________________
નિયર એન્ડ નિયર (નજીક ને નજીક જવું). આશ્રય એટલે
તે રૂપ થવું. ૩૪૭૯ ‘જ્ઞાની પુરુષ' વિચરે, તે તીર્થ કહેવાય ! ૩૪૮૦ અજ્ઞાનીની સાહજિકતા રાગ-દ્વેષવાળી હોય. જ્યારે ‘જ્ઞાની'ની
સાહજિકતા “વીતરાગ' હોય ! ૩૪૮૧ પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થઈ જ જાય. અગર
આત્મા સહજ થવાનો પ્રયત્ન થાય તો પ્રકૃતિ સહજ થઈ જાય.
બેમાંથી એક સહજતા ભણી ચાલ્યું કે બેઉ સહજ થઈ જાય. ૩૪૮૨ દેહ સહજ એટલે સ્વાભાવિક, તેમાં ‘આપણી’ ડખલ ના હોય,
અહંકારની ડખલ ના હોય ! આ અમારો દેહ સહજ કહેવાય. એટલે આત્મા સહજ જ હોય ! અહંકાર ઊડે એટલે બધું
ગયું ! ૩૪૮૩ શરીર ઊંચું-નીચું થાય, કોઈ દઝાડે તો હાલી જાય એ બધો
દેહનો સહજ સ્વભાવ. અને આત્મા પરપરિણામમાં નહીં, એ
સહજ આત્મા. સહજ આત્મા એટલે સ્વપરિણામ. ૩૪૮૪ પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં હોય જ છે. કંટ્રોલ કરવાની તમારે
જરૂર નથી. ‘તમે' સહજભાવમાં આવ્યા તો પ્રકૃતિ તો
સહજભાવમાં છે જ. ૩૪૮૫ પ્રકૃતિનો સહજભાવ એટલે “જેમ છે તેમ' બહાર પડી જવું
સાહજિકતા. ૩૪૮૯ ‘આમ ના થયું' એમ કહ્યું કે રોગ પેઠો. સહજ રહેવાનું. ૩૪૯૦ સહજતાથી બહાર જે જે હોય તે બધી ચાલાકી. સહજતા તોડે
એ બધી ચાલાકી. ૩૪૯૧ વિકલ્પી સ્વભાવવાળાએ તો પોતે કશું જ કરવું ના જોઈએ.
એણે તો કોઈ સહજ માણસને ખોળી કાઢવો ને તે કહે તેમ
કરવું ! ૩૪૯૨ દરેક જીવમાત્રની પ્રકૃતિ એના સહજ સ્વભાવમાં જ છે. આ
મનુષ્યોની પ્રકૃતિ એકલી વિકૃત થઈ ગઈ છે. એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે છે. એટલે આત્મા વિકૃત થઈ
જાય છે (પ્રતિષ્ઠિત આત્મા). ૩૪૯૩ આ કાળમાં પ્રકૃતિ સહજ થાય તેવી નથી. તેથી અમે
આત્માનું જ્ઞાન' પહેલાં આપીએ છીએ. પછી પ્રકૃતિ એની મેળે સહજ થયા કરે. સહજમાં કોઈ જાતનો દોષ નથી,
વિકૃતિમાં દોષ છે ! ૩૪૯૪ શરીર-મન-વાણીની જેટલી નિરોગીતા, એટલી આત્માની
સહજતા. ૩૪૯૫ સાહજિક મન-વાણી ને કાયાવાળું દરેક કાર્ય સરળ થાય.
અનુભવ અસહજ હોય તો તે કાર્ય ના થાય. અનુભવ સાથે
સાહજિકતા હોવી જોઈએ ત્યારે કાર્ય થાય. ૩૪૯૬ સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય તે. ૩૪૯૭ બધું સહજ રીતે ચાલે છે એનું ભાન થશે ત્યારે આત્મજ્ઞાન
થશે. સહજ એટલે શું ? વિના પ્રયત્ન ચાલી રહ્યું છે. તેને આ લોકો કહે છે, “મેં કર્યું, મેં કર્યું !
૩૪૮૬ ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ. ૩૪૮૭ સહજ એટલે શું ? આ મન-વચન-કાયાની ક્રિયાઓ ચાલ્યા
કરે છે. એનું નિરીક્ષણ કર્યા કરો, તેમાં ડખલ ના કરો તે. ૩૪૮૮ પ્રકૃતિ ને આત્મા વચ્ચેની ચંચળતા ઊડી ગઈ, એનું નામ