________________
૩૪૪૩ આ દુનિયામાં જ્યારે જુઓ ત્યારે ‘ફ્રેશ’ ને ‘ફ્રેશ’ દેખાય, એનું
નામ ‘જ્ઞાની’.
૩૪૪૪ ‘મુક્ત હાસ્ય' સિવાય જગત વશ થાય નહીં. તમારામાં ‘મુક્ત હાસ્ય’ આવશે ત્યારે ઘણાં લોકોને લાભ થશે. મન બગડે તો ‘મુક્ત હાસ્ય’ તૂટી જાય, શરૂ થયા પછી ય તૂટી જાય. ‘મુક્ત હાસ્ય’ એટલે શું ? મનથી મુક્ત, બુદ્ધિથી મુક્ત, અહંકારથી મુક્ત, ચિત્તથી મુક્ત ! ‘મુક્ત હાસ્ય’ એ જ આ દુનિયાની મોટામાં મોટી અજાયબી છે !
૩૪૪૫ મુક્ત હાસ્ય ‘વર્લ્ડ’માં એક ‘જ્ઞાની પુરુષ'ને જ હોય ! વીતરાગતા હોય ત્યાં ‘મુક્ત હાસ્ય’ હોય !
૩૪૪૬ ‘જ્ઞાની પુરુષ'ની આંખો સંપૂર્ણ સ્વચ્છ હોય. કોઈ પણ સંસારભાવ ના હોય ત્યારે એ સ્વચ્છતા ઉત્પન્ન થાય. જ્યારે કોઈ સંસારભાવ ના રહે ત્યારે ‘તેમની’ આંખમાં ‘વીતરાગ પરમાત્મા'નાં દર્શન થાય !
૩૪૪૭ ‘વીતરાગો’ કંઈ આપે નહીં ને લે નહીં. વીતરાગો તો કહે છે અમે મોક્ષ આપીએ, બીજું કશું નહીં. માટે મોક્ષ લઈ જાવ ! ૩૪૪૮ લોકો વીતરાગ પાસે ઘોડિયાં મંગાવે ! ‘વીતરાગ’નાં દર્શનથી તમને પૌલિક માલ મળશે, પણ ત્યાં પૌદ્ગલિક માલ ના માગીશ.
૩૪૪૯ ‘ઉદાસીનતા’ ‘વીતરાગતા'ની જનેતા છે. પહેલી ‘ઉદાસીનતા' આવે, પછીથી ‘વીતરાગતા' આવે.
૩૪૫૦ ‘ઉદાસીનતા’ એટલે બધી નાશવંત ચીજો પર ભાવ તૂટી જાય અને અવિનાશીની શોધખોળ હોવા છતાં તે પ્રાપ્ત ના થાય ! ૩૪૫૧ જેમાં વૃત્તિઓ ઝલાઈ રહે, એનું નામ ભોગ. જેમાં વૃત્તિઓ ઝલાઈ ના રહે તે ઉદાસીનતા.
૩૪૫૨ જેને વીતરાગ જ થવું છે, તેને કોણ આંતરી શકે ? રાગ-દ્વેષ કરે જ નહીં તો તેને કોણ આંતરે ?
૩૪૫૩ મનુષ્યનો સ્વભાવ પરાઈ વસ્તુ પોતાની કરવા ફરે છે. વસ્તુ કાયમ નથી, પરાયો કાયમ નથી, તું લેનાર પણ કાયમ નથી. આત્માનો સ્વભાવ ‘પરદ્રવ્યથી સદા ય ઉદાસીન જ છું' તે દ્રષ્ટિનો છે.
૩૪૫૪ આ સદ્ગુણો-દુર્ગુણો, સુટેવો-કુટેવો એ વિનાશી છે પણ જગતને એની જરૂર છે. જેને સંપૂર્ણ વીતરાગ થવું હોય, તેને એની જરૂર નથી !
૩૪૫૫ ‘વીતરાગતા’ કરવાથી શીખાય નહીં, ‘વીતરાગતા’ જોઈને શીખવાનું છે ! ‘વીતરાગતા’ કરવા જેવી ચીજ નથી, જાણવા જેવી ચીજ છે ! જેમાં કંઈ પણ કરવાનું છે, તે બધાં પૌલિક સાધનો છે. ભગવાનને ત્યાં તો પૌદ્ગલિક કોઈ સાધન મોક્ષે લઈ જવા માટે કામ લાગે નહીં.
૩૪૫૬ આપણા ‘જ્ઞાન'થી પહેલો દ્વેષ જાય, પછી રાગ જાય. પહેલો વીત-દ્વેષ થાય છે. દ્વેષમાંથી રાગ ઉત્પન્ન થાય છે. દ્વેષમાંથી રાગનું બીજ ઉત્પન્ન થવાનું બંધ થાય એટલે ધીમે ધીમે રાગ બંધ થઈ જાય છે. રાગને ઓગાળવાનું સાધન છે જગતમાં, પણ દ્વેષને ઓગાળવાનું સાધન નથી !
૩૪૫૭ આત્માની વિભાવિક અવસ્થાથી રાગ-દ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વીતરાગ છે !
૩૪૫૮ વીતરાગ કોને કહેવાય ? ‘સમભાવે નિકાલ' કરતો થયો
ત્યાંથી માંડીને સંપૂર્ણ વીતરાગ થાય, ત્યાં સુધી વીતરાગ કહેવાય. અરે, ‘સમભાવે નિકાલ' કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વીતરાગતાની શરૂઆત થાય. તે ઠેઠ સંપૂર્ણ વીતરાગ થાય ત્યાં સુધી વીતરાગતા કહેવાય !