________________
આપ્તવાણી-૪
૧૯૧
૧૯૨
આપ્તવાણી-૪
મોક્ષનું સ્વરૂપ !
સંપૂર્ણ દુઃખ જ છે. સુખ જે લાગે છે એ તો કલ્પનાથી જ છે. જે વસ્તુ તમને પસંદ હોય તે વસ્તુ બીજાને આપીએ ત્યારે એને દુ:ખદાયી થઇ પડે. એવું બને કે ના બને ? સુખ તો કોનું નામ કહેવાય કે જે બધાનેય સુખ જ લાગે. દરેકનો અભિપ્રાય સાચા સુખને માટે એક જ હોય.
હવે જીવમાત્ર સુખને ખોળે છે, દુઃખથી દૂર ભાગે છે. દુઃખ પસંદ નથી કોઇને. હવે આ સુખો તો પાછા ‘ટેમ્પરરી’ છે, તે એમને પસંદ નથી, સુખ આવ્યા પછી દુઃખ આવે છે. લોકોને કયું સુખ ગમે ? સનાતન સુખ, કે જે આવ્યા પછી કયારેય પણ દુઃખ ના આવે. સનાતન સુખ કોને કહેવાય ? મોક્ષને, મુક્તિને ! મોક્ષ હોય તો જ સનાતન સુખ ઉત્પન્ન થાય. બંધનથી દુ:ખ છે.
સંસારી દુ:ખનો અભાવ એ પહેલો મુક્તિનો અનુભવ કહેવાય. એ અમે ‘જ્ઞાન’ આપીએ એટલે તમને બીજે જ દહાડે થઇ જાય. પછી આ શરીરનો બોજો, કર્મોનો બોજો એ બધા તૂટી જાય એ બીજો અનુભવ. પછી આનંદ જ એટલો બધો હોય છે કે જેનું વર્ણન જ ના થઇ શકે !!!
પ્રશ્નકર્તા: મોક્ષ પામ્યા પછી ફરી કોઇ દિવસ જન્મ ના લે ?
દાદાશ્રી : આ બખેડામાં કોણ પેસે ? આ તો મહાત્રાસદાયી વસ્તુ છે. આ સંસારમાં તો કેટલી બધી પરવશતા છે ? દારુ પીને પોતાની જાતને સુખી માનવું એના જેવું છે. આ સંસાર તો ભૂત વળગ્યા જેવું છે. આ મન, વચન, કાયાનાં ત્રણ ભૂતો વળગ્યાં છે ! એ તો દાઢ દુઃખે ત્યારે ખબર પડે. રાજાનેય દાઢ દુઃખે ત્યારે રાજ વહાલું લાગે કે રાણી વહાલી લાગે ?
પ્રશ્નકર્તા: કોઇ વહાલું ના લાગે.
દાદાશ્રી : આ તો ભયંકર આફત છે ! અને મોક્ષમાં તો સ્વાભાવિક સુખ છે.
પ્રશ્નકર્તા : સંસારનાં વ્યવહારમાં રહેવા છતાં માણસને મોક્ષનો અનુભવ થાય ?
દાદાશ્રી : આંધળા માણસને એક થાંભલા જોડે કસીને ખૂબ આંટા મારીને બાંધી દીધો હોય, પછી એને આપણે અડયા વગર પાછળથી ‘બ્લેડ’ મારીને ધીમે રહીને એક આંટો તોડીએ તો પેલાને ખબર પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : પડે.
દાદાશ્રી : આ ભાગમાંથી બંધન તૂટયું એવી ખબર પડી જાય. એવી રીતે મોક્ષનો અનુભવ થાય !
મોક્ષ એટલે મુક્તભાવ, બંધન ના લાગે. પોલીસવાળો પકડે તોય બંધન ના લાગે.
સ્વર્ગ, છતાંય બંધત ? !.
સિદ્ધ ગતિ, સ્થિતિ કેવી
પ્રશ્નકર્તા : મોક્ષ મળ્યા પછી આપણી સ્થિતિ શું રહેતી હશે ? દાદાશ્રી : પરમાત્મ સ્વરૂપ. પ્રશ્નકર્તા : પછી એને કંઇ કાર્ય કરવાનું ખરું ?
દાદાશ્રી : કંઇ કાર્ય હોય જ નહીં ત્યાં આગળ. અત્યારેય તમારો આત્મા કંઇ જ કાર્ય કરતો નથી. આ જે કાર્ય કરે છે તે અજ્ઞાનભાવ છે, ‘મિકેનિકલ’ ભાવ છે. આત્મા ક્રિયાકારી છે જ નહીં, પોતે જ્ઞાયક સ્વભાવનો છે. ત્યાં સિદ્ધ ગતિમાં ફક્ત જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદ હોય. ત્યાં સિદ્ધગતિનું એટલું બધું સુખ છે કે ત્યાંના નિરંતર સુખમાંથી એક મિનિટનું સુખ જો અહીં પૃથ્વી પર પડે તો આ દુનિયામાં એક વરસ દહાડા સુધી તો આનંદ, આનંદનો પાર ના રહે !
પ્રશ્નકર્તા : એવું કહે છે કે, મોક્ષ એટલે સ્વર્ગ મળે, વૈકુંઠ મળે કે