________________
અક્રમ માર્ગ : અગિયારમું આર્ય !
3
૫૪
આપ્તવાણી-૨
નહીં ; અન્ય માર્ગ છે. ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાંય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારેય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ જ્ઞાન” તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત “અક્રમ’ છે. દૃષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! ‘ક્રમિક માર્ગ’ના જ્ઞાનીઓને ‘શુદ્ધાત્મા’નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડ્યું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી ક્યારેય પણ ચુકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.
રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઈ વસ્તુ યાદ આવે છે ?'
પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું’ એ જ યાદ આવે છે.
દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઇ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો ‘શુદ્ધાત્મા’ જ પહેલો યાદ આવે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કરતો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે!!! આ “અક્રમ-જ્ઞાની’ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઇ જાય છે !!!
ખરો મોક્ષ માર્ગ નીકળ્યો છે. પણ સમજણ પડે તો કામ થાય, અને ના સમજણ પડે તો રખડી મર્યો !
પેલું ‘ક્રમિક વિજ્ઞાન’ છે અને આ “અક્રમ વિજ્ઞાન’ છે. આ જ્ઞાન તો ‘વીતરાગો’નું જ છે. ‘જ્ઞાન’માં ફેર નથી. ‘અમે’ જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઇ જાય. તો શું કામ બાકી રહે ? ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને ‘અમારી’
આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શ નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે !
આપણે ત્યાં અહીં ‘આ’ ‘અક્રમ માર્ગ’ બહુ સહેલો, સરળ, ટૂંકો અને ભગવાનના શબ્દ શબ્દો સમાયેલા છે એવો છે ! રોકડો મોક્ષ માર્ગ છે એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજજો. નહીં તો મનની ગાંઠો ઓગાળાય એવો રસ્તો તે હોતો હશે ? મનને તો સ્થિર કરાય એવા રસ્તા બહાર હોય પણ તે ઓગળે નહીં. મનને સ્થિર કરવાની દવા એકાગ્રતા. પણ એનાથી અહંકાર વધે. આપણે અહીં તો મન સ્થિર થાય, ગાંઠો ઓગળે ને અહંકારની વચ્ચે ડખલ જ નહીંને ! જાણે અહંકારને પેન્શન આપી દીધું ના હોય એવું ! | ‘ક્રમિક માર્ગ’માં તો ભાવતું હોય ને વધારે ખવાઇ જાય તો ઉપાધિ અને આપણને તો કંઇ ઉપાધિ જ નહી ને ! આપણને તો ધર્મ, ધર્મ થઇને પરિણામ પામે અને સુખ મહીં ઊભરાય.
આપણે અહીં તો ગુરુ-શિષ્યનો ભેદ રાખ્યો જ નથી. તમને અમારી જોડે જ બેસાડ્યા છે. તે નિયથી બારમાં ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડ્યા છે અને તેય શુકલ ધ્યાનમાં ! આપણું આ શા આધારે નિયથી બારમું ગુંઠાણું કહેવાય છે ? કારણ કે શુકલ ધ્યાન ઊભું થયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુકલ ધ્યાન કહેવાય છે; ‘ક્રમિક માર્ગ'માં પ્રતીતિના જાળાં બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે લાયક સમકિત થાય ને ત્યારે ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે અને આ “અક્રમ માર્ગ’માં તો પહેલું લક્ષ બેસાડી દઇએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ ‘અક્રમ માર્ગ’ છે ને એટલે જ લક્ષ પહેલું બેસે. ‘ક્રમિક માર્ગમાં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુકલ ધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં ‘ક્રમિક માર્ગમાં કોઇ સાતમા ગુંઠાણાથી આગળ જઇ શકે નહીં.
| ‘અક્રમ માર્ગ’માં ‘જ્ઞાની પુરુષ’ ‘ક્ષાયક સમક્તિ’નો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. ‘આ’ તાંતો હોય તો