________________
મન
૨૯૫
આ જગત આખું સંસારસાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછાં ડૂબકાં
ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઇચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે ‘પોતે’ જ્ઞાતાદ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું ? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઇ જાય છે કે, ‘મને છે સરસ વિચાર આવે છે’ અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી ! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે ! ‘જ્ઞાની પુરુષ’ ‘પોતે કોણ છે?” એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય.
પ્રશ્નકર્તા : સંસારમાં બહુ નીરસતા લાગે છે. ક્યાંય રૂચતું નથી, તો શું કરવું ?
દાદાશ્રી : કોઇ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને, તો કહેશે, ‘મને કશું ભાવતું નથી.’ ને લખી આપે કે, ‘મને કશું ભાવતું નથી.’ આવો કરાર કોઇ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે ? ના. એ તો કહે, ‘આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી, પણ હવે તો તાવ નથી !' આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશેય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, ‘મને સંસાર હવે ગમતો નથી.’ ત્યારે આવી સાઇન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની.
સંસારતો કંટાળો એ જ રાગ
દાદાશ્રી : આ સંસાર પર કંટાળો આવે છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તો એ રાગ છે. જ્યાં રાગ હોય ત્યાં જ કંટાળો આવે છે, એ સંયોગ અનુસાર હોય છે. આ કંટાળો એ બધા મનના વિચાર છે.
આપ્તવાણી-૨
આપણે તો વિચારોને કહીએ કે, ‘આવો, તમારે જેટલા આવવું હોય તેટલા આવો.’ આ મનમાંથી વિચારો આવે છે એ તો મહીં સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે તે નિર્જરા થાય છે. પણ નિર્જરા ક્યારે થાય છે ? કે આપણે શુદ્ધાત્મામાં રહીએ તો. તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણાં થાય. આ તો મન જાતજાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું; જોયા કરવાનું કે આવું બન્યું, તેવું બન્યું.
૨૯૬
એક બાજુ વૈરાગ આવે અને બીજી બાજુ રાગ થાય જ, તો કઇ બાજુ રાગ છે તે તપાસ કર. માણસ પૈડો થાય ત્યારે વિચાર થાય કે હજી જિવાય તો સારું. આ કંઇ એના હાથમાં સત્તા છે ? એ તો જાતજાતના વિચારો આવે તે જોયા કરવાના ને જાણ્યા કરવાના. આ તો પોતાનું મૃત્યુ પોતે સ્વપ્નમાં જુએ ! જગત બહુ જુદી જાતનું છે !
આ બધે વૈરાગ્ય આવે અને ‘જ્ઞાની પુરુષ’ પર રાગ આવે તો તો એના જેવું ઉત્તમ એકુંય નહીં ! એ તો બધાય રોગોને ટાળનારું છે. આ મનુષ્ય અવતાર તો કેવો છે ? દેવોનેય દર્શન કરવા યોગ્ય ! દેવોનેય દુર્લભ !! પણ ફુલ પ્રકાશ થાય તો ! મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય.
માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટ્યો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં. મન તો જ્ઞાને કરીને જ બંધાય એવું છે, તે ‘જ્ઞાની પુરુષ’ કરી શકે ! જ્ઞાન ના હોય તો જ્યાં મન જાય ત્યાં સંસાર ઊભો થઇ જાય. હિમાલયમાં જાય તોય નાનો ગુલાબનો છોડ ઊભો કરે, બકરી પાળે ને આમ સંસાર ઊભો કરે. એ તો એકાંતમાંય પછી ભીડ ઊભી કરે.
મતતો સ્વભાવ
મનનો સ્વભાવ કેવો છે ? કે, ‘મને ડીપ્રેશન આવ્યું’ કહે તો એક