________________
સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ
૯૩
આપ્તવાણી-૨
છે. તેમાં ‘આ’ એક જ શીતળ છાંયડી ઊભી થઇ છે, નહીં તો કેમ કરીને જીવવું તેય ભારે થઇ પડે એવું છે. આ એક જ સમાધિનું સ્થાન ઊભું થયું છે !
પ્રશ્નકર્તા : અત્યારે પૈસો એ પ્રધાનપણે છે એ કેમ ?
દાદાશ્રી : માણસને કોઇ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને છે કે પૈસાથી વિષયો મળશે. બીજું બધુંય મળશે. પણ એનો વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યા કરે છે. આ આખા મુંબઇમાં દસેક જણા જ પુણ્યાનુબંધી પુવાળા લક્ષ્મીવાન હશે, ને બાકીના પાપાનુબંધી પુણ્યેવાળા લક્ષ્મીવાન છે અને તે નિરંતર પાર વગરની ચિંતામાં ફર્યા કરે છે.
અમેય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધા-રોજગાર ને ઇન્કમ ટેક્સ વગેરે બધુંય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ, છતાં એમાં અમે સંપૂર્ણ વીતરાગ રહીએ છીએ. એવા વીતરાગ શાથી રહેવાય છે ? ‘જ્ઞાનથી'. અજ્ઞાનતાથી લોક દુ:ખી થઇ રહ્ના છે. લક્ષ્મી પાપાનુબંધી-પુર્વેથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય. લક્ષ્મી પુણ્યાનુબંધી-પુણ્યેવાળાની દાસી ખરી, પણ એને એ ઊંચે લઇ જાય, અને પાપાનુબંધી-પુર્થ્યવાનનીય લક્ષ્મી દાસી પણ તે એને નીચી ગતિએ લઇ જાય !
આ અત્યારે તો માણસ માણસ જ કરો નથી ને ! અને એમના મોત તો જુઓ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યાં તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે તેથી જેની પાસે લક્ષ્મી છે તેનેય પાર વગરનું દુ:ખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.
સાચી લક્ષ્મી ક્યારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો ક્યાંથી સાચી લક્ષ્મી આવે ? પાપાનુબંધી પુણ્યેની લક્ષ્મી તો રોમે રોમે કેડીને જાય.
પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ? દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજજડ દુર્થાન કરાતાં હશે ? આ
નાહવાનુંય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગડતાં ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાંય ધ્યાન બગડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની ‘પોતાની’ નથી. આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઈચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?
એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો. ભગવાને પૂછયું, અલ્યા, તું શા માટે ઝાડ નીચે બેઠો છે ?” ત્યારે પેલો કહે, “કેરી ખાવા.” ભગવાને કક્કો, અલ્યા, આ તો વડનું ઝાડ છે ને ! ત્યાં કેરીની આશાએ તને શું મળશે ? અલ્યા, ઝાડને ઓળખ ! ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ.” “જ્ઞાની પુરુષ' પાસે જા તો તારો ઉકેલ આવે. આ લોકો તો ભગવાનને ભૂલી કરીને લક્ષ્મીજી ખોળે છે. ભગત હોય તેમને લક્ષ્મીજી ખૂટે. ભગત અને ભગવાન બેઉ જુદા હોય. ત્યાં ભેદ હોય. ભગત બહુ ઘેલા હોય. નિયમ કેવો છે કે જયાં ઘેલછા હોય ત્યાંથી લક્ષ્મીજી ખસી જાય. વ્યવહારમાં જ્ઞાની ઘેલછાવાળા ના હોય, બહુ ચોક્કસ હોય. ભક્તિથી ‘જ્ઞાની પુરુષ' મળે અને ‘જ્ઞાન’ પ્રાપ્ત થાય. મોક્ષ ‘જ્ઞાન’થી થાય.
ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે એ તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બીલો નોર્મલ આવે તો પણ ફીવર છે અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતનાં સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઇ પડે છે.
લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ પરિગ્રહ’ વધતો જાય.