________________
જગત, વ્યવહાર-સ્વરૂપ
૧૬૩
૧૬૪
આપ્તવાણી-૨
એ બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એકસેપ્ટ કરવો. ત્યાં તે વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઇશ.
પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?
દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઇ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય. ઇફેક્ટ એ કોઝીઝનું ફળ છે. ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર.
વાણી, સામાતા વ્યવહારાધીત વ્યવહાર કોને કહેવાય છે? નવ હોય તેને નવથી ભાગવાનું, જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?
ન્યાય શું કહે છે? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઇ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, ‘એ આવું આવું બોલ્યા, તે તમારે આવું આવું બોલવું જોઇએ.’ પણ તમે એક વખત બોલો એટલે પેલા બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઇ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે છે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુરત જ પ્રતિક્રમણ કરો.
તમારે ના બોલવું હોય તોય બોલાઇ જવાય છે ને ? એ સામાનો, વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે. કોઇ કોઇ જગ્યા તપાસી જોજો. કોઇ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઇ કે તમારું જરાય નુકસાન ના કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? ત્યારે કહે, એવું સામાનો વ્યવહારને આધીન થાય છે.
જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે, ‘તમે મને કેમ નથી વઢતા ?” તો હું કહ્યું કે, ‘તમે એવો વ્યવહાર
નથી લાવ્યા. જેટલો વધારે વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા.” અમારે ‘જ્ઞાની પુરુષ” ને કઠણ વાણી જ ના હોય, અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઇએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઇ પણ પ્રકારની કામના નથી, કોઇ ઇચ્છા નથી, કોઇ પણ પ્રકારના રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્ત હોય છે. તે સામાને દુ:ખદાયી ના થાય. ‘જ્ઞાની પુરુષ'ને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં, કોઇ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય? એક કલાકમાં જે મોક્ષ આપે છે અને વળી ગાળો આપવાની ક્યાંથી હોય? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે! કવિ શું કહે છે કે,
મૂઆ જેને કહે એ તો અજર અમર તપે; ગાળ્યું જેણે ખાધી એનાં પૂરવનાં પાપોને વીંધે.’
કોઇ કહેશે, “આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દ કહે છે ?” એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે.
અમારે ઘેર ઉપર ચા આવે, તે કો'ક વખતે ચામાં ખાંડ જ ના નાખી, હોય તો અમે કશું બોલ્યા વગર પી લઇએ. ઘણી વખત તો નીચે ખબરેય ના પડે. ને ખબર પડે તો એ જ્યારે ચા પીએ ત્યારે ખબર પડે. અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય. બોલવાનું ક્યાં હોય કે કંઇ નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે. તે આજે જ ભૂલ્યા છે, તો એમાં બોલવાની જરૂર નથી. ખાંડ નાખવી એ તો વ્યવહાર