________________
એને વાળી લેવા અમે કહીએ કે, ‘ભઈ, પહેલેથી જ અમારું મગજ જરા આવું છે !!!' એટલે સામો ખુશ થઈ જાય ! ૧૫૪૧ આપણે છૂટવું હોય તો આપણે હરીફાઈમાં ના રહીએ. હરીફાઈમાં હોઈએ ત્યાં સુધી સામો એના દોષ સંતાડે ને આપણે આપણા !
૧૫૪૨ હરીફાઈ છે ત્યાં ‘જ્ઞાન’ થતું નથી.
૧૫૪૩ હરીફાઈ એ કુસંગ છે.
૧૫૪૪ જ્યાં સ્પર્ધા ત્યાં સંસાર ને સ્પર્ધા ના હોય ત્યાં ‘જ્ઞાન’. ૧૫૪૫ આ ‘રેસકોર્સ'માં કોઈનો નંબર લાગેલો નહીં. ખાલી હાંફી
હાંફીને મરી જાય ! ‘અમે’ આ દોડાદોડમાં કોઈ દહાડો ઊતરીએ નહીં. ‘અમે' તો એક જ શબ્દ કહીએ કે, ‘ભઈ, અમારામાં બરકત નથી.’
૧૫૪૬ અનંત અવતાર ‘આ’ ‘રેસકોર્સ’માં દોડ દોડ કરીશ તો ય
છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે ! બધું નકામું જશે ! ઉપરથી પાર વગરનો માર ખાવાનો ! એનાં કરતાં ભાગો અહીંથી, આપણી ‘અસલ જગ્યા’ ખોળી કાઢો ! જે આપણું ‘મૂળ સ્વરૂપ’ છે !
૧૫૪૭ આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તમે ‘રેસકોર્સ'માંથી ખસ્યા કે તરત તમારી ‘પર્સનાલિટી’ પડશે. રેસકોર્સમાં ‘પર્સનાલિટી’ ના પડે. કોઈની જ ના પડે.
૧૫૪૮ આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી એક બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જિતાડે. ‘અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ.’
૧૫૪૯ હારીને પછી જીતેલાને આશીર્વાદ આપે તે મોક્ષે જાય,
‘કમ્પલીટ’ થાય !
૧૫૫૦ જીતવા જશો તો વેર બંધાશે ને હારશો તો વેર છૂટશે !
૧૫૫૧ તમે કહો કે અમે હારી ગયેલા છીએ, તો જગત તમને છોડી દેશે. એ અમે શોધખોળ કરેલી. કારણ કે જગતને પહોંચી વળવા ગયા, તેથી કેટલાંય અવતાર કરવા પડ્યા. એ છેવટે અમે હાર્યા કહીને બેસી ગયા.
૧૫૫૨ ‘જ્ઞાની પુરુષ’નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !
૧૫૫૩ આપણે ચાલતાં પાણીમાં ડખલ ના કરવી. એ એની મેળે ચાલ્યા જ કરે છે, એમાં કોઈ અટકવાનું નથી. ડખલ થાય એટલે ડખો થઈ જાય પછી.
૧૫૫૪ આ કાળ વિચિત્ર છે. ડખલમાં ઊતરવા જેવું નથી. કોઈને સારું બોલતાં જ ના આવડે ! એવું બોલે કે આપણને ‘હેડેક’
થાય.
૧૫૫૫ આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, એનું નામ માણસ કહેવાય !
૧૫૫૬ આ જગતમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં
જ નથી. માટે ‘વર્લ્ડ’નો દોષ કાઢશો નહીં. તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે, તેના જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો પડઘો કોઈ તમને વાગે નહીં.
૧૫૫૭ જેણે કિંચિત્માત્ર ડખલ ના કરી હોય, તેનું કિંચિત્માત્ર કોઈ
નામ દઈ શકે એમ નથી. બહારવટિયાના ગામમાં કિંચિત્માત્ર ડખો ના કરનારો જઈ પડ્યો હોય તો તેને બહારવટિયા ‘સાહેબ, સાહેબ' કરીને જમાડે ! એની પાસે