________________
આપ્તસૂત્ર ૭૮૮ દુખિયા લોકો જ બીજાને દુઃખ દે. સુખિયા તો બીજાને સુખ
આપે.
આપ્તસૂત્ર ૭૭૭ ભગવાન ભગવાનમાં મસ્ત છે, લોક લોકમાં મસ્ત છે.
ભગવાન કહે છે મારી પાસે આવો તો આનંદ થાય. ૭૭૮ જ્યાં પુગલનો આનંદ ત્યાં સંસાર ! ને જ્યાં આત્માનો
આનંદ ત્યાં મુક્તિ ! ૭૭૯ અજ્ઞાની આનંદ ક્યાંથી લાવ્યો ? ત્યારે કહે, મૂછમાંથી. ૭૮૦ શાંતિ મનનો સ્વભાવ છે ! અને આનંદ આત્માનો પોતાનો
સ્વભાવ છે ! ૭૮૧ મનમાં તન્મયાકાર થાય એટલે વિષાદે ય થાય ને આનંદે ય
થાય. ને બેઉમાં તન્મયાકાર ના થાય એટલે પરમાનંદ થાય. ૭૮૨ સર્વત્ર બધે સરખું લાગે, એનું નામ જ્ઞાન કહેવાય. વાંદરાની
ખાડી આગળ કે બગીચામાં બેસાડે તો ય સરખું લાગે. કારણ મહીંનો આનંદ તેનો તે જ રહે. બહારનું તો બધું ફેરફાર થયા
જ કરે. ૭૮૩ એક મમતાનો આનંદ, ને એક અહંકારનો આનંદ હોય છે.
તે વિનાશી છે ને “મૂળ' વસ્તુનો આનંદ અવિનાશી છે. ૭૮૪ કોઈ ચીજની અપેક્ષા ના રહે, એ નિરપેક્ષ આનંદ. ૭૮૫ જ્યાં આત્મા - પરમાત્માની વાત થઈ, ત્યાં આનંદ હોય, ત્યાં
કોઈ સાંસારિક વાત ના હોય, ગુણ કે સગુણ મેળવવાની
વાત ના હોય.. ૭૮૬ રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ
કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે “આટલા
બધા ખર્ચાઈ ગયા !!' ૭૮૭ તમે તમારા ઘરનું પારકાંને આપણે ત્યાં જ આનંદ છે. ત્યારે
લોકો લઈ લેવાનું શીખે છે !
૭૮૯ ભગવાન કહે છે કે મન-વચન-કાયા અને આત્માનો
(પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને
કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે. ૭૯૦ તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો
તમારા માટે કંઈ જ કરવું નહીં પડે. ૭૯૧ ધર્મની શરૂઆત જ “ઓબ્લાઈજિંગ નેચર'થી થાય છે. ૭૯૨ પૈસાથી જ કંઈ “ઓબ્લાઈજ' કરાય છે એવું નથી, એ તો
આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને “ઓબ્લાઈજ' કરું, એટલું જ રહ્યા
કરે તેટલું જ જોવાનું. ૭૯૩ પ્રામાણિકતા ને પરસ્પર “ઓબ્લાઈજિંગ નેચર'. બસ,
આટલાની જ જરૂર છે. ૭૯૪ પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો
૭૯૫
પોતાનો ને પોતાના “રીલેટિવ્સ' માટે કોઈ સ્વાર્થ ના હોય ને પારકાં માટે જ બધી વૃત્તિઓ વહેતી હોય તો સિદ્ધિ ઉત્પન્ન
થાય. ૭૯૬ આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે. એક જ્ઞાની પુરુષ ને
બીજા પરોપકારીને. ૭૯૭ ચિંતા એ સંસારનું મોટામાં મોટું બીજ છે. કારણ કે ચિંતા
એ મોટામાં મોટો અહંકાર છે. અહંકાર ગયો તો ચિંતા ગઈ. ૭૯૮ નામધારીને ચિંતા થાય જ, સ્વરૂપધારીને ચિંતા ના થાય.