________________
તપ
૨૫૭
૨૫૮
આપ્તવાણી-૨
છોકરાં છોડ્યાં તે લોક ‘બાપજી, બાપજી' કરીને પૂજશે. વસ્તુની મૂર્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે, બાકી બૈરી- છોકરાં ભાગ્યાં છે તો બીજા કાયદાને આધારે ત્યાગ્યાં છે. ઉદયકર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે. પણ જો લોટા પર મૂર્છા છે ને ! શિષ્ય પર દ્વેષ થઇ જાય તો આને ત્યાગ કેમ કહેવાય ?
સાચો માર્ગ મળ્યો નથી તેથી આ બધાં ગોથાં ખાય છે, એમાં એમનો વાંક નથી. છતાં, આ ઠપકો આપવાનું કોને છે ? કે જે અહંકાર કરે છે તેને કે આ કશું સમજ્યો નહીં અને બૈરી છોકરાંનો ત્યાગ કર્યો, તે ઘેરથી ત્રણ ઘંટ છોડ્યા ને અહીં ૧૦૮ ઘંટ શિષ્યોના કોટે બાંધ્યા, તેથી કહેવું પડે છે !
ભગવાને કહ્યું કે, બંગલામાં રહે છતાં બંગલાની મૂર્છા નથી એવા મૂચ્છના ત્યાગને ત્યાગ કકો. ગજવું કપાય છતાં કશી મૂર્છા આવતી નથી માટે એ ત્યાગી છે. જો એમ મૂર્છાના ત્યાગને ત્યાગ ના કલાો હોત તો સંસારીને કેવળ જ્ઞાન થાત જ નહીં, ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઇ કરી જ ના શકે. વસ્તુઓ અનંત છે, તે ત્યાગ શી રીતે કરી શકાય? વસ્તુને હૂડ હૂડ કરવાથી તે જાય ખરી ? ના. પણ જો અનંત વસ્તુમાં મૂર્છાનો ત્યાગ થઇ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યો બરાબર છે.
આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે, પણ ગ્રહણ ત્યાગમાં મૂચ્છ નહીં તેને ભગવાને ખરો ત્યાગ કરો, સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કક્કો.
દાદાશ્રી : કોઇ માણસે કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ-કાંદા નથી ખાવા, છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઊડીને પડ્યો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય, બૂમો પાડે. કેટલાક તો કાંદા જોવા જ રાજી ના હોય, જુએ તોય ગમે નહીં, ત્યારે એની સ્થિતિ કઇ ? ત્યારે શું એને સમતા રહે?
પ્રશ્નકર્તા : ના, વિષમતા રહે.
દાદાશ્રી : આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું, એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારું. ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તને શી ખોટ ગઇ ? આ બધા બટાકા જ છે ને? જે ભોગવાઇ જાય એ બધા બટાકા જ છે ને ! આ તો ભાન જ નથી તે બુદ્ધિથી ભેદ પાડ્યા. ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો. એ તો આવડવું જોઇએ ને ?! સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો ‘એ? મોક્ષે લઇ જનાર છે. આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ? ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ બૂડથલ છે. માટે જ્ઞાનીની પાસે સમજીને ત્યાગ કર, નહી તો ત્યાગ ના કરીશ. આ તો બહુ મોટું દવાખાનું છે, માટે જ્ઞાનીને પૂછે કે શું કરું ? ત્યારે પેલો કહેશે કે, ‘ના ‘આ’ તો સંસારી છે. તો તું તારી મેળે દવા બનાવીને પી ને ! કોણે ના પાડી છે? આ તો તારે મોક્ષ જવું હોય, ત્યાગમાં સમતા લાવવી હોય તો ‘જ્ઞાની’ને પુછ નહીં તો તારી જાતે દવા બનાવવાની સોદાબાજી ચાલુ રાખ. વીતરાગો પણ કોઈને વયી નથી. કેવો ડાલા છે વીતરાગ ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણો પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ પાછળ ‘દાદા’ થવાના છે ત્યાં જાવ, તે “ અમારા ભાગે આવ્યું છે. ‘અમારો’ ઠપકો તો “કરૂણા'નો ઠપકો છે. “અમારો’ સ્વભાવ તો વીતરાગ છે. પણ ‘જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે’ જેવો સામે રોગ હોય તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.
અમારી કારૂણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળેય એવો
ત્યાગમાં વિષમતા
ગમે તેટલો બાદ ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો ભૂલ દેખાય. મહારાજ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય ! તો ભૂલ શી રીતે દેખાય ? ત્યાગમાં સમતા રહેવી જોઇએ.
પ્રશ્નકર્તા : ત્યાગમાં વિષમતા એટલે શું ?