________________
‘મને આના પર રાગ છે' એમ જે સામાન્ય સમજ છે તે અયથાર્થ છે. હકીકતમાં આત્મામાં રાગ નામનો ગુણ જ નથી. આ જે રાગ લાગે છે તે તો પરમાણુઓનું આકર્ષણ છે અને દ્વેષ લાગે છે તે પરમાણુઓનું વિકર્ષણ છે. આ બધી પુદ્ગલની કરામત છે, તેને ‘ પોતાને' જ રાગદ્વેષ થાય છે એમ માની લઇ આત્માને રાગી-દ્વેષી ઠરાવી દે છે. આત્મા વીતરાગી જ છે ને રહેશે. ‘અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.'
- દાદાશ્રી જગતનો આધારસ્થંભ ‘વેર' છે. જો વેર નિર્મૂળ થાય તો સંસાર સહજ રીતે નિર્મળ થઇ જાય છે. વેરથી છૂટવાનો એક જ માર્ગ છે અને તે છે ‘સમભાવે ફાઇલોનો નિકાલ કરો.' એ ‘શએનું શરણું', આ કાળમાં ગજબનું છે. આ શસ્ત્ર ‘દાદાશ્રી'એ સર્વને આપ્યું છે. હવે એ શસ્ત્ર લઇ જે રણે ચઢે તે ખરો શૂરો. સંસાર એ સંગ્રામ જ છે ને ? એ સંગ્રામમાં ‘ફાઇલો'નો સમભાવે નિકાલ કરો. એ દાદાઇ શસ્ત્ર લઇને રણે ચઢે તે વિજયને અવશ્ય વરે ને મળે શું ? મોક્ષ !! પ્રાપ્ત મન, વચન, કાયાને દાદાશ્રીએ ‘ફાઇલ' કહી છે અને આ દર્શનમાં આવી જાય તેનો અધ્યાત્મ વિજય થઇ ગયો !
ચાર્જ થયેલું એક પરમાણુ પણ અસરવાળું જ્યાં છે ત્યાં અનંત પરમાણુઓથી ભરેલાં ભાજનોનો ‘સંગ' શું અસર મુક્ત હોઇ શકે ? પછી એ સંગ સુસંગ હો કે કુસંગ હો, અસર થવાની જ. એક ‘સત્સંગ’ જ એવો છે કે જે સર્વ સંગોથી અસંગ કરાવે અને આ ‘સત્સંગ’ તે સામાન્ય અર્થમાં વપરાય છે તેવો નહીં. ‘જ્ઞાની પુરુષ' કે જે સર્વ સંગમાં હોવા છતાં નિરંતર અસંગ રહે છે, તેમનો સત્સંગ જો પ્રાપ્ત થાય તો કોઇ પણ જીવને અસંગ પદ પ્રાપ્ત થાય તેવું છે. આવા “જ્ઞાની પુરુષ'નો સત્સંગ રોજ ને રોજ નવો, નવો ને નવો જ લાગે !
- સત્સંગથી કસંગના પરમાણુ નીકળી જાય અને નવાં શુદ્ધ પરમાણુ દાખલ થાય.
આ જે હિંગનો પાસ કોઇ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ તપેલામાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની
છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંત કાળ તમારાં બગાડી નાખે એવું છે.'
- દાદાશ્રી 0 મંત્ર એ વિજ્ઞાન છે, ગમ્યું નથી. એમાંય ‘ત્રિમંત્ર’ એ તો સંસારવિઘ્નહર્તા છે. ત્રિમંત્ર નિષ્પક્ષપાતી મંત્ર છે, સર્વ ધર્મ સમભાવ સૂચક છે, સર્વ ધર્મના રક્ષક દેવદેવીઓ એનાથી રાજી રહે છે. મંત્રની અસર ક્યારે થાય ? ‘જ્ઞાની પુરુષ’ હાથે વિધિસર જો અપાયો હોય તો તે ગજબની અસર કરે તેવું છે ! જ્યાં સુધી વ્યવહાર બાકી રહે છે ત્યાં સુધી ત્રણેય મંત્રો- ‘નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય’ એમ એક સાથે બોલવાના હોય. એકલો નવકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે. જ્યાં સુધી યથાર્થ સંન્યસ્ત પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી ત્રણેય મંત્રો સાથે બોલવાના હોય. સંન્યસ્ત એટલે વેશ બદલાવવું એ નહીં, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થવું તે છે.
આજે જગતની કઇ દશા થઇ છે તેના નિમિત્તે દાદાશ્રી સમજાવે છે. દાદાશ્રી કહે છે, કે ૧૯૪૨ ની સાલથી હું કહેતો આવું છું કે જગત આખું મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઇ ૨લાં છે.
જયાં જુઓ ત્યાં નર્યું ગાંડપણ જ દેખાય છે. તમે પૂછો શું ને સામે જવાબ શો આપે ! એકબીજાનો કાંઇ તાળો જ ના બેસતો હોય ! અને નાની નાની બાબતો માટે મોટા મોટા ઝઘડા કરે છે, એ મેન્ટલ નહીં તો બીજું શું?
આજની નવી પેઢીનાં યુવાન છોકરા-છોકરીઓને લોકો ખૂબ વગોવે છે, પણ દાદાશ્રી કહે છે કે આ જ યુવા પેઢી હિન્દુસ્તાનનું નામ રોશન કરશે અને દાદાશ્રીની સહજ વાણી નીકળી છે કે, હિન્દુસ્તાન ૨0૫ની સાલમાં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે, અત્યારે થઇ રદ્ધાં છે.
- ૩૧ વર્ષ પછી ફોરેનના લોકો અહીં ભણવા આવશે કે જીવન કેમ જીવવું, ખાવું કેટલું, ઊંઘવું કેટલું ને રહેવું કેમ કરીને ! 0 જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. - દાદાશ્રી
‘શુદ્ધાત્મા’ શાશ્વત છે અને સંયોગો નિરંતર બદલાયા જ કરે છે.
19
20