________________
આપ્તસૂત્ર
૧૦૫ ૧૦૦૮ જેનું અંદર જેટલું ચોખ્ખું, એટલા બહાર સંજોગો પાંસરા !
મહીં મેલું, તેટલું બહાર સંયોગ બગડે. ૧૦0૯ સંજોગ ભેગો થાય એવો નથી અને થયો માટે એની પાછળ
કારણ છે. ધેર આર કોઝિઝ'. એટલે અમે બધાં કારણો
પૂરાં થાય તેમ કરીએ. ૧૦૧૦ કેટલાંય સંયોગ ભેગા થાય ત્યારે માણસને ખાવાનું મળે છે.
કેટલાં સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે છે. વધારે સંયોગ ભેગા થાય ત્યારે ભૂખે રહેવાનું મળે. અવળાને માટે
સંયોગો વધારે જોઈએ છે. સવળાને માટે ઓછાં જોઈએ. ૧૦૧૧ અજ્ઞાનથી સંયોગ બદલાય ને જ્ઞાનથી ય સંજોગો બદલાય.
અજ્ઞાનથી સંયોગો ગુંચારા લાવે ને જ્ઞાનથી સંજોગો ઉકેલ લાવે. જ્ઞાન જ સંજોગો બદલાવે. કંઈ ઉપરથી ભગવાન
ઓછાં આવવાના છે ? ૧૦૧૨ શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે. પણ વચ્ચે અહંકારની ફાચર
એને જંપવા નથી દેતી. ૧૦૧૩ સંયોગોના આધારે અહંકાર ઊભો થયો છે અને અહંકારના
આધારે સંયોગ ટકયો છે. જેનો અહંકાર ગયો, તેના સંયોગ
ગયા. “રોંગ બીલિફથી બધું ઊભું છે ! ૧૦૧૪ સંયોગો ને આત્મા બે જ છે : સંયોગો સાથે એકતા થાય તો
“સંસાર'; સંયોગોનો જ્ઞાતા થયો, તો તું “ભગવાન'. ૧૦૧૫ જગતમાં આટલી બધી વસ્તુઓ છે. એને નાનામાં નાનું,
ટૂંકમાં મૂકી દો, તો શું રહે? ‘શુદ્ધાત્મા' ને “સંયોગ'. સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે શુદ્ધાત્માને એમ નહીં
કહેવું પડે કે “તમે જાવ.' ૧૦૧૬ ભગવાને કહ્યું કે જે સંયોગ ભેગા થાય તેને એક્સેપ્ટ (માન્ય)
કરો. સંયોગ કુદરતી છે. તેમાં ‘આમ કરો ને આમ ના કરો’
૧૦૬
આપ્તસૂત્ર એવું ના હોવું જોઈએ. સંયોગ “વ્યવસ્થિત છે. એનો
સમભાવે નિકાલ કરો.” ૧૦૧૭ સંયોગો તો બધા બદલાયા કરવાના. એ પોતે “એડજસ્ટ'
નહીં થાય, તમારે “એડજસ્ટ' થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપણામાં ભાવ છે. સંજોગોને અનુકૂળ કરવા એ આપણું કામ. પ્રતિકુળ સંજોગો એ અનુકુળ જ છે. દાદરો ચઢે છે તે ઘડીએ હાંફ ચઢે છે, પણ શાથી ચઢે છે ? ઉપર
જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે ! ૧૦૧૮ સંયોગ - વિયોગ રહિત થવું, એનું નામ મોક્ષ ! ૧૦૧૯ સંયોગો વિયોગી સ્વભાવના છે. સંયોગોમાં રાગ થાય તો
વિયોગમાં દ્વેષ થાય. ૧૦૨૦ કડવા ઉપર દ્વેષ ને મીઠા પર રાગ થાય એ અજ્ઞાનતાનો
સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું -મીઠું ના રહે. ૧૦૨૧ રાગ-દ્વેષ એ ઈફેક્ટ' છે ને અજ્ઞાન એ “કોઝ” છે ! ૧૦૨૨ મન હેરાન કરતું નથી, તમારા રાગ-દ્વેષ હેરાન કરે છે ! ૧૦૨૩ જેટલાથી વીતરાગ થયો એટલામાં જાગૃતિ વર્તે ને રાગ-દ્વેષ
છે ત્યાં જાગૃતિ વર્તે નહીં. ૧૦૨૪ ક્લેશનું કારણ દ્વેષ છે. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો.
ના ગમે તો ઉપેક્ષા કરજો. ૧૦૨૫ બહુ રાગ થાય ત્યારે અણગમો ઉત્પન્ન થાય. ૧૦૨૬ ધેષ થાય છે તે વખતે જ રાગનાં કારણો સેવાય છે. અમુક
હદ સુધીનો પરિચય રાગમાં પરિણમે છે અને “રીજ પોઈન્ટ' (Ridge Point) આવે, તે પછી આગળ વધે તો ષમાં પરિણમે.