________________
આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપ છું, હું એંસી વરસનો છું', કહે છે. કેટલી બધી ભૂલો !પરંપરા ભૂલોની !! મૂળમાં જ ભૂલ !!! માત્ર એક જ અણસમજણ ‘આ’ છે અને એનાથી જ
મોક્ષ અટક્યો છે અને એક જ સમજથી મોક્ષ છે ! ૧૩૬૮ ખરી રીતે કોઈ દોષિત છે જ નહીં. પ્રકૃતિ કરે છે ત્યારે આત્મા
માલિક હોતો નથી. પ્રકૃતિ બંધાતી વખતે આત્મા ભ્રાંતિથી માલિક થાય છે ને છૂટતી વખતે આત્મા માલિક હોય નહીં
૧૩૬૦ જે “જ્ઞાન” વિકલ્પો ઊભા થવા ના દે, એ નિર્વિકલ્પ જ્ઞાન”
એ જ નિર્વિકલ્પ આત્મા છે ને એ જ પરમાત્મા છે ! ૧૩૬૧ આત્મા કેવો છે ? કલ્પસ્વરૂપ છે. ‘હું ચંદુભાઈ છું' એમ થયું
એ વિશેષભાવ થયો એટલે વિકલ્પ થયો. હું માલિક છું' એ બીજો વિકલ્પ. આનો કાકો થાઉં એ ત્રીજો વિકલ્પ. આમ નર્યા
વિકલ્પ જ છે ! ૧૩૬૨ પોતે કલ્પસ્વરૂપ છે. એટલે જેવું ચિંતવે તેવો થાય. ત્યારે એને
નિર્વિકલ્પી કેમ કહ્યો ? વિકલ્પી થયો માટે નિર્વિકલ્પી કહેવું
પડ્યું ! ૧૩૬૩ તમે કહો કે “હું હવે વૃદ્ધ જેવો દેખાઉં છું,’ તો તેવા દેખાવાની
શરૂઆત થાય. તમે કહો કે “ના, હવે હું જુવાન જેવો દેખાઉં છું,’ તો તેવા દેખાવાની શરૂઆત થાય. જેવું કલ્પો તેવું દેખાય. આત્મા કલ્પસ્વરૂપ છે અને વિકલ્પ કરો એટલે પછી સંસાર ઊભો થાય ! નિર્વિકલ્પમાં આવો તો ‘મૂળ સ્વરૂપમાં આવી
જવાય ! ૧૩૬૪ ‘રોંગ બિલિફ' એ જ મહીં કૈડે છે. બહાર કોઈ કૈડતું નથી. ૧૩૬૫ બહારનું કામ ક્યારે સુધરે? મહીં શાંતિ થાય ત્યારે. ૧૩૬ ૬ સાકારને નિરાકાર કરવું પડશે. આત્મા નિરાકાર છે. પણ
એના માટે અભિપ્રાય છે એ જ સાકારીભાવ છે !નિરાકારી માટે સાકારભાવ એ વિરોધાભાસ છે ! વિરોધાભાસ કાઢવા માટે નિરાકારી ભાવમાં આવવું પડશે. “અમે' નિરાકારને નિરાકાર જોઈએ અને નિરાકાર ભાવમાં રહીએ. નિરાકાર આત્મા માટે સાકારભાવ કરવાથી આત્માનું છેદન થાય
છે ! કેવી મોટી ભૂલ થઈ ! ૧૩૬૭ મોક્ષ ક્યારે થશે ?!! તમારું જ્ઞાન, તમારી સમજણ ભૂલ
વગરની થશે ત્યારે. ભૂલથી જ અટક્યા છો. ‘હું ચંદુલાલ છું,
૧૩૬૯ આ બધા પ્રાકૃત દોષો છે, તે ચેતનના દોષો માને છે. તેથી
તો આ સંસાર ઊભો રહ્યો છે. ૧૩૭૦ કોઈ મનુષ્ય દુઃખી છે નહીં. દુઃખની બૂમો પાડો છો એ તમારી
જ ભૂલથી છે. ૧૩૭૧ કો'કને પારકો માન્યો એ જ ભૂલ છે. બધું પોતાનું જ સ્વરૂપ
છે. પણ એ સમજાવું જોઈએ ને? પારકો માન્યો એટલે એને
માર્યું, પણ એ પોતાને જ વાગે છે. ૧૩૭૨ ‘તું જે જે કરે છે, તેની પ્રતિક્રિયા તને દંડ આપ્યા કરશે. મારે
તને દંડ આપવા આવવું પડતું નથી.’ એમ ભગવાન કહે છે. ૧૩૭૩ જે ગુનેગાર હતો, તે તમારી દ્રષ્ટિથી નિર્દોષ મનાઈને
છૂટયો? જો છૂટયો તો એ જ “જ્ઞાન” છે અને “જ્ઞાન” એ જ પરમાત્મા છે. અવસ્થા દેખાય ને પરમાત્મા દેખાય.
અવસ્થાનો નિકાલ કર્યો કે હિસાબ ચૂકતે થયો. ૧૩૭૪ ભૂલ તો માણસ માત્રની થાય, એમાં ગભરાવાનું શું ? ભૂલ
ભાંગનારા છે ત્યાં જઈને કહીએ કે “સાહેબ, મારી આવી
ભૂલો થાય છે, તો એ રસ્તો બતાવે.’ ૧૩૭૫ જે પોતાનો ગુનો ઈશ્વર ઉપર નહીં નાખી દેતાં પોતા ઉપર