________________
પ
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૨
પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિમિત્તે દુ:ખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તોય જુઓને લોક જાતજાતનાં તપ લઇને બેઠા છે ! અલ્યા, સમજને! શિષ્ય જોડે આખો દહાડો ક્રોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, ‘મારે બે અપવાસ કરવા છે.” અલ્યા ભાઇ, અત્યારે તો એવું છેને કે, કો'ક દહાડો રેશનનું ઠેકાણું ના પડ્યું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને! પ્લસ, માઇનસ કરી નાખોને ! એક દહાડો સામટું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું પ્લસ, માઇનસ કરીને આપણે એજસ્ટ થઇ જાઓને ! કો’ક દહાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડ્યું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડ્યું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો પછી બૂમ પાડે ? ના પાડે. પછી તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે, પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુ:ખ ભોગવે, પણ બીજાને પણ દુ:ખ ભોગવડાવે. અનાડીપણું!
આપણે તેને કશુંક કહેવા જઇએ તો તે એટલો બધો તપી ગયેલો હોય કે જો જરાક ભૂલ થઇ તો તે ફાટી જાય ! તપવાળા કેવા હોય ? તપીઆ હોય. તપીઓ એટલે સળગતો-ભારેલો અગ્નિ, જે જરાક કંઇ આપણી બીડી અડી તો તરત ભડકો થઇ જાય. એટલે ભૂલેચૂકે ત્યાં આગળ કંઇ ના કરાય. ભગવાન આવા નહોતા, ભગવાન તો બહુ ડાકલા હતા.
પ્રાપ્ત તપની અત્યારે કંઇ ખોટ છે ? છેવટે દાંત દુ:ખે ને દમ નીકળી જાય એવો દુ:ખે. દાઢ દુ:ખે, પેટ દુઃખે, માથું દુ:ખે, ફલાણું દુ:ખે, સામો અથડાય એ બધા પ્રાપ્ત તપ ! નહીં તો કો'ક દહાડો સત્સંગમાંથી આવતાં મોડું થઇ જાય તો વાઇફ કહેશે, ‘તમારામાં ઠેકાણું નથી. અત્યાર સુધી તે બહાર રખડાતું હશે ? ક્યાં રઝળતા હતા ?’ હવે બૈરી શું જાણે કે આપણે સત્સંગમાં બેઠા હતા કે રઝળતા હતા ? હવે વાઇફ આવું બોલે ત્યારે આપણે પાંસરા ના રહીએ તો આપણી મૂર્ખાઇ જ ને ? આપણે જાણીએ કે તપ તપવાનું આજે આવ્યું છે ! હવે ત્યાં જો તપ ના તપો ને બૈરીને કહો, ‘ચૂપ, અક્ષર બોલવાનો નથી,' એટલે પછી ધણિયાણી એક બાજુ કારતૂસો ભરભર કર્યા કરે ! “બહેન, શું કરવા કારતૂસો ભર્યા કરો છો ?” તે કહે, ‘એ તો હમણાં ફોડીશ.’ આ જમી રક્ષા પછી બહેન કારતૂસો ફોડ ફોડ કરે અને રાત્રે પાછાં બંને ત્યાંના ત્યાં જ, એ જ ઓરડીમાં સુઇ જવાનું પાછું ! જો બીજી કોઇ ઓરડીમાં સૂઈ જવાનું હોય તો આપણે જાણીએ કે આ લપથી છૂટ્યા, પણ લપની જોડે ને જોડે સૂઇ રહેવાનું પાછું ! અલ્યા, જ્યાં સૂઇ રહેવાનું ત્યાં ટેટા ના કોડાય, કોઇ ટેટો ફોડને તે આપણા પગ ઉપર પડે તો આપણે તેને ઓલવી નાખવાનો, બહાર જે કરવું હોય તે કરીએ, પણ ઘરમાં જ્યાં રાતદિવસ રહેવાનું હોય ત્યાં આવું ના કરીએ. જ્ઞાનીઓ બહુ ડાકલા હોય, પોતાનું હિત શેમાં છે તે તરત જ સમજી જાય કે આણે તો ટેટો ફોડ્યો. એ તો અકળાઇ એટલે ફોડ્યો ને મારા પગ ઉપર નાખ્યો, પણ હવે એના પગ ઉપર પાછો હું નાખીશ તો એ મારા માથા ઉપર નાખશે ! હવે મેલોને આ પૈડ ! આપણે આ કેસને ઊંચો. જ મૂકી દોને!
આ તપ કરેને તે કોઇનેય જાણવા ના દે એ ખરું તપ ! તપમાં
લોક સામસામા કહે છે કે આ અનાડી છે ? અલ્યા, મુંબઇમાં વળી અનાડી કોને ના કહેવું તે ખોળી કાઢવું મુશ્કેલ છે, એટલે સામસામાં અનાડી બોલે છે. અલ્યા, ના બોલાય, એ તો ભગવાન જેને ખોળતા હતા તે તો તમારે અનાડીપણું ઘેર બેઠા મળે છે. તેથી આ ‘દાદા'એ તમને કદાં કે ખાવ, પીઓ મઝા કરો ને તપ આવી પડે તે શાંતિથી ભોગવજો. તપને તો બોલાવવા જવું પડે એવું છે જ નહીં. નર્યા તપમાં જ તપે છેને આ લોક ! અને પેલા તપવાળા તો કેવા હોય કે આવી પડેલું તપ ભોગવે નહીં અને ના આવેલું તેને બોલાવ બોલાવ કરે, બોલાવીને તપ કરે. પછી