________________
આપ્તસૂત્ર
૭૪. જે સમજણથી કેફ ચઢે, તો એ વીતરાગની વાત ન હોય ! ૭૪૧ તમામ પ્રકારના કેફ જાય ત્યારે અનંત શક્તિ પ્રગટ થાય ! ૭૪૨ ત્રણ પ્રકારના દારૂઃ ૧. વિષયોની ઇચ્છાની મૂર્છા. ૨. દારૂનું
પીણું ૩. કેફનો દારૂ - અહંકારનો કેફ, “હું શું કરે . ૭૪૩ જાણ્યું કશું નથી અને જાણ્યાનો રોગ પેસી જાય, તે બહુ મોટો
રોગી. જાણ્યાનું ફળ શું? ભમરડાને રમાડવાના બંધ થાય અને આત્માને રમાડે. રોગી તો જાણ્યાનો અહંકાર જ કરે છે. અહંકાર એ કોઈ વસ્તુ નથી. આપણે જે માનીએ કે “આ હું છું' એ બધો ય અહંકાર. “હું શુદ્ધાત્મા છું' એટલો જ નિર્
અહંકાર. ૭૪૫ અહંકારની શૂન્યતા વગર મોક્ષ નથી. અહંકારનું ઉદ્ભવસ્થાન
એ જ બંધન છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી જંજાળ છે.
અહંકાર એ અનાત્મા છે ને પાછું પ્રસવધર્મી છે. ૭૪૬ અહંકાર ને મમતા જાય તો મોક્ષ થાય. ૭૪૭ “અહમ્' મરે છે ને “અહમ્' જીવે છે. ત્યારે લોક કહે છે કે
હું મર્યો ! જન્મે છે અને મરે છે અહમ્ ને આત્મા તેની તે જ જગ્યાએ છે. પુદ્ગલે ય તેની તે જ જગ્યાએ છે. વચ્ચે
અહમ્ની જ વાત છે. ૭૪૮ અહંકાર એટલે પોતાના સ્વરૂપની બહાર કલ્પિતરૂપે રહેવું
૮૦
આપ્તસૂત્ર ૭૫૦ આ જગતમાં જે જે પણ કંઈ ક્રિયા કરવામાં આવે છે તે ભ્રાંતિ
છે. “સ્વ”નું ભાન થયું તો ભ્રાંતિરહિત થાય. ૭૫૧ આરોપિત ભાવે જે જે ક્રિયા કરવામાં આવે તે સફળ છે !
એટલે ફળ આવ્યા વગર રહે જ નહીં. દાન આપે કે ગાળો
દે, બન્નેનું ફળ આવશે. ૭૫૨ આ વ્યાવહારિક ક્રિયા “જે કરે છે, તેને જાણવું તે “આપણો’
ધર્મ. એ ક્રિયા કરવાનું આપણા હાથમાં નથી. ક્રિયા એ તો સાધન છે. એ તો સાણસી, ચીપિયો ને તવેથા જેવું છે.
ખીચડી ખાધા પછી સાણસી, તપેલાની જરૂર નથી. ૭૫૩ ગમે તે ક્રિયા કરે તે બંધન છે. મોક્ષમાર્ગ જોઈતો હોય તો
ક્રિયામાં ના પડીશ. ૭૫૪ સંસારમાં રઝળપાટ કરવી હોય, સક્રિય રહેવું હોય, તો
‘વ્યવસ્થિત’ને બાજુએ મૂકવું. ને મોક્ષે જવું હોય, અક્રિય થવું
હોય, તો ‘વ્યવસ્થિત' જોડે રાખવું. ૭૫૫ પુણ્ય એ ક્રિયાનું ફળ છે, પાપે ય ક્રિયાનું ફળ છે અને મોક્ષ
એ “અક્રિયતા’નું ફળ છે ! ૭૫૬ પુણ્ય ને પાપ શું છે? આ દુનિયાને કોઈ ચલાવનાર નથી.
છતાં, પુણ્ય અને પાપના સંયોગો દુનિયાને ચલાવે છે. ૭૫૭ સારાં-ખોટાં કર્મમાં પડે નહીં તે “જ્ઞાની' ! ૭૫૮ પુર્વેએ જ સંસારમાં રખડાવ્યાં છે. પુર્વેથી ઇન્દ્રિયોનાં,
વિષયોનાં સુખ બધાં ભેગાં થાય, એમાં પછી કપટ ઊભું થાય. ભોગવવાની લાલસા માટે કપટ ઊભાં થાય. અને કપટથી સંસાર ઊભો થાય છે. કપટ અને વેરથી આ સંસાર ઊભો
રહ્યો છે. ૭૫૯ પુર્વે પણ “ફાઈલ' છે ને પાપ પણ “ફાઈલ' છે. પુર્વે પ્રમાદ
૭૪૯ જેનાથી અહંકાર ઓછો થાય એ વીતરાગી જ્ઞાન કહેવાય.
અને જે વર્તનથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી આજ્ઞાપૂર્વકનું કહેવાય. આ તો અહંકાર વધી ગયો છે ! એ જ દુઃખ છે !