________________
તેમાં તો આપણું પરમાત્મપણું ખોયું ! ૧૧૫૨ આમ સંસાર દેખાવામાં આકર્ષક હોય, પણ મહીં પેઠા પછી
છુટાય નહીં. ૧૧૫૩ મુક્તિ કોનું નામ કે પરવશતા ના લાગે. દેહ હોય છતાં
પરવશતા ના લાગે ! ૧૧૫૪ અપમાન આપો છતાં ય આશીર્વાદ આપે તે એકલાં “જ્ઞાની
પુરુષ'! ૧૧૫૫ આ જગતમાં જાણીને અજાણ રહેવું એ મોટો પુરુષાર્થ છે
ને ?! અમે જાણીએ છતાં અજાણ રહીએ. ૧૧૫૬ મતનો આગ્રહ છૂટે નહીં, ત્યાં સુધી તો મોક્ષનો અધિકારી છે
જ નહીં. મતમાં છે ત્યાં સુધી મોક્ષને માટે લાયક જ નથી. ફક્ત ભૌતિક સુખોને માટે લાયક છે, દેવગતિને માટે લાયક
‘સ્વરૂપનું અવલંબન મળ્યા પછી ભૌતિકનું અવલંબન ના
રહે. “પોતે' નિરાલંબ થઈ જાય ! ૧૧૬૧ અવલંબન પુદ્ગલનું લેવું ખોટું છે. આત્માનું જ અવલંબન
લેવું જોઈએ. ૧૧૬૨ “સ” શબ્દ ૩૬૦ ડિગ્રીનો છે. જે, જે “ડિગ્રી’માં હોય તેને
તેનું સત્ય લાગે. છેલ્લામાં છેલ્લું ‘સત્ છે, તે ‘સેન્ટર'માં છે. ૧૧૬૩ જગત “થિયરી ઓફ રિલેટિવિટી'ના આધારે સત્ય છે અને
‘રિયાલિટીના આધારે સત્ય નથી. ૧૧૬૪ ભગવાને કહેલું કે પાંચ જણ કહે તેમ માનજે ને તારી પકડ
પકડીશ નહીં. જે પકડ પકડે એ જુદો. ખેંચ કરો, તો તે તમને નુકસાન ને સામાને ય નુકસાન. આ સત્યાસત્ય એ ‘રિલેટિવ
સત્યછે, વ્યવહાર સત્ય છે. એની ખેંચ ના હોય. ૧૧૬૫ સત્યને સત્ય ઠરાવવા જશો તો તે અસત્ય થઈને ઊભું રહેશે.
આ જગતમાં સત્ય ઠરાવવા જેવું નથી. ૧૧૬૬ ભગવાને શું કહ્યું કે, ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ.
પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ ને સારું જાણતી વખતે કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી
શકાય નહીં. ૧૧૬૭ નિશ્ચય એટલે પૂર્ણ સત્ય, ને વ્યવહાર એટલે અમુક હદ
સુધીનું સત્ય છે. ૧૧૬૮ આ જગતમાં સાચું કશું હોતું જ નથી. સામાએ વાંધો ઉઠાવ્યો એ
બધું જ ખોટું. બધી બાબતોમાં બીજા કંઈ વાંધો ઉઠાવે છે? ૧૧૬૯ જ્યાં સુધી સત્યનો આગ્રહ હોય ત્યાં સુધી વીતરાગ ન
ઓળખાય.
૧૧૫૭ દરેક માણસને હૂંફ તો જોઈએ જ.હૂંફ ના હોય, તેને ગભરામણ
થાય. એટલે બહાર હૂંફ ખોળે, ઘેર ના મળે તો. “જ્ઞાની પુરુષ' એકલાને જ હુંફ ના જોઈએ. ‘જ્ઞાની' નિરાલંબ કહેવાય. બીજાં એમનું અવલંબન લે પણ પોતે ના લે. “જ્ઞાની' એકલાં જ
વર્લ્ડમાં એવાં હોય કે જે નિરાલંબ રહી શકે. ૧૧૫૮ જગતનાં અવલંબન તો દગો દે આપણને. ખરે ટાઈમે ખસી
જાય. એના કરતાં તકિયો સારો કે જે ખરે ટાઈમે ખસી તો
ના જાય. જીવતો હોય તે ખસી જાય. ૧૧૫૯ આત્મા સિવાય જે જે અવલંબનો લીધાં હોય તે જ્યાં સુધી
ના નીકળે, ત્યાં સુધી કંઈ વળે નહીં. ૧૧૬૦ નાનું છોકરું ય અહીં આધાર વગર બેસી ના રહે. કોઈ
અવલંબન જોઈએ. ભૌતિકના અવલંબન વગર કોઈ ના રહે.