________________
સંસાર સ્વરૂપ : વૈરાગ્ય સ્વરૂપ
૨૩
આપ્તવાણી-૨
હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.
શુદ્ધાત્મા જ સાચો સગો દાદાશ્રી : આ રાત્રે બે વાગ્યે તમે ઊઠો છો ત્યારે સૌથી પહેલું શું લક્ષમાં આવે છે ?
પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ અને પછી ‘દાદા’ દેખાય છે.
દાદાશ્રી : આ ‘અમે' સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી તમને “શુદ્ધાત્મા”નું લક્ષ કેટલો વખત રહે છે. દિવસમાં ?
પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા.
દાદાશ્રી : આ “શુદ્ધાત્મા'નું લક્ષ રહે છે એ જ આપણું ! એ જ આપણી ખબર લે. બીજું કોઇ રાત્રે આપણી ખબર ના લે. આપણે પાણી પીવાનું માનીએ તોય કોઇ ના ઉઠે. જાતે લેવા જવું પડે. આપણે પાણી માગીએ ને પેલો ઊંઘતો હોય તો તો ઊઠે, પણ જાગતો ના ઊઠે. આ બધા હિસાબ અમને એટ એ ટાઇમ દેખાયા જ કરે ! તદ્દન દગો છે આ સંસાર. કોઇ દા'ડો સગો ના થાય !
દાદાશ્રી : બહેન, કેટલાં છોકરાં છે તમને ? પ્રશ્નકર્તા : ચાર છે. દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે ક્યાં છે ? પ્રશ્નકર્તા : એ તો શી ખબર, દાદા !
દાદાશ્રી : એક એક અવતારમાં ભયંકર માર ખાધો છે. પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે ને નવાં આ અવતારમાં વળગાડતો જાય છે !
‘પોતાની’ વસ્તુ હોય તો લૂંટાય નહીં અને જે લૂંટાયું તે ‘પોતાનું નહીં. આ એકનો એક છોકરો હોય તોય ના રહે.
આ જગતમાં કયો માણસ મોહ કરવા જેવો છે ? આ ‘ગંધાય’ તેના પર શો મોહ કરવાનો ? ગંધાતી કેરી પર તે કંઇ મોહ કરાય ? સુગંધીદાર માણસો તો સત્યુગમાં હતા. પણ સયુગનું ચળામણ દ્વાપરમાં રજાં, દ્વાપરનું ચળામણ નેતામાં રજાં ને ત્રેતાનું ચળામણ આ કળિયુગમાં રહું તે નર્યા ચોળિયા જેવા જ લોક રકા છે આ કાળમાં ! એમનો ખોરાક એવો, બુદ્ધિ એવી અને વિચારેય એવા ! આમાં શું સુખ મળવાનું છે ? એના કરતાં ‘પોતાના આત્માની ગુફામાં’ પેસી જા. અને બહાર સુપરફલ્યુએસ રહે ને ! આમાં શાં સુખ કાઢવાનાં, બધું જ ગંધાય છે ત્યાં? ‘સ્વરૂપનું જ્ઞાન’ ના હોય તો બધે બફારો જ છે અને ‘સ્વરૂપનું જ્ઞાન મળ્યું તો ‘પોતાની ગુફામાં બેસીને રહેવાનું ને બીજે બધે ઉપલક રહેવાનું ! બહુ સારા હોય તો આપણને લપસાવી પાડે. ચા-નાસ્તો કરાવે, ફરવા લઇ જાય. નહીં કશી લેવા ને દેવા, છતાં લપસાવી દે !
આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે. એક ઝાડ પર પંખી બેઠાં હોય ને ઊડી જાય તેવું છે ! આને તો પૂળો જ મૂકવાનો ને જ્યારે ત્યારે ! ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ, રાજપાટ ને વૈભવ છોડીને ‘જ્ઞાની” ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવી મોટી ચોપડે કે ‘સવારમાં શાને ચા ઢીંચો છો? '
આ તો બધી ભરહાડ કહેવાય. શક્કરિયાં બાફવાની જગ્યા તે આ સંસાર.
આમાં સુખ હોત તો છાપામાં રોજ આવત કે ફલાણા ફલાણા શેઠ સુખી છે ! પણ કોઇ સુખી નથી. શક્કરિયાં ભરહાડમાં બફાય તેમ બધા બફાય છે ! આ શેઠાણીનો વીમોય નહીં ને બંગલા ને બંગલા ભેલાઇ ગયા ! શામાં સુખ છે ? લક્ષ્મીમાં સુખ હોય તો તો આ શેઠિયા રાત્રે પલંગ પર સૂતાં સૂતાં પાસાં ના ફેરવે. પણ આ તો પલંગ પણ ચું ચું કરે ! આમાં શું સુખ છે ? ચક્રવર્તીઓનેય તેરસો રાણીઓ હોય તેમાં કેટલીયનાં મોંઢા ચઢેલાં હોય રોજ !