________________
છે. અહીં જમતો હોય પણ પોતે હોય “ઓફિસમાં ! મનની
ક્રિયામાં ને વાણીની ક્રિયામાં છૂટો ના રહી શકે ! ૩૮૧૯ આત્મશક્તિનું લીકેજ બોલથી છે, ક્રિયાઓથી નહીં. ૩૮૨૦ પરાઈ શક્તિને પોતાની માને છે, એનું નામ ભ્રાંતિ. ૩૮૨૧ એક આત્મામાં આખા બ્રહ્માંડને આંગળી પર ઊંચકવાની
શક્તિ છે ! જેમ જેમ પ્રગટ થાય તેમ તેમ અનુભવમાં આવે. ૩૮૨૨ આપણી પાસે શું છે એ જોવાનું છે, શું નથી એ જોવાનું નથી ! ૩૮૨૩ જ્યાં સુધી ‘ઇગોઇઝમ’ છે ત્યાં સુધી આત્માની પ્રત્યક્ષ શક્તિ
મળતી નથી. ૩૮૨૪ આત્માની શક્તિ વ્યક્ત થઈ જાય, પછી બહારની કશી
માથાકૂટ જ કરવાની ના રહે. ખાલી મહીં વિચાર જ આવે કે તે પ્રમાણે બહાર બધું એની મેળે થઈ જાય. ‘વ્યવસ્થિત બધું કરી નાખે.' પેલા રાજા કરતાં ય આત્માનો વૈભવ ઘણો
ઊંચો છે ! આ તો ભગવાનપદ છે ! ૩૮૨૫ આત્માની બે જાતની શક્તિ એક સ્વક્ષેત્રમાં રહે તો પોતાની
સ્વશક્તિ ઉત્પન્ન થાય ને બીજું, બહાર હોય તો વિભૂતિ
શક્તિ ઉત્પન્ન થાય ! ૩૮૨૬ આત્માની અનંત શક્તિ છે ! તમે આત્મા જાણ્યા પછી
આત્મામાં એકતાર થાવ તો તે પ્રગટ થાય. ૩૮૨૭ આત્માની તો અનંતશક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવવી
હોય તેટલી બાજુએ ફરે તેમ છે ! એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય ! જો પોતે ગૂંચાય કે “આટલી બધી ભાંજગડ આવી, હવે શું થશે, શું થશે' કહે તો શું થઈ જાય? કંઈનું કંઈ થઈ જાય ! કૈકેયીએ કર્યું હતું ને ?!
૩૮૨૮ એક એક માણસમાં અનંત શક્તિ છે, પણ ઘઉં-બાજરીમાં
વેડફાય છે ! ૩૮૨૯ આપણે બળવાન થવાનું નથી, નિર્બળતા કાઢવાની છે. તમે
પોતે જ અનંત શક્તિના ધણી છો ! સુખે ય બહાર ખોળવાનું
નથી, મહીં અપાર છે ! ૩૮૩૦ ભગવાન ભગવાન જ છે ! અનંત શક્તિ છે !! અનંતુ સુખ
છે ! અનંતુ જ્ઞાન છે ! અનંતુ દર્શન છે ! અનંતા ગુણો છે ! અનંત શક્તિ છે એમની પાસે !! ભગવાન પાસે જો આટલી બધી અનંત શક્તિ ના હોતને તો આ મોક્ષે ના જવા દેત. આ જે અનાત્માની માયા છે તે ભગવાનના બાપને ય મોક્ષે ના
જવા દે ! પણ ભગવાને ય અનંત શક્તિવાળા છે ને ! ૩૮૩૧ “મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે “શુદ્ધ
ચેતન’ અનંત શક્તિવાળો છે !' આ તો માયાનાં વિદ્ગો છે !! ૩૮૩૨ આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીંતમાં પ્રતિષ્ઠા કરે તો
ભીત બોલે તેમ છે ! ૩૮૩૩ આત્મા નિર્ગુણ છે એટલે જ્યાં આગળ પ્રકૃતિનો એક પણ ગુણ
રહ્યો નથી. ૩૮૩૪ સગુણ એટલે દેહધારીરૂપે પરમાત્મા આવ્યા હોય, તે સગુણ
પરમાત્મા ! ૩૮૩૫ આત્મા અરૂપી છે. આ આંખથી દેખાય છે, એ તો બધી ભ્રાંતિ
છે. ખરું ‘દિવ્યચક્ષુ'થી દેખાય કે “આ ભગવાન ને આ ભગવાન નહીં.” બે ભાગ જુદા દેખાય. ભગવાન અમૂર્ત છે. એટલે આંખથી, રૂપી વસ્તુથી એ દેખાય નહીં. ભગવાન
અરૂપી જ્ઞાનથી જણાય, ચારિત્રથી ઓળખાય. ૩૮૩૬ આત્મા અરૂપી છે ને રૂપી ય છે. એકલું રૂપી બોલશો તો ખોટો