________________
૪૧૦
આપ્તવાણી-૨
ભક્ત - ભક્તિ - ભગવાન
કૃષ્ણ ભગવાને ચાર જાતના ભક્ત કા : અભક્તોના પ્રકાર તો પાર વગરના છે ! એટલે આપણે અહીં ભક્તોના જ પ્રકાર જોઇએ :
(૧) આર્તભક્ત : દુઃખ આવે ત્યારે જ ભગવાનને સંભારે, સુખમાં ના સંભારે. પોતાના પગ દુખતું હોય ત્યારે ‘હે ભગવાન ! હે ભગવાન!” કરે, ‘દયા કરો, દયા કરો” કહે. ત્યારે ભગવાન સમજી જાય કે, આ તો દુ:ખનો માર્યો મને યાદ કરે છે. આવા ભગતો ઠેર ઠેર જોવા મળે.
(૨) અર્થાથ ભક્ત : એ સ્વાર્થી ભક્ત, એટલે મતલબી ભગત, ‘મારે ત્યાં છોકરો આવશે તો આમ કરીશ.’ કહે છે, ભગવાન પાસે માગે. અર્થાર્થીનો અર્થ નથી જાણતા તેથી જ તે કહે છે કે, ‘હું અર્થાર્થી છું.”
| (૩) જિજ્ઞાસુ ભક્ત : ભગવાનનાં દર્શન કરવાં, ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગે, તે જિજ્ઞાસુ ભક્ત.
(૪) જ્ઞાની ભક્ત : તે તો ‘હું જાતે જ એક છું.
ભગવાને કહ્નાં કે, ‘જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે. એ તો પોતાનાં પાપકર્મોનો ગોટો વાળી બાળી મેલે અને સામેવાળાનાં પાપોને પણ પોતે ગોટો વાળી બાળી મેલે ! તેવા “અમે જાતે જ્ઞાની પુરુષ’ છીએ!
આ ચાર ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે. આથી પાંચમો પ્રકાર ભક્તનો નથી. અભક્તો તો ભગવાન હાજર થાય તો તેમનું શાક કરીને ખાય તેવા છે ! કારણ કે બહુ બાધા-આખડી રાખી હોય, તે તેમાંનું એકેય વળે નહીં એટલે પછી તો ભગવાનનું શાક કરી ખાય તેવા છે!
પ્રશ્નકર્તા : દાદા, આ ભાઇ તો ભગત માણસ છે.
દાદાશ્રી : ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઇ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાંય કોઇ કુસંગ મળી ગયો તો ? કેન્ટિનમાં લઇ જાય; અને એ જ ફસામણ છે!
જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? ત્યારે કહે, આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે 'તુંહી તુંહી’ ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા એક ફેર ‘હું...હી હું હીં' ગાને ! તોય તારું કલ્યાણ થઇ જાય. ‘તુંહી તુંહી' ગાય તો ક્યારે પાર આવે ? પણ લોકો ‘તુંહી તુંહી’ શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં ‘તું હતું તે હવે ‘તારા” એકમાં એકાગ્ર થયું છે, એવું ‘તું ગાય છે; પણ આ ‘તુંહી’ ગાવાથી કશું વળે નહીં, ‘હુંહી’નું કામ થાય, ‘તુંહી’ માં ‘તું” ને “હું”નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જ્યારે ‘હુંહી'માં અભેદતા રહે, “પોતે જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય !
કેટલાક ‘તત્વમસિ’ એવું ગાય છે, એટલે ‘તે હું છું'. પણ ‘તે' કોણ, તે ભગવાન જાણે ! ‘તે'નું સ્વરૂપ જ સમજાયું ના હોય ને ‘તત્વમસિ, તત્વમસિ' ગા, ગા કરે તે કશું ના વળે. બધે જ ‘હું...હી હૃહી’ દેખાય ત્યારે કામ થાય !
ભગતોએ કળાં કે, ‘બધાંમાં ભગવાન જો, પણ તે સાઇકોલોજિકલ ઇફેક્ટ છે. એવી ટેવ પાડી હોય કે બધાંમાં ભગવાન જોવાના તે દેખાય; પણ જરા સળી કરે તો ક્રોધ, માન, માયા, લોભ ઊભાં થઇ જાય. આ ભગતો કોઇ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો! આ ગજબનું જ્ઞાન છે ! આ તો સાયન્સ છે ! સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઇ શકો. ભગતોએ ‘તુંહી તુંહી’ ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન ‘હુંહી’નું છે. ‘તુંહી’માં ભગત ને ભગવાન એ ભેદ રહે, ભેદબુદ્ધિ રહે એમાં નવું શું ? અખો ભગત કહી ગયો કે ‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.’