________________
પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે ! સરકારને કહીશું કે જોઇ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન !'
• દાદાશ્રી કાયદા લાદવાથી મન બગડી જાય અને પછી વર્તન બગડી જાય. કાયદા સંકલ્પ-વિકલ્પ ઊભા કરે. આત્મા સહજ છે અને કાયદા એ બંધન છે, જે પોતાને અસહજ કરે છે.
યથાર્થ “ધર્મધ્યાન' કોને કહેવાય ?
પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન સાંભળે એને ? ના. એ તો સ્થૂળ ક્રિયાકાંડ છે, પણ એ સ્થૂળ ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે નોધમાં લેવાય છે. ભગવાનનાં દર્શન કરતી વખતે ભગવાનના ફોટા જોડે દુકાનોના ને બહાર મૂકેલા જોડાનાય ફોટા લે તેને ધર્મધ્યાન શી રીતે કહેવાય ? ભગવાનની પાસે ક્રિયા જોવામાં આવતી નથી, ધ્યાન શેમાં વર્તે છે તે જોવામાં આવે છે. અત્યારે થઇ રહેલી ક્રિયા એ તો પાછલા અવતારમાં કરેલાં ધ્યાનનું રૂપક છે, પાછલા અવતારનો પુરુષાર્થ સૂચવે છે; જયારે અત્યારનું ધ્યાન એ આવતા ભવનો પુરુષાર્થ છે, આવતા ભવનું સાધન છે !
હવે ધર્મધ્યાન શું છે ? આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થાય ત્યારે તે ફેરવવા જે પુરુષાર્થ કરવો પડે છે તે જ ધર્મધ્યાન છે ! આ ધર્મધ્યાનમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ થાય છે. પણ આ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પોતાની સમજણે કરેલાં ના હોવા જોઇએ, ‘જ્ઞાની પુરુષે’ દેખાડેલાં હોવાં જોઇએ.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ? આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થયું તે મારાં જ કર્મના ઉદયને લીધે થયું, એમાં સામાનો કિંચિત્ માત્ર દોષ નથી. ઊલટું, મારા નિમિત્તે સામાને દુ:ખ સહન કરવું પડ્યું તેનો પાતાપ કરવો અને ફરી આવું નહીં કરું એવો દઢ નિર્ણય, નિય કરવો. આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન છે અને તે શૂટ ઓન સાઇટ થવું ઘટે. પ્રતિક્રમણ કેશ, ઓન ધી મોમેન્ટ થાય તો જ થયેલો દોષ ધોવાય. સાચું ધર્મધ્યાન સમજે તો તે તુરત જ પ્રવર્તનમાં આવે તેમ છે.
‘દાદાશ્રી’એ સાદા, રોજિંદા વ્યવહારમાં અવારનવાર ઉપયોગી થઈ
પડે તેવા સુંદર પ્રસંગોના દાખલા આપી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવીને ધર્મધ્યાનમાં શી રીતે રહેવું તે સરળ કરી આપ્યું છે અને એ દરેકને પોતાની રીતે એડજસ્ટ થઇ જ જાય તેવું છે. a જેના સર્વ કલુષિત ભાવો નીકળી જાય તે ભગવાન પદને પામે. પોતાને તો કલુષિત ભાવો ઉત્પન્ન ના થાય, પણ પોતાના નિમિત્તે સામાને પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય એ જ એક લોકપૂજય થઇ શકે. બાકી ‘જ્ઞાની પુરુષ' કે જે પોતે નિવિશેષ પદમાં હોય તેમને ‘ભગવાનએ વિશેષણ આપવું તે તેમની અનુપમ ઊંચાઇ ને ઉપમા આપી નીચે પાડવા બરાબર છે ! છતાંય ઓળખાવવા માટે તેમને બધા ભગવાન, સર્વજ્ઞ વગેરે કહે છે. સર્વજ્ઞ એટલે શું ? જે સર્વ જોયોને જાણે છે તે સર્વજ્ઞ, સર્વજ્ઞ બે પ્રકારના હોય : એક કારણ સર્વજ્ઞ અને બીજા કાર્ય સર્વજ્ઞ. ભગવાને થઇ રહેલી ક્રિયાને થઇ ગઇ છે એમ ગયું છે.
દા. ત., ઘેરથી વડોદરા જવા કોઇ નીકળ્યું હોય ને પાંચ મિનિટમાં કોઇ પૂછવા આવે કે, ‘ભાઇ ક્યાં ગયા ?” તો તમે શો ઉત્તર આપશો? તમે કહેશો કે, ‘ભાઇ વડોદરે ગયા.' હવે ભાઇ તો માંડ સ્ટેશનેય નહીં પહોંચ્યા હોય. છતાં, ક્રિયાવંત થયેલી ક્રિયાને ભગવાન મહાવીરે થઇ ગઇ છે એમ ગયું છે ! તેમ જેમનાં સર્વશનાં કારણો સેવાઇ રદiાં છે, તે કારણે સર્વજ્ઞ જ કહેવાય છે. ‘દાદા ભગવાન' કારણ સર્વજ્ઞ છે. 0 જગતનો કાયદો છે કે જેનાથી દેખીતી ભૂલ થાય તેની ભૂલ, પણ કુદરતનો કાયદો છે કે જે ‘ભોગવે તેની ભૂગ્લ.’
‘કોઇને આપણાથી કિંચિત્ માત્ર દુઃખ થાય તો માનવું કે આપણી ભૂલ છે.’
- દાદાશ્રી | ભોગવે તેની ભૂલ’ આ કાયદાના આધારે જે પણ કોઇ ચાલે તેને આ જગતમાં કંઇ પણ સહન કરવાનું રહેતું નથી, કોઇના નિમિત્તે કિંચિત્ માત્ર દુઃખી થવાનું રહેતું નથી. આપણે આપણી જ ભૂલથી બંધાયા છીએ અને જે પોતાની સર્વ ભૂલો ભાંગી નાખે તે પોતે જ પરમાત્મા છે ! ‘વીતરાગો’ સર્વ ભૂલો ભાંગી મોક્ષે સિધાવી ગયા. આપણે પણ તે જ કરીને છૂટી જવાનું છે. ‘વીતરાગો” ધ્યેયસ્વરૂપ છે
16