________________
આત્માનો એક અંશ પણ ચાખ્યો નથી.
૪૧૩૭ આત્મામાં કરવાનો ગુણ જ નથી. જેનામાં જે ગુણ નથી, એનો આરોપ આપવો એ દોષ છે. એમાં જ બધાં ગોથાં ખાય છે
!
૪૧૩૮ ‘હું શુદ્ધાત્મા છું’ એ દ્રષ્ટિ રાખવી એ ‘શુદ્ધ ઉપયોગ’. સામામાં શુદ્ધાત્મા દેખવો એ ‘શુદ્ધ ઉપયોગ'. સામો કર્તા ના દેખાય તે ય ‘શુદ્ધ ઉપયોગ’ ! ‘શુદ્ધ ઉપયોગ’ એ સંપૂર્ણ ચારિત્રનું કારણ છે, ઠેઠનું ચારિત્ર કે જેમાં ભગવાન હતા !
૪૧૩૯ ‘હું કર્તા નથી’ એ ભાન કરાવવાની જરૂર નથી. ‘હું શુદ્ધાત્મા છું' એ ભાન જ ‘ઈટસેલ્ફ' કર્તાપદ ઉડાડે છે !
૪૧૪૦ કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી !
૪૧૪૧ કર્તાપદ ઊભું થયું એ જ ભ્રાંતિ છે. ‘કર્તા કોણ છે' એટલું જાણ્યું તો જ્ઞાતા-દ્રષ્ટા પદ ઊભું થાય !
૪૧૪૨ કર્તા હોય તો કર્મ બંધાય. કર્તા થયો માટે ભોક્તા છે. કર્મ
તો ફાચર છે વચ્ચે ! કર્મથી કંઈ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત’ ચલાવે છે. ‘વ્યવસ્થિત’ કાળ ભેગો કરે, ક્ષેત્ર ભેગું કરે અને બધા સંયોગ ભેગા કરી આપે ત્યારે કાર્ય થાય ! ૪૧૪૩ વીતરાગોના મતમાં તો બધા જ પકડાઈ જાય - કરનાર, કરાવનાર ને અનુમોદનાર !
૪૧૪૪ આત્મા કર્મનો કર્તા કેવી રીતે છે ? ‘બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ’ આત્મા કર્મનો કર્તા છે. તે ય પાછો ‘આ’ કર્મનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. ‘આ’ કર્મનો કર્તા તો કુદરત છે. ‘બાય રિયલ વ્યુ પોઈન્ટ’ આત્મા સ્વભાવ ભાવનો કર્તા છે !
૪૧૪૫ જ્યાં સુધી આત્મા સંસારી ભાવે છે, ત્યાં સુધી તે ભાવકર્મનો કર્તા છે. તે કાયમનો કર્તા નથી. એ તો આ ભાઈનો આમને ધક્કો વાગે ને એ કરે, તેમ આ સંજોગોના ધક્કાથી ભાવ કરે છે. ભાવકર્મથી સંસાર છે. ‘અક્રમ’માં ભાવકર્મ જ ઉડાડી મૂકીએ છીએ ! ‘હું ચંદુભાઈ છું' એ પહેલો ભાવ, હું આનો ધણી’ છું એ બીજો ભાવ.... બધી ‘રોંગ બિલિફ’ છે !
૪૧૪૬ ‘જગતનો કર્તા કોઈ છે જ નહીં અને કર્તા વગર થયું નથી !’ ‘કર્તા વગર થયું નથી’ એ કહેવાનો ભાવાર્થ શો છે કે એ નૈમિત્તિકથી થયું છે. નૈમિત્તિક કર્તા ખરેખર કર્તા કહેવાય નહીં.
૪૧૪૭ ખરી રીતે જગતનો કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. જો કર્તા થાય તો તો થઈ જ રહ્યું ! નૈમિત્તિક કર્તા છે. ‘પાર્લામેન્ટરી' પદ્ધતિથી થાય છે. પરાણે કર્તા થવું પડે છે ! કોઈ ખરેખર કર્તા નથી, માટે છૂટી શકે છે !
૪૧૪૮ આત્મા કર્તા નથી, જડ કર્તા નથી. તો કર્તા કોણ છે ? સ્વભાવ કર્તા છે !
૪૧૪૯ જગત સ્વભાવથી ચાલી રહ્યું છે. દરેક વસ્તુ સ્વસ્વભાવમાં જ છે. સ્વભાવથી બહાર કશું થયું નથી !
૪૧૫૦ આ પાણીને ઊંચે ચઢાવવું હોય તો પંપ ચલાવવો પડે ને ખાલી કરવું હોય તો ? ખાલી થઈ જાય, તે સ્વભાવથી જ થાય. ૪૧૫૧ પાણીને ઠંડું કરવું હોય તો મહેનત કરવી પડે ? એ તો એના સ્વભાવથી જ ઠંડું થાય છે.
૪૧૫૨ આ જગત ચાલે છે તે સ્વભાવથી ચાલે છે અને ચલાવે છે
‘વ્યવસ્થિત’ નામની શક્તિ. વડનું બીજ રાઈથી ય નાનું હોય છે, છતાં તેમાં આખા વડની શક્તિ છે. શક્તિરૂપે આખો વડ