________________
નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ
૪૩૩
૪૩૪
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા: જે માણસ ભગવાનનું નામ લઇને મરે, તેનું શું થાય?
દાદાશ્રી : જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય, એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય ક્યાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે. અને બીજું, ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે, ‘ભાઇ તો ભલા હતા.’ તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે, ને કહે કે, “જવા દોને એની વાત.” તો જાણવું કે એ ભાઇ ફરી મનુષ્યમાંથી ગયો! આ તો અહીંનું અહીં જ બધું સમજાય એવું છે.
જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તેય અત્યારે આ કાળમાં બંધ થઇ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે!
જ્ઞાતી, મોક્ષમાર્ગે તેતા દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ?
પ્રશ્નકર્તા: માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે, એ શું ?
દાદાશ્રી : ના. આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે. કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢી ગયો હોય તો નાડી-બાડી બંધ થાય ને તાળવેથી આત્મા ઊતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે.
પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ ના થાય ?
દાદાશ્રી : ના. ૨૫૦૦ વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોણ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પલેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રડ્યાં છે. આ બધા મનુષ્યો વધારે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે, તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્ક ગધેડો થાય ને ૩૩ માર્ક માણસ થાય, તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે.
મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ
પ્રશ્નકર્તા: મોક્ષે જવાના વિચારો આવે છે, પણ માર્ગ જડતો નથી.
દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ' અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકોય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. ‘જ્ઞાની પુરુષ' તો કો'ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, ‘તમારી દેહ છૂટશે ને ત્યાં તમારી મોક્ષ થશે.’ તો આપણે કહીએ કે, “ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.’ મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!!
ભગવાને કહેલું કે, “મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે, મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપપુણ્ય એ બન્નેય બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડ્યો રહેજે, અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુ-સંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ સામાયિક, ઉપવાસ એ બધું કરીનેય શુભમાં પડ્યો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યે મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુર્થ્યથી ક્યારેક ‘જ્ઞાની પુરુષ' મળી શકે અને ‘જ્ઞાની પુરુષ” તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે, કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે !