________________
ધર્મધ્યાન
૧૨૯
૧૩૦
આપ્તવાણી-૨
ક્રમિક માર્ગમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાં ગયાં તે ભગવાન પદમાં આવ્યો ગણાય, ત્યાંથી ભગવાન પદની શરૂઆત થઇ ગણાય !
ધર્મધ્યાત કોને કહેવાય ? આર્ત ને રૌદ્રધ્યાન ના હોય તો ધર્મધ્યાનમાં આવ્યો કહેવાય. આર્ત ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે નવાં કર્મો બંધાતા અટકે, પણ તેમ બને તેવું નથી. એ તો અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ ત્યાર પછી જ ‘બહાર’ ધર્મધ્યાન શરૂ થાય ને ‘મહીં’ શુકલધ્યાન વર્ત અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઇ જાય. આ અક્રમ માર્ગ છે એટલે બાકા ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઇ જાય !
ભગવાને કહેલું ધર્મધ્યાન હોય તોય નિઃક્લેશ હોય, ક્લેશ ના હોય. પૈસા ઓછા વત્તા થાય પણ નિઃક્લેશ હોવું જોઇએ. આવું ક્લેશ- રહિત ઘર ખોળવું એ મુશ્કેલ છે. મતભેદ એ ક્લેશ કહેવાય છે અને ક્લેશ છે ત્યાં સંસાર ઊભો છે. જેનો ક્લેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય.
નાના પ્રકારના ક્લેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઈ જાય. આ મતભેદમાં ને ક્લેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય. જેટલો ટાઇમ ક્લેશ કરે એટલો ટાઇમ એ જનાવરની ગતિ બાંધે! સજજનતામાં જનાવરનું ના બંધાય.
‘કલુષિત ભાવ'તા અભાવે ભગવાત પદ પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તોય સામો આવીને ક્લેશ કરી જાય તો ?
દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કક્કો ને, કે એવી ગુફા” ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી ‘ગુફા ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક ક્લેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીનેય ક્લેશ કરાવે ! જંપવા
ના દે ! માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઇશ, તારો ક્લેશ ભાંગ્યા પછી બીજાનો ક્લેશ ભાંગી આપે એટલે તું લોકપૂજય પદમાં આવ્યો કહેવાય !
આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે, પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહો ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપુજ્ય થઇ જાય! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપુજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રજા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજય થઇ પડે. ‘અમે’ અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદ્ગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે ‘પોતે' તો નિરંતર ‘અમારા સ્વરૂપ'માં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલેય લોકપૂજય થઇ પડ્યું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે, ને છતાંય લોકપુજ્ય પદ છે ! એય આ કાળનું આર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આર્ય છે !
આ ‘અક્રમ માર્ગ’માં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશવાળો આપણા એકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ ‘મકાન' કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ ‘રૂમ’ મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.
કલુષિત ભાવ નીકળી જાય તો પુદ્ગલ પણ પૂજય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના