________________
ઉપોદ્ઘાત
n
જગતસ્વરૂપ માટે જે ભ્રાંતિ અનાદિકાળથી ચાલી આવી છે તેનો ‘ફોડ’ કેવળ સર્વજ્ઞ સિવાય અન્ય આપી શકે તેમ નથી. એવા સર્વજ્ઞ પુરુષો હજારો વર્ષો પૂર્વે ફોડ આપી ગયા. આજે આ વિકરાળ કળિકાળમાં એ સત્ય આવરાઇ ગયું છે. એનો ફોડ તો સર્વજ્ઞ જે થયા હોય તે જ ફરીથી આજે આપી શકે અને આજે આ મહાદુષમકાળમાં, કળિયુગ જ્યાં સંપૂર્ણતાએસોળે કળાએ પહોંચી જઇ ટોચ ઉપર બિરાજ્યો છે ત્યાં અનંતકાળનું આાર્ય પ્રગટ થયું છે અને તે છે સર્વજ્ઞ શ્રી ‘દાદા ભગવાન’નું પ્રાગટ્ય !!! એમણે આખા જગતનું સ્વરૂપ, ઉત્પત્તિ, વ્યય ને સંચાલન માટેના જાતજાતના તર્ક-વિતર્કોનું સંપૂર્ણ સમાધાન એક જ વાક્યમાં આપી દીધું છે ! અને
તે છે
ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.’
- દાદાશ્રી
જગત સ્વયં કોયડો છે, કોઇ બનાવનાર બાપોય જન્મ્યો નથી.’ જગત આખું શી રીતે ચાલે છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડેન્સીસ માત્રથી જગત ચાલે છે. હવે, આ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા તે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના છે, એ સર્વનો જે જ્ઞાતાદ્રષ્ટા હોય તે જ સર્વજ્ઞ છે, અને તે જ ‘પુરુષ' જગત સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવી શકે. તેથી જ સ્તો નરસિંહ મહેતાએ પણ ગાયું છે
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કો'ક જાણે....
અહીં નરસિંહ ભગતનું ‘જોગી જોગેશ્વરા’ કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મયોગી કે આત્મયોગેશ્વર કો'ક જ વિરલો સૃષ્ટિમંડાણને જાણી શકે ! અન્ય દેહયોગી, વચનયોગી કે મનોયોગીઓમાંથી કોઇ જ ના જાણી શકે. આ બે વાક્યો કે જે અંગ્રેજીમાં દાદાશ્રીનાં શ્રીમુખેથી નીકળ્યાં છે તે ઇશ્વરને જગતકર્તા સ્થાનેથી પદચ્યુત કરી દે છે ! અને જે ભ્રાંતિ ઇશ્વરને, ભગવાનને, અલ્લાને કે ગોડને ખોટા આરોપ આપે છે તે આખીય ઉડાડી દે છે!
n આ જગતની અધિકરણ ક્રિયા કઇ ? ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત દર્શનથી, જ્ઞાનથી કે ચારિત્ર્યથી જે જે પણ કંઇ કરવામાં આવે તેનાથી
7
જગતની અધિકરણ ક્રિયા થઇ રહી છે. એ પ્રતિષ્ઠાથી નવા ‘પ્રતિષ્ઠિત
આત્મા'નું બંધારણ થાય છે જે આ જગતનું અધિષ્ઠાન છે. ‘પ્રતિષ્ઠિત આત્મા'નો સર્વ પ્રથમ ફોડ આપનાર દાદાશ્રી જ છે !
— ધર્મ કોને કહેવાય ? પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધ, માન, માયા, લોભ ઓછાં થતાં થતાં નિર્મૂળ થાય તે ધર્મ કહેવાય. આખી જિદંગી દેવદર્શન, પ્રવચન, સામાયિક, પ્રતિક્રમણ કર્યાં છતાંય એક પણ દોષ ઓછો ન થાય તેને ધર્મ શી રીતે કહેવાય ?
ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ. રીલેટિવ ધર્મ એટલે મનના ધર્મ, વાણીના ધર્મ અને દેહના ધર્મ અને બીજો રીયલ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ. જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રિડ્ડિયન એ બધા રીલેટિવ ધર્મ કહેવાય અને રીયલ ધર્મ, આત્મધર્મ તો એક ‘જ્ઞાની પુરુષ'ના હૃદયમાં જ સમાયેલો હોય, બીજે ક્યાંય પણ એ ન હોઇ શકે.
શ્રીમદ્ રાજચન્દ્ર કહી ગયા છે- “બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધી તેમના ચરણોમાં સર્વ ભાવો અર્પણ કરી વર્તો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઇ જજે.’
જેનો આત્મા સંપૂર્ણ પ્રકાશમાન થયો છે ત્યાં જ આત્મધર્મ પ્રાપ્ત થઇ શકે. બીજે બધે ધર્મ ખરો, પણ તે પ્રાકૃત કહેવાય. જપ, તપ, ત્યાગ, વ્યાખ્યાન, પ્રવચન અને સામાયિક, પ્રતિક્રમણ એ બધા જ પ્રાકૃત ધર્મો છે. સંપૂર્ણ આત્મધર્મ છે ત્યાં કેવળજ્ઞાન ક્રિયા ને કેવળદર્શન ક્રિયા છે, જેનું
પરિણામ કેવળ ચારિત્ર્ય છે !
ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે ‘પોતે’ જ ધર્મસ્વરૂપ થઇ જાય !’ - દાદાશ્રી
રીયલ ધર્મ એ સાયન્ટિફિક વસ્તુ છે, ફેંકાબાજી નથી. આ તો વિજ્ઞાન છે. સામાન્ય સમજમાં ધર્મ વિષે જે સમજાય છે તે દ૨ અસલ ધર્મ ન કહેવાય.
-દાદાશ્રી
‘વસ્તુ સ્વ-ગુણધર્મમાં પરિણામ પામે તે ધર્મ. સાયન્ટિફિક રીતે જો સમજીએ તો જેમ સોનું સોનાના ગુણધર્મમાં
8