________________
આપ્તવાણી-૪
૨૦૩
૨૦૪
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા: જૈન કોને કહેવાય ?
દાદાશ્રી : જીન એટલે આત્મજ્ઞાની ને જીનેશ્વર એટલે તીર્થંકર જેણે જીન કે જીનેશ્વરનું સાંભળ્યું હોય તે જૈન. જેણે સાંભળ્યું, શ્રધ્યું અને જેટલા અંશે પાલન થયું તેટલું પાલન કર્યું એ શ્રાવકો અને જેણે સંપૂર્ણ પાલન કર્યું તે સાધુ.
તે જ્ઞાન કહેવાય, બીજાં બધાં નહોય જ્ઞાન.
પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઇ શકે. તો પછી આમાં શાસન દેવદેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ?
દાદાશ્રી : આ શાસન દેવદેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વ વિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા. તેથી તો અત્યાર સુધી રખડી મરેલા. આપણે દેવદેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઇ ‘કલેઇમ’ ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને ‘હેલ્પ' કરે. આપણને આ ગામ જોડે પહેલાંનો ઝઘડો થયેલો હોય ને આ ગામના લોકો જોડે આરાધનાના ભાવ રાખીએ તો ઝઘડો મટી જાય ને ઊલટું સારું કામ થાય. એમ આખા જગત જોડે આરાધનાથી શાસન દેવદેવીઓ જ નહીં, પણ જીવમાત્ર જોડે આરાધનાથી સારું થાય. શાસન દેવદેવીઓ નિરંતર શાસન ઉપર, ધર્મ ઉપર કંઈ પણ અડચણ આવે તો તે ‘હેલ્પ' કરે ! અને આ મોક્ષમાર્ગ એવો છે કે અહીંથી ‘ડીરેકટ’ મોક્ષે ના જવાય, એક બે અવતાર બાકી રહે એવો આ માર્ગ છે. આ કાળમાં અહીંથી ‘ડીરેક્ટ’ મોક્ષ થતો નથી. આ કાળની વિચિત્રતા એટલી બધી છે કે કર્મો બધાં ‘કોગ્રેસ' કરીને લાવ્યો છે, તે આખો દહાડો પ્લેનમાં ફરે તોય કામ પૂરાં થાય નહીં. સાયકલ લઇને ફરે, આખો દહાડો રૂખડ ખડ કરે પણ કામ પૂરાં થાય નહીં. એટલે એક-બે અવતાર જેટલાં કર્મ બાકી રહે છે. એટલે આ મોક્ષ જ કહેવાય ને ? પણ મોક્ષનો અહીં જ અનુભવ થઇ જાય ને છૂટાપણાનું ભાન થાય, ‘હું છૂટો પડી ગયો છું” એવું ભાન થાય.
પ્રશ્નકર્તા : તમારી માન્યતામાં આ જૈનોની ચોથ-પાંચમ માટે કઈ તિથિ સાચી છે ? ચોથ કે પાંચમ ?
દાદાશ્રી : જે તને અનુકૂળ આવે તે સાચી, જેનાથી તને ધર્મ થાય તે સાચી ને અધર્મ થાય તે ખોટી.