________________
૫૭
આપ્તસૂત્ર પપ “અમે શું કહીએ છીએ ? “વિજ્ઞાન’ જાણો, તો ‘તમે છૂટા !
‘વિજ્ઞાન” જાણો તો, ‘તમે' પોતે જ પરમાત્મા છો ! વિજ્ઞાન નહીં જાણો તો, જાતજાતના અવતારમાં ભટક, ભટક,
ભટક, ભટક.... પ૬ ‘વિજ્ઞાન' હંમેશાં, ખોટી ક્રિયાઓ છોડાવે ને સાચી ય
છોડાવે. ‘વિજ્ઞાન' તો સ્વાભાવિક ક્રિયાઓ કરાવે. ‘વિજ્ઞાન' આવ્યું એટલે ભગવાન જ થઈ ગયો. ‘વિજ્ઞાન’ હંમેશાં સૈદ્ધાત્તિક હોય અને તે સર્વ દુઃખોનો “એન્ડ' લાવે. ‘વિજ્ઞાન” જ એનો ઉપાય, પણ એ “જ્ઞાની પુરુષ'નું અનુભવજન્ય ‘વિજ્ઞાન' હોવું જોઈએ. ‘વિજ્ઞાન’ એટલે જગતમાં જાતજાતનું ભેગું થવું ને ફેરફાર
થવું. સમયે સમયે ફેરફાર થયા જ કરે છે. પ૯ ‘વિજ્ઞાન' એટલે જે જાણવા માત્રથી જ મુક્ત થવાય. કરવાનું
કશું જ નહીં. જે જ્ઞાન ક્રિયાકારી હોય, તે ‘વિજ્ઞાન' કહેવાય. ‘વસ્તુ’ સ્વભાવમાં પરિણમે, એનું નામ ધર્મ. તમે આત્મા છો. “પોતાન' શો સ્વભાવ છે ? પરમાનંદ ! નિરંતર પરમાનંદ !! પરિણામ પામે તે ધર્મ. મિથ્યાત્વ ખસેડે તે ધર્મ. મિથ્યાત્વનું ક્ષયોપશમ કરે તે ધર્મ. આપણું સુખ સ્વાભાવિક હોવું જોઈએ. સ્વભાવિક સુખ સ્વધર્મમાં ઉત્પન્ન થાય છે, સ્વધર્મમાં ‘સ્વરૂપને જાણવું
પડે ! ૬૩ આત્માના ધર્મને પાળવો એ “સ્વધર્મ' છે ૬૪ “જેમ છે તેમ' જાણવું, તેનું નામ “રીયલ’ જ્ઞાન ! ૬૫ એક શબ્દ પણ ક્રિયામાં આવે તો તેનું નામ “જ્ઞાન” અને
આપ્તસૂત્ર આખા શાસ્ત્રોનાં શાસ્ત્રો વાંચે પણ એકુંય શબ્દ ક્રિયામાં ના આવે, તેનું નામ “શુષ્કજ્ઞાન.' જ્ઞાન કોનું નામ કે જે “છે તેને છે' કહે છે ને જે ‘નથી તેને નથી' કહે છે અને ભ્રાંતિ કોનું નામ કે જે ‘નથી તેને છે' કહે છે ને જે છે તેને નથી' કહે છે તે. પોતે પોતાના’ સેલ્ફને સમજે તો પોતે જ પરમાત્મા છે ! શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે. આત્મા એ સંજ્ઞાસૂચક શબ્દ છે. પણ શુદ્ધ જ્ઞાનનાં ‘દર્શન' થવાં જોઈએ. શુદ્ધ જ્ઞાનથી મોક્ષ, સજ્ઞાનથી સુખ ને વિપરીત જ્ઞાનથી દુ:ખ. યોગમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. ભક્તિમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. કર્મમાર્ગથી જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. મોક્ષમાર્ગ અઘરો નથી. સંસારમાર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી
૭૩
વીતરાગમાર્ગ રૂંધાયો છે કેમ ? વીતરાગને સમજ્યા નહીં તેથી, મતભેદથી માર્ગ રૂંધાય. વીતરાગધર્મ એટલે આત્મધર્મ. આત્મધર્મ સિવાય કોઈ ધર્મ મારો નહીં, એ વીતરાગધર્મ. મોક્ષમાર્ગ અઘરો નથી. સંસારમાર્ગ અઘરો છે. સહેલામાં સહેલો મોક્ષમાર્ગ. ખીચડી કરવી એ એનાથી વધારે અઘરી છે
૭૫
અજ્ઞાન કાઢવા શું કરવું ? જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવવા પુસ્તકો કે શાસ્ત્રોનાં સાધનો સેવવાં, ને ‘જ્ઞાની પુરુષ' મળી