________________
ધર્મધ્યાન
અને સાપેક્ષને સાચું માની લીધું કે આ મારો જ છોકરો. છોકરો આપણો ક્યારે કહેવાય કે આપણે એને અપમાન કરીએ, ગાળો દઇએ, મારીએ તોય પણ એને આપણી પર પ્રેમ આવ્યા કરે; તો આપણે જાણીએ કે છોકરો આપણો ખરો. પણ આ તો એક કલાક જો અપમાન કર્યું હોય તો એ તમને મારવા ફરી વળે ! અરે, એક ફાધરે જરા વધારે પડતું કર્યું તે બે કલાકમાં જ છોકરાએ બાપની સામે કોર્ટમાં દાવો માંડ્યો. અને વકીલને શું કહે છે કે, ‘તમને ૩૦૦ રૂપિયા વધારે આપું, જો તમે મારા ફાધરની કોર્ટમાં નાકકટ્ટી કરાવો તો !' આ નાકકટ્ટી કરાવવી છે ! આ તો સંસાર જ આવો છે કે કોઇ મુશ્કેલીના ટાઇમે આપણું થાય નહીં. માટે ભગવાનનો આશરો લેવા જેવો છે, બીજા કોઇનો નહીં !
૧૧૭
લોકો એવું કહે છે ને કે, ‘ઠોકર મને વાગી.’ એવું જ કહે છે ને કે, ‘હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ?’ ઠોકર તો એની એ જ જગ્યાએ, રોજે ત્યાં ને ત્યાં જ બેસી રહેલી છે. ઠોકર કહે છે, ‘અક્કરમી, તું મને વાગ્યો ! તું અથડા અથડા કરે છે. હું ના કહું છું તોય એ પાછો અથડાય છે ! મારો તો મુકામ જ આ જગ્યાએ છે. આ અક્કરમી આંધળા જેવો મને વાગે છે.’ ઠોકર કહે છે તે બરોબર છે ને ? આવી આ દુનિયા છે ! પછી મોક્ષ ખોળે તો ક્યાંથી થાય ? વીતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો, સરળમાં સરળ છે. ‘શુદ્ધ ભાવે વીતરાગોને ઓળખે તોય મોક્ષ થઇ જાય.' પણ વીતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી. ને વીતરાગોને કહે છે કે ‘મારે ત્યાં બાબો નથી.’ એટલે ભગવાનનું પારણું લઇ આવે છે ! અલ્યા, વીતરાગો પાસે બાબો માગે છે ? વીતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે ? જો હાથ ઘાલે તો પછી એ વીતરાગ શાના? વીતરાગો પાસે માગવું હોય તો એક જ માગો. મોક્ષ માગો. મોક્ષ માગો તો મોક્ષ મળે પણ ચારોળી માગે તો મળે ?
અહીં બધું નવું સાંભળવાનું મળે. રીલેટિવમાં બીજે બધે જે સાંભળવાનું મળતું હતું તે બધો સાધન માર્ગ હતો, અને આ સાધ્ય માર્ગ છે. અનંત અવતાર સાધનોનું જ રક્ષણ કર્યું ને ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કર્યા કરે છે. ધ્યાન તો ક્યારે થાય ? પોતે ધ્યાતા થાય ત્યારે. આપણે પૂછીએ
આપ્તવાણી-૨
કે ‘તું કોણ ?” ત્યારે કહેશે, ‘હું મેજિસ્ટ્રેટ.’ ‘અલ્યા, ધ્યાન કરતી વખતે ધ્યાતા નહોતો ? મેજિસ્ટ્રેટ હતો ?” આ તો ધ્યાતા ક્યારે થાય કે જગતમાંનું બધું વિસ્તૃત થાય ત્યારે. આ તો એનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, એટલે ધ્યેય ક્યાંથી નક્કી થાય ? આ તો ધ્યેય વડોદરે જવાનું હોય પછી પોતે ધ્યાતા થાય કે શેમાં જઇશું ? પણ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ ને પેલું તો ભાન જ ના હોય; ને એ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ !
ચાર પ્રકારતાં ધ્યાત
૧૧૮
ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ?
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એ ધ્યાન.
દાદાશ્રી : એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન ક્યારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠેય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, ‘ચાલો, ઊઠો, જમવા ચાલો', તો ત્યારેય તમે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, તમારે અહીં જમવાનું નથી.' તોય જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કર્યાં. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું !
એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કન્ના અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કા. ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન.
જગત કેવું છે ? તારો ઘરાક હોય, તો તું સોળના સાડાસોળ કહું તોય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તોય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ !
પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે