________________
નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ
કહેવી ? દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઇએ ને ? કઇ દીક્ષાથી મોક્ષ થાય? આપણે એ કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી, પણ ખરી દીક્ષાને એ સમજ્યા નથી. મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ.
૪૪૩
પ્રશ્નકર્તા : દીક્ષા એટલે શું ?
દાદાશ્રી : ‘જ્ઞાન’ને ‘જ્ઞાન’માં બેસાડવું અને ‘અજ્ઞાન’ને ‘અજ્ઞાન’માં બેસાડવું એનું નામ દીક્ષા. તે ‘દાદા’ એકલા જ સાચી દીક્ષા આપી શકે. પોતે દીક્ષિત થયો નથી, તે ક્યાંથી દીક્ષા આપી શકે ? અને કહેશે કે, ‘મેં દીક્ષા લીધી.’ બે જાતનાં મોતી હોય, એક સાચા ને બીજાં કહ્યર્ડ. અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને ! માટે, જન્મ પહેલાં કોનો થયો? પ્રશ્નકર્તા : સાચાનો.
દાદાશ્રી : માટે સાચા મોતી હતાં તો બનાવટીનો જન્મ થયો, તેમ પહેલાં દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને! આ અક્રમ માર્ગ છે, એટલે કોઇને તરછોડ નહીં મારવાની, વહુ છોકરાંનેય તરછોડ નહીં મારવાની; ઊલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એય બંધ થઇ
જાય !
ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂક્યો, પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ? ભગવાનના વખતમાં દીક્ષા આપતા હતા ત્યારે ‘આ’ બોલાવતા હતા. શબ્દો એના એ જ રચ્યા છે પણ દીક્ષા બનાવટી થઇ ગઇ છે.
“એગો મે શાષઓ અપ્પા, નાગ઼ દંસણ સંજ્જુઓ, શેષામે બાહીરાભાવા, સવ્વ સંજોગ લખ્ખણા,
સંજોગ મૂલા જીવણ, પત્તા દુ:ખમ્ પરંપરા,
તન્હા સંજોગ સંબંધમ્, સત્વમ્ તિવીહેણ વોસરીયામિ.’
અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચિઢાયા કરે. સત્વમ્
૪૪૪
આપ્તવાણી-૨
તિવીહેણ વોસરીયામિ કર્યું પછી શું કામ ચિઢાયા કરે છે ? બધો કલ્યર્ડ
માલ !
આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે, અહીં ‘અમે’ દીક્ષા આપી દઇ એ છીએ એટલે સંસાર રોગ બધોય મટી જાય ! અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ, તે દહાડે જ દીક્ષા આપીએ છીએ; દીક્ષિત કરીએ છીએ. લોક દીક્ષાને એમની લોકભાષામાં સમજે છે, પણ એ તો દીક્ષા કહેવાય નહીં. તમે આવું કહો તો કોઇ માને નહીં, કારણ કે જ્યાં ભાષાનો અર્થ જ એ જ થઇ ગયો અને જ્યાં જે ભાષા ચાલતી હોય તો ત્યાં તે ભાષા ચલાવવી પડે !
અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઇ ગયું છે. આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને, ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય, તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે. ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે કે સ્વાદ ખાવો છે ? સ્વાદ જોઇતો હોય તો મીઠાઇ ખાને. અલ્યા, સ્વાદ માટે સોપારી ખાઉં છું ? માણસનાય ભાનમાં નથી, સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા. સાચી ચીજ આપણા હાથમાં જ ના આવવા દે ને ! આ તો ડફોળો છે, તેનાથી ડફોળાઇવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે. એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે. ડફોળ શાથી કજ્ઞા ? કે પૈસા આપીને ઉપરથી ડફોળાઇવાળો માલ લઇ આવ્યા !
વીતરાગોતી ઝીણી વાત
અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતેય રચ્યાં નથી. અરે, અણુવ્રતેય રહ્યા નથી; એના બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું. વ્રત કોને કહેવાય ? વર્તે તેને વ્રત કહેવાય. એમાં કોઇ વસ્તુ યાદ જ ના આવે, ‘શું છોડવું છે ને શું છુટ્યું છે’ તે યાદ જ ના રહે. ‘આ છોડ્યું ને તે છોડ્યું’ એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે.
ક્યાં ભગવાન મહાવીરનું એક વાક્ય ! તે સમજ્યા નહીં, છેવટે