________________
આપ્તસૂત્ર
૭૩ ૬૮૧ ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે
નહીં. ટેસ્ટને માટે ખાવા જશો તો રોટલો ને શાક ભાવશે નહીં. માટે એ વેદ થઈ જશે. ત્રણ વેદથી આ જગત આખું
સડે છે. ૬૮૨ આ કુદરતની રમતમાં જો ત્રણ વેદ જ ના હોત તો સંસારમાં
છૂટા રહેવાત. બધી રમત જ ત્રણ વેદમાં છે. આ ત્રણને જો ખોરાક તરીકે ગણવામાં આવ્યા હોત તો કશો વાંધો જ ન
હતો. પણ એને વેદ કહ્યું. ૬૮૩ આ જગતમાં જીતવા જેવું શું ? આ ત્રણ વેદ જ છે. જેણે
વેદ જીત્યો, તેણે આખું જગત જીત્યું. ત્રણ વેદ ક્યા? સ્ત્રી
વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. ૬૮૪ એક વિષયમાં જે અટક્યો, તે “ભગવાન” થઈ ને ઊભો રહ્યો
ને વિષયમાં લટક્યો, તે સીધો નર્ક જ ગયો ! ૬૮૫ વિષય સંબંધીનો અભિપ્રાય, એ જ વિષયો સંબંધી પ્રવર્તતા
અજ્ઞાનનો મુખ્ય એવિડન્સ છે. ૬૮૬ લપસી નથી પડવું એવો દ્રઢ નિર્ણય કર્યો અને પછી લપસી
પડે તે ગુનો નથી, પણ દ્રઢ નિર્ણય જ નથી કર્યો અને લપસી પડે તે ગુનો છે. આપણે જતાં જતાં એકદમ એવી સાંકડી પટ્ટીની જગ્યા આવી કે જ્યાં બેઉ બાજુથી દરિયામાં પડી જવાય ત્યારે કેવો નિશ્ચય કરે છે ? ત્યાં નિશ્ચય કંઈ વારંવાર નથી કરવો પડતો.
એ તો તે ઘડીએ અહીં એક ફેરો નિશ્ચય થઈ જાય છે. પછી
નિરંતર જાગૃત રહે ! ૬૮૮ નિશ્ચય કરવા છતાં ય મોળા પડી જાય તો ફરી ફરી નિશ્ચય
કરવો. પણ “આ મારાથી નથી થતું, તે નથી થતું' એવું બોલાય જ નહીં. આવું બોલવાથી તો આત્મા (પ્રતિષ્ઠિત
આપ્તસૂત્ર આત્મા) છિન્ન-ભિન્ન થઈ જાય છે. ૬૮૯ નિશ્ચય એનું નામ કે આપણે નક્કી કર્યું, તે ઠેઠ સુધી રહે. તો
પછી એનો સાંધો આગળ મળી રહે. ‘ટાઈમીંગ’ પણ મળી રહે. નિશ્ચય ફેરવી નાખે તો આગળ સાંધો ના મળે. એક નિશ્ચય કરે પછી પાછો બીજો કરે તો તે મળે ખરું પણ એના
ટાઈમે નહીં, ને પાછો “પીસીસ'માં મળે, એકધાર્યું ના મળે. ૬૯૦ ગાડી સવા દશે ઊપડે, તેને ત્યાં “એક્સિડન્ટ’ થાય કે સાડા
દસે ઊપડે, તેને ત્યાં “એક્સિડન્ટ” થાય ? એની શી ખબર પડે? ને વગર કામની કચકચ કરે તેનો શો અર્થ ? આપણે
નક્કી કરવું કે વહેલા જવું છે. પછી જે બન્યું તે સાચું ! ૬૯૧ જેટલાં નિશ્ચય કર્યા છે, તેટલાં જ ફળશે. બીજું કશું જ નહીં
કરવાનું. ૬૯૨ નિશ્ચય એ જ પુરુષાર્થ છે ! ૬૯૩ પુરુષાર્થ એનું નામ કે જે ફળે જ ! ૬૯૪ સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય એ બધું પ્રારબ્ધ
કહેવાય. અને સંજોગો ભેગા થાય, તેથી જે કાર્ય થાય, તેમાં
જે ધ્યાન ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે. ૬૫ પુરુષાર્થ બે પ્રકારના : ભ્રાંતિવાળાને ભ્રાંત પુરુષાર્થ અને
જ્ઞાનીને જ્ઞાન પુરુષાર્થ. લૌકિક પુરુષાર્થ એ જ પ્રારબ્ધ છે. વ્યવસાય કરવો, એ પ્રારબ્ધ છે. ઉપદેશ આપવો, તે ય પ્રારબ્ધ છે. આ અત્યારે સાંભળો છો, તે ય પ્રારબ્ધ છે. જેમાં પરાવલંબન છે, એ બધું
જ પ્રારબ્ધ છે. ૬૯૭ માતાના ગર્ભમાંથી માંડીને ઠેઠ સ્મશાનમાં જાય ત્યાં સુધી
આમતેમ કર્યું, તે બધું ય પ્રારબ્ધ છે ! ફરજિયાત છે.
૬૯૬