________________
સંગ અસર
૨ ૧૩
૨ ૧૪
આપ્તવાણી-૨
અહંકાર બધાંય એક થઇ જાય. જ્યાં આ બધા એકમત થઇ જાય ત્યાં મોક્ષ ઊભો છે !
કવિ શું ગાય છે, આ ‘દાદા’ માટે ? પરમાર્થ સત્સંગ દેતા, પોતાના પૈસા ખરચી જગહિત ગાળી કાયા, જોતા ના ઠંડી ગરમી.”
આ લોકોય ક્યાં ઠંડી-ગરમી જુએ છે? ચાર વાગ્યે ઊઠીને મા છે, તે બાબા માટે પૌંઆ વઘારીને નાસ્તા બનાવે છે. તે કહેશે કે “મારા બાબાને નિશાળ જવું છે, તેથી બનાવું છું. બાબાને સવારમાં નાસ્તો તો જોઇએ ને ?” ત્યારે બાબો કહેશે, “આવું ને આવું છું રોજ રોજ બનાવો છો ?”
આ જુઓ, લોકોય કંઇ ઠંડી-ગરમી જુએ છે ? છતાં કરેલું બધું જ અલેખે જાય છે, શક્તિ બધી અવળે રસ્તે વેડફાઇ રહી છે. ના મોક્ષનું કામ થાય કે ના સંસારનું કામ થાય. ઘરમાંય કોઇ જશ આપે નહીં, ને ઉપરથી કહેશે કે, “આ તો આવી છે, આ તો તેવી છે ! નર્યા અપજશનાં જ પોટલાં મળ્યા કરે !
જ જોઇએ ને ? પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય.
જેને ત્યાં આ ‘દાદા’ની આરતી ઊતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી એ તો વીરતી છે ! જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઇ જાય. પોતે તો ‘શુદ્ધ' થતો જાય ને ઘરનાં બધાં છોકરાંનેય, બધાંનેય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને તો ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઇમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખુંય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઈ જાય !
આ આરતી વખતે તમને જે ફૂલો ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ ! જગતમાં કોઇનેય દેવોનાં ચઢાવેલાં ફૂલ ચઢતાં જ નથી આ તો તમને જ ચઢે છે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિનો ના આવે.
આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે, તેને કોઇ ડાઘ પડે નહીં, પણ તે ‘જ્ઞાની પુરુષ' મળે અને અસંગ આત્મજ્ઞાન એટલે કે દર અસલ આત્મા પ્રાપ્ત કરાવી આપે તો ! નહીં તો આ સંસારમાં તો જે જે ક્રિયા કરીશ તેનો મેલ ચઢ્યા વગર રહેશે જ નહીં અને મોક્ષ મળશે નહીં. માટે જા, પહોંચી જા ‘જ્ઞાની પુરુષ' પાસે.
સત્સંગમાં, ‘દાદા'ના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઈ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય.
અહીં સત્સંગમાં બેસીને જે કંઇ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઇએ, એ જ પુરુષાર્થ છે. “જ્ઞાન” પોઇન્ટ ટુ પોઇન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઇએ. સત્સંગ કરતાં સહુથી સહેલો રસ્તો એ કે ‘દાદા'ને રાજી રાખવા તે.
‘અમારો સંગ ના મળે તો “અમારાં’ ‘વાક્યોનો સંગ તે બધો સંત્સગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રીલેટિવનો સંગ, બીજા કોઇનો સંગ કરવા જેવો નથી; પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય. આપણે તો મહીં માલ જોઇ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય-ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા