________________
ભક્ત-ભક્તિ-ભગવાન
૪૧૩
૪૧૪
આપ્તવાણી-૨
તેમને કેટલાં છોકરાં છે ? તેમની માનું બારમું કર્યું છે કે નહીં, તે તમે જાણો છો ?
પ્રશ્નકર્તા : ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને ?
પુરુષ'ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું’ હોય જ નહીં, જો ‘પોતાપણું’ હોય તો તે જ્ઞાની ના હોય.
કબીરજી એક દિવસે સાંજે દિલ્હીમાં ફરવા નીકળ્યા. રસ્તામાં બહુ ભીડ હતી તે જોઇને તે ગાવા માંડ્યા,
માણસ ખોજત મેં હીરા, માણસ કા બડા સુકાલ, જાકો દેખી દિલ ઠરે, તાકો પરિયો દુકાશે.'
માણસો તો ઘણા છે, પણ દિલ ઠરે એવો ના હોય ને ? દિલ ઠરે એવો માણસ તો સમુદ્રની સપાટી ઉપર હોતો હશે ? એ તો દરિયામાં પાંચ ફૂટ નીચે હોય ! ઉપર ખોળે તો ક્યાંથી જડે ?
એક વખત, એક રાજા બહુ ઉદાર હતા. એક દહાડો મહેલમાંથી બહાર આવ્યા ને તેમણે ઘણા માણસો જોયા. પ્રધાનને પૂછયું કે, “આ લોકો કેમ આવ્યા છે ?” પ્રધાન કહે કે, “આ લોકો ભૂખ્યાં છે તેથી ખાવાનું માગવા આવ્યા છે.” રાજાએ કહ્યું કે, “તો પછી રોજ આ માણસોને ખાવાનું આપો.” ધીરે ધીરે માણસે માણસે વાત પહોંચતી થઇ ગઇ ને ટોળે ટોળાં રોજ રાજાને ત્યાં જમવા આવવા માંડ્યા. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે, ‘આ ફસામણ થઇ. રોજ હજારો માણસો આવે છે, તે શી રીતે પોષાય ?’ તેમણે એક યુક્તિ ખોળી કાઢી ને રાજાની પરવાનગી લીધી. પછી જાહેર કર્યું કે, ‘આવતી કાલે રોજ જે ભક્તો જમવા આવે છે, રાજા તેમનું ‘ભક્તવેલ” કાઢવાના છે તો બધા જરૂરથી આવજો.’ તે બીજે દહાડે બે જ જણ આવ્યા. પોતાનું તેલ કઢાવવા કોણ આવે ? બે સાચા ભક્ત હતા તે આવ્યા.
બહેન, તમારે મોક્ષ જોઇએ છે કે બીજું કશું જોઇએ છે ? પ્રશ્નકર્તા : મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું.
દાદાશ્રી : તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો, તે ભગવાનને ઓળખો છો ? એ ભગવાન કઇ પોળમાં રહે છે ? કેટલા ઊંચા હશે ?
દાદાશ્રી : અનંત અવતારથી તમે છો, કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ? ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી, તેનાથી કંઇ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે, તે શું ભગવાને ત્યાં બેસી રક્ષા હશે ?
આખું જગત ગૂંચાયેલું છે. બાવા, બાવલી, સાધુ, સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે, તેવાં કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે, કોઇ હિમાલયમાં, તો કોઇ જંગલમાં ભટકે છે, પણ ભગવાન તો ‘જ્ઞાની’ પાસે જ છે. બીજે જયાં જશો ત્યાં ડખો, ડખો ને ડખો જ છે. મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે. તમારે જે કંઇ પૂછવું હોય તે પૂછજો, અહીં આ છેલ્લા સ્ટેશનની વાત છે.
ભક્તિ અને મુક્તિ પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?
દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય. કોઇ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ. ભગતને ભાગે શું ? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઇ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઇ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઇ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ ‘દાદા'ની ભક્તિ કરે તો ‘દાદા’ જેવો થઇ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરો તેવો થાય.