મુક્તિનો અધિકારી ! તેને “જ્ઞાની પુરુષ' મુક્તિ આપી છે. કારણ કે જ્ઞાની તો તરણતારણહાર હોય.
૧૨. વ્યવસ્થા “વ્યવસ્થિત'ની વિશ્વનું નિયંત્રણ સ્વભાવથી જ સહેજે થયા કરે છે. એને “અક્રમજ્ઞાની” ‘વ્યવસ્થિત શક્તિ' કહે છે. વિશ્વના સનાતન છ તત્વો પર આ ‘વ્યવસ્થિત” શક્તિનો કોઇ કાબૂ નથી, સર્વે તત્વો સ્વતંત્ર છે, કોઇ કોઇને દાદ દેતા નથી, કોઇ કોઇને ગાંઠતા નથી, એમાં એક ચેતન તત્વ, ખુદ પરમાત્મા છે. તોય !!!
સેવા સાથે સમર્પણતા સંકળાય તો સોનામાં સુગંધ મહેકે ! પણ સેવાનું ફળ પુણ્ય મળે, મોક્ષ નહીં. હા, તેમાં સ્વરૂપજ્ઞાન હોય, કર્તાપણું ના હોય તો પછી ત્યાં કર્મનું બંધાવાપણું રહેતું નથી.
જગતમાં ચાલતી ખૂનામરકી, મારામારી, કાપાકાપી, વિશ્વયુદ્ધોનાં કારમા પરિણામોને ‘જ્ઞાની પુરુષ’ ‘વ્યવસ્થિત' નિહાળે છે ! દરિયામાં મોટાં માછલાં ને નાના માછલાં વચ્ચે ચાલતા વિનાશોની નોંધ કોણે લીધી ? શું એ ‘વ્યવસ્થિત' નથી ?
૧૩. વ્યવહાર ધર્મ - સ્વાભાવિક ધર્મ વ્યવહારિક ધર્મ એટલે સુખ આપીને સુખની પ્રાપ્તિ કરવી. દુઃખ દે તો દુ:ખ મળે. ટ્રાફિકનો ધર્મ પાળી જાનની સહીસલામતી શું બધા નથી મેળવતા ? ત્યાં અધર્મ આચરે તો અથડાઈ મરે, એક્સીડંટ કરી મૂકે ! એમ સુખની સલામતી મેળવવા સુખની લ્હાણી કરવી એ ‘રિલેટિવ ધર્મનું
20
આંતરસુખ ને બાહ્યસુખનું સમતોલન છે ત્યાં સુધી વ્યવહારમાં શાંતિ હોય. બાહ્યસુખ અંતરસુખના ભોગે ભોગવાય છે, તેનાથી માનસિક સ્થિરતા ગુમાવાય છે. તેથી તો ઊંઘની ગોળીઓ ખવાય છે.
જયાં દુઃખની રેખ નથી ત્યાં આત્મા છે. વિપરિત દર્શનથી દુઃખ ને સમ્યક્ દર્શનથી સુખ, સુખ ને સુખ.
મોક્ષ માટે જ્ઞાનીનું શરણું ને સંસારમાં સુખ માટે માબાપ ને ગુરુની સેવા, આટલાં સાધન કરવાં.
લોકોએ માનેલાં સુખને સુખ માને તે લોકસંજ્ઞા ને આત્મામાં સુખ છે, એમ માનવું એ જ્ઞાનીની સંજ્ઞા.
સંતો દુ:ખ-ભોગી હોય, જ્ઞાની આત્મભોગી હોય. સંતો દુઃખને સુખ માની ચાલે.
પુદ્ગલ સુખ માણવું એ ઉછીનો વ્યવહાર છે, Repay કરવું જ પડશે. બાબો ‘પપ્પાજી, પપ્પાજી' કરીને ખોળો ખૂંદતો હોય ત્યારે ઉછીનું
21