________________
૩૨૫૨ તાંતો વેર વધાર્યા કરે અને તાંતો તૂટ્યો તો વેર ઘટે. ૩૨૫૩ જેનો તાંતો તૂટ્યો તેનો સંસાર બંધ ! પછી ભલેને સંસાર
ઊભો હોય !!! ૩૨૫૪ જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં જગતની સ્મૃતિ છે. રાગ-દ્વેષ નિર્મૂળ
થયા તો જગતની વિસ્મૃતિ છે. ૩૨૫૫ જ્ઞાનમાં યાદગીરીની જરૂર નહીં. યાદગીરી એ પુદ્ગલ છે. ૩૨૫૬ આ જગતમાં કશું ય યાદ રાખવા જેવું નથી. આત્માની એટલી
બધી અનંત શક્તિઓ છે કે જે વખતે જે જરૂર પડશે, તે વખતે
વાત પૂછેને તો બહુ સુંદર નીકળશે. ૩૨૫૭ અજ્ઞાશક્તિ પાસે યાદશક્તિ છે ને પ્રજ્ઞાશક્તિ પાસે પ્રતિક્રમણ
શક્તિ છે. ૩૨૫૮ જે યાદ આવે છે તે પ્રતિક્રમણ કરાવવા માટે આવે છે. ૩૨૫૯ જ્યાં વીતરાગ ત્યાં સ્મૃતિ ના રહે. કેનેડા રોજ તમને યાદ
આવે છે ? ના. ૩૨૬૦ જગત વિસ્મૃત ક્યારે થાય ? સના ચરણમાં હોય તો.
અસત્ના ચરણમાં ક્યારેય પણ જગત વિસ્મૃત થાય નહીં. ૩૨૬૧ જ્ઞાન હાજર તો દુનિયા ગેરહાજર. જ્ઞાન ગેરહાજર તો દુનિયા
હાજર !!! ૩૨૬૨ આત્માના હેતુ માટે જગતને ભૂલવું, તેનું નામ સમકિત. ૩૨૬૩ ‘રિલેટિવ'ને જુએ-જાણે તે વીતરાગ ચારિત્ર. જુએ-જાણે છતાં
ય રાગ-દ્વેષ ના થાય. ૩૨૬૪ કષાય ગયા, એનું નામ ચારિત્ર કહેવાય, એને સમ્યક ચારિત્ર
કહેવાય. અને દરઅસલ ચારિત્ર તો જોવું ને જાણવું એને કહે
છે. સમ્યક ચારિત્ર હોય તો દરઅસલ ચારિત્ર આવે. લોકોને આ ચારિત્ર દેખાય નહીં. લોક તો બૈરી-છોકરાં ત્યાગ્યાં, એને
ચારિત્ર કહે છે. ૩૨૬૫ આ સુખ ક્યાંથી આવે છે ? વિષયોમાંથી, માનમાંથી,
લોભમાંથી... ક્યાંથી આવે છે ? એમાં કશામાંથી ના આવે
તો સમજવું કે આ સમકિત છે. ૩૨૬૬ જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં કશું જ જાણ્યું નથી, ત્યાં
બધી નિર્બળતાઓ જ છે. જાણ્યું તો તેનું નામ કે બધી
નિર્બળતાઓ જાય. ૩૨૬૭ આ દુનિયામાં એવી એકુંય જગ્યા નથી કે જ્યાં ક્રોધ કરવો
પડે. ક્રોધ કરવો એ તો ભીંતમાં માથું પછાડ્યા બરાબર છે.
અણસમજણથી ક્રોધ કરે છે. ૩૨૬૮ આ ક્રોધ-માન-માયા-લોભ કોણ કરાવે છે ? મહીં આ બધા
ભાવો થાય છે તે ‘ભાવક' કરાવડાવે છે. મહીં ભાવક છે,
ક્રોધક છે, લોભક છે, માનક છે. ૩૨૬૯ આત્મા ભાવ્ય છે, ભાવકો ભાવ કરાવડાવે છે. તેમાં જો
આત્મા ભળે તો ભાવકને ભાવ્ય એકાકાર થાય, તો યોનિમાં બીજ પડે ને એનાથી સંસાર ઊભો થાય છે. જો ભાવક ને
ભાવ્ય એકાકાર ના થાય તો સંસાર બંધ થઈ જાય. ૩૨૭૦ લોકો એમ માને છે કે આ બધા ભાવો આત્મા કરે છે, પણ
તેમ નથી. ભાવકો ભાવ કરાવડાવે છે. ૩૨૭૧ જગત ભાવક છે, “પોતે' ભાવ્ય છે. ભાવ્ય જો ભાવમાં
એકાકાર થાય તો ફસાય. “તું” પરમાત્મા છે, માટે ભાવને જાણ. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો તો ફસાઈશ નહીં. ભાવક ના હોય તો તું પરમાત્મા જ છે.