________________
આપ્તસૂત્ર
૪૭ રહે? તેમને ડખોડખલ બંધ થઈ ગઈ હોય. પણ પાછલાં પરિણામ આવે છે ત્યારે પોતે ગૂંચાઈ જાય છે કે “મારાં જ પરિણામ છે. જ્યારે “અમને પૂછે કે, પોતાનાં પરિણામ કે
બીજાનાં ” તો કહું કે, “આ તો બીજાનાં પરિણામ છે.’ ૪૨૬ પરિણામને હેતુ’ માને, તેનું નામ “ક્રમિક માર્ગ' અને હેતુને
‘હેતુ’ માને, તેનું નામ “અક્રમ માર્ગ'. ૪૨૭ “અક્રમ વિજ્ઞાન' એટલે ? કે “જેમ છે તેમ' ખુલ્લું કરી
આપવું. ૪૨૮ આ ‘વિજ્ઞાન’ નહીં જાણવાથી જગત ઊભું થયું છે ને
‘વિજ્ઞાન” જાણવાથી જ જગત છૂટું પડે છે. ૪૨૯ ‘મૂળ સ્વરૂપે” ના દેખાતા, અન્ય સ્વરૂપે દેખાય, તેનું નામ
માયા. ૪૩૦ માયા એટલે ‘વસ્તુઓના” તત્ત્વોની અજ્ઞાનતા. ૪૩૧ જગતની તમામ વસ્તુઓ વીતરાગ જ છે, પણ પોતે જ
રાગ-દ્વેષ કરીને વળગ્યો છે ને પછી કહે છે, “માયા મને
વળગી છે, માયા મને છોડતી નથી !' ૪૩૨ ખરી રીતે માયા એટલે “રોંગ બિલિફ'. આ અસરો
રોંગ બિલિફની છે કે “રાઈટ બિલિફની છે, તેની
આપણે તપાસ કરવી. ૪૩૩ ‘રિયલમાં રહ્યા તો જ વીતરાગ કહેવાય. ‘રિલેટિવ'માં
આવ્યા કે રાગ-દ્વેષ થાય. ૪૩૪ આખો સંસાર જ પુદ્ગલનો છે. પણ પુગલમાં રાગ-દ્વેષ
થવો, એનું નામ બંધન ને પુદ્ગલમાં રાગ-દ્વેષ ના થવો, એનું
નામ મુક્તિ. ૪૩૫ રાગ એ દ્વેષનું બીજ છે ને દ્વેષ એ રાગનું બીજ છે.
૪૮
આપ્તસૂત્ર ૪૩૬ રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધું દુઃખ દેનારી વસ્તુ
છે. એને જ કષાય કહેવાય. ૪૩૭ કષાયો એટલે મહીં આત્માને (પ્રતિષ્ઠિત આત્માને) દુઃખ
થયા કરે, અજંપો થયા કરે છે. ૪૩૮ જ્યાં કષાયો છે ત્યાં ધર્મ નથી (અશુભ માર્ગ). જ્યાં મંદ
કષાયો છે ત્યાં ધર્મ છે (શુભ માર્ગ). કષાયોથી મુક્તિ તે
મોક્ષ. (શુદ્ધ માર્ગ). ૪૩૯ આખું જગત શેના આધીન છે? ‘જ્ઞાનીઓ જ્ઞાનના આધીન
છે અને જગત કષાય, એટલે ક્રોધ-માન-માયા-લોભને આધીન છે. લોભિયો લોભના કષાયમાં ભટક ભટક કરે, માનિયો માનના કષાયમાં ભટક ભટક કરે, કપટવાળો
કપટના કષાયમાં ભટક ભટક કરે. ૪૪૦ કષાયસહિત વ્યવહાર તે સંસાર. કષાયરહિત થવું તે મોક્ષ. ૪૪૧ આ સંસારમાં બાધક શું છે ? કષાયો. ૪૪૨ કષાયોની જેટલી નિવૃત્તિ તેટલી સમાધિની પ્રવૃત્તિ. કષાયોની
સંપૂર્ણ નિવૃત્તિ ત્યાં સંપૂર્ણ સમાધિ. ૪૪૩ આત્મા પ્રાપ્ત થયો, એનું નામ જ સમાધિ. હસતાં, ઊઠતાં,
બેસતાં, ખાતાં, પીતાં, મહી સમાધિ જાય નહીં, એ સહજ
સમાધિ છે, એ વીતરાગ વિજ્ઞાન છે. ૪૪૪ આધિ, વ્યાધિ, ઉપાધિની મહીં સમાધિ રહે, તે આત્માની
સમાધિ. ૪૪૫ આ પુગલની ઉપાધિ હોવા છતાં સમાધિ રહે ત્યારે પુગલ
પણ સમાધિમાં રહે છે. ૪૪૬ નાક દબાવીને સમાધિ કરે એ સાચી સમાધિ ન હોય. એ
ઉપાય છે. મોક્ષ એટલે નિરુપાય પદ ! ઉપયભાવ !!