________________
ચિત્ત
એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઇટ એ કલ્પી કલ્પાય નહીં એવી છે. મને કોઇ કહે કે, “મને મહાવીર ભગવાન દેખાય છે.' તો હું કહું કે, ‘આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દૃશ્ય છે, એ દૃશ્યનો દ્રષ્ટા ખોળ ! દૃષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ તો કામ થાય.’
૩૨૫
પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ?
દાદાશ્રી : આ શરીરમાં કોઇ પણ જગ્યાએ ધબકારા થાય, ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થઇ જાય તે.
કુંડલિનીમાં પણ તેમ કરે છે, એનાથી પણ મોક્ષ ના થાય. આવાં બહુ સ્ટેશનો હોય, છેલ્લું સ્ટેશન આવે એટલે કામ પૂરું થાય. કુંડલિનીમાં બધા ચિત્ત ચમત્કાર છે, એમાં આત્માનું કશું જ નથી. જૈનોએ કહ્યું, ‘આત્મજ્ઞાન વિના છૂટકો નથી.’ વેદાંતીઓએય કહ્યું, ‘આત્મજ્ઞાન વિના છૂટકો નથી.’ અનાહત નાદ એ તો નાદ છે અને નાદ એ તો પૌદ્ગલિક છે, એમાં આત્મા ન હોય.
કેટલાક કહે છે કે, ‘મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે.’ આ આત્મા ન હોય, એ તો ચિત્ત ચમત્કાર છે, એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દૃષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, આ તો દૃષ્ટિ દૃશ્યમાં નાખે છે ! આ અનાત નાદ ને એ બધાંમાં દૃષ્ટિ દૃશ્યમાં નાખે. જ્ઞાન જ્ઞાતામાં પડ્યું અને દૃષ્ટિ દ્રષ્ટામાં પડી તો કામ થઇ ગયું ! કેટલાક કહે છે કે, ‘કૃષ્ણ ભગવાનનાં મહીં દર્શન થાય છે.’ અલ્યા, યોગેશ્વર કૃષ્ણનાં દર્શન મહીં થાય છે ? એ શી રીતે થાય ? એ તો દેખાય ત્યારે ને ? ! આ તો બીજા દેખાય, જે જોયા હોય-તે ફોટામાંના જ સ્તોને !
‘આપણે કોણ છીએ?” એ જ્ઞાન-‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દૃષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી ‘સંકલ્પ’ રહે !
܀܀܀܀܀
અહંકાર
આ ટ્રેન અટકી જાય ત્યારે કોઇ ગાંડો બોલે, રેલ્વેવાળા નાલાયક છે, ડિસમિસ કરવા જોઇએ બધાંને.' અલ્યા, આ તું કોને બચકાં ભર ભર કરે છે ? ! નોકરીવાળા તો વીતરાગ હોય (!) ને ટ્રેન પણ વીતરાગ હોય (!) પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને ! આપણે આ અણસમજણમાંથી છૂટ્યા ! બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે. આ ગટરમાં પાણી ભરાયેલું હોય, તો સુધરાઇવાળાને કંઇ કેટલીય ગાળો ભાંડે કે, ‘ગટરનાં ઢાંકણાં ખોલતાં નથી ને સાફ કરતા નથી.’
ઘેર ક્યાંકથી દાળ લાવી હોય તે ચઢે નહીં, તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતનેય ગાળો આપે, તે કેટલાંય બચકાં ભરે. આ તો એને કહીએ કે, ‘બાજુવાળાને પૂછી આવ તો, એની દાળ ચઢી હોય !' પણ આ બચકાં ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ! ઘેર સારી રસોઇ બનાવી હોય તો બધાંને ઘેર કહી આવે, તે અહંકાર. આ બધાંને બચકાં ભરે તેય અહંકાર. આ અહંકાર તો બોલે કે, ‘હું કંઇક છું.’ એને પૂછીએ કે, ‘તું શું છો ?’ તો એ કહે, “એ તો ખબર નથી, પણ હું કંઇક છું !'
આ કોઇને ત્યાં ચેવડો ભાવથી મૂક્યો તો પેલો કહે, ‘મને આ ના ફાવે, મને નહીં જોઇએ.’ એમ ચીઢથી બોલે. આ જ કદરૂપો અહંકાર. આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક, તો સામાની ભાવનાને ઠોકર નહીં વાગે, તો એ અહંકાર રૂપાળો દેખાશે. અમને તો પોઇઝન આપે તોય સામાની ભાવના હોય, સામો ભાવથી આપતો હોય તો તે પોઇઝન પણ પી લઇએ ! પણ અમારી પાસે એનું મારણ હોય !
‘અક્રમ જ્ઞાની’ એટલે શું ? કે અહંકાર એકદમ રૂપાળો હોય,