________________
જેમાં અહંકાર છૂટો પડી જાય, તે કાર્ય જ ના થાય ! ૩૧૭૩ શેય વસ્તુઓ વીતરાગ છે, જ્ઞાતા ય વીતરાગ છે ને વચ્ચે
અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે છે. અહંકાર ઊડી ગયો એટલે શેય જોડે વીતરાગી ભાવ રાખવાનો, શેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં, મહીં પૌગલિક ભાવો
ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું તમારે કહેવું. ૩૧૭૪ મરનારાનો જે માલિક થાય તેણે મરવું પડે. મરનારાનો
માલિક નથી, તેને મરવું જ ના પડે. હું અમરપદ લઈને
આવેલો છું અને તમને પણ તે જ પદ આપું છું. ૩૧૭૫ આ અજાયબી છે સંસારમાં મોક્ષ દેખાવો તે અજાયબી છે.
અને આ અક્રમ માર્ગ દસ લાખ વર્ષે થયો છે ! અજાયબ માર્ગ છે ! ધી આશ્ચર્ય છે ! આખા “વર્લ્ડ'ના કલ્યાણ માટેનો આ માર્ગ છે. આખું વર્લ્ડ બળી રહ્યું છે “પેટ્રોલની અગ્નિથી, તે હવે તો સળગી ગયું છે ! એને માટે હું નિમિત્ત છું, છતાં ગુપ્ત રાખ્યું છે. અમે પલંગમાં સૂતા સૂતા બધું કરીએ. મજૂરો
મહેનત કરે ને “જ્ઞાની'ઓ ઘેર બેઠાં કરે ! ૩૧૭૬ સંસારમાં બીજું કંઈ જ કરવા જેવું નથી. ફક્ત “હું” “હું'ની
જગ્યાએ નથી, તેને જ પોતાની જગ્યાએ મૂકવાનું છે. મન મનની જગ્યાએ છે. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ છે. ચિત્ત ચિત્તની
જગ્યાએ છે. અહંકાર અહંકારની જગ્યાએ નથી. ૩૧૭૭ શુદ્ધાત્મામાં અહમ્ નથી આવતો. જ્યાં પોતે જ છે ત્યાં અહમ્
શેનો ? આરોપિત જગ્યાએ ‘' કહે, તે અહંકાર કહેવાય. ૩૧૭૮ ગર્વરસ ના લેવાય તેના માટે શું કરવું? “કરવાનું કશું નહીં,
આપણું “જ્ઞાન” જાણવાનું કે “ગર્વરસ ચાખનારા આપણે ન હોય; આપણે કોણ છીએ? એ જાણવું જોઈએ. એનું લક્ષ રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી. આપણું “જ્ઞાન” એવું
છે કે ગર્વરસ ચખાય નહીં અને વખતે થાય તો તરત પ્રતિક્રમણ કરે. પહેલાંના અભ્યાસથી વૃત્તિઓ ત્યાં વળી જાય
તો તરત ઉખેડી નાખે ને પ્રતિક્રમણ કરી ધોઈ નાખે. ૩૧૭૯ માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય એટલે આશા
બધી તૂટી પડે, પછી ભાન થઈ જાય. એને અહંકારભન્ન કહેવાય. એ કેક હોય ! જેમ પ્રેમભગ્ન હોય તેમ
અહંકારભગ્ન હોય. ૩૧૮૦ આત્મા પોતે ‘પરમેનન્ટ' છે અને અનાત્મવિભાગમાં જે “ખોટી
માન્યતા' ધરાવનારો છે, “રોંગ બિલિફ’ ધરાવનારો જે અહંકાર છે તે પણ ‘પરમેનન્ટ' છે. અહંકાર ક્યાં સુધી પરમેનન્ટ છે? જ્યાં સુધી પોતાને પોતાનું ભાન ના થાય ત્યાં સુધી પરમેનન્ટ' છે, લાંબા કાળનું છે. પણ ખરેખર
પરમેનન્ટ' નથી. ૩૧૮૧ અહંકાર એ ચંચળ વસ્તુ છે, અચળ નથી. અચળ વસ્તુ તો,
જ્યાં અહંકાર નથી, કંઈ જ નથી ત્યાં છે. દરઅસલ પરમાત્મા જ છે ત્યાં ! આત્મા એ જ પરમાત્મા છે, એનું ભાન થવું
જોઈએ, એનું જ્ઞાન થવું જોઈએ. ૩૧૮૨ અઘરામાં અઘરી ચીજ આત્મજ્ઞાન છે. જે ચંચળ વિભાગનું
વર્ણન કરે છે તે બુદ્ધિગમ્ય વાત છે. બુદ્ધિગમ્યની એકુંય વાત મોક્ષમાં નહીં ચાલે. બુદ્ધિ પણ ચંચળ છે. એ અચળ થવા જ
ના દે. એક “જ્ઞાની પુરુષ' એકલાં જ “અબુધ” હોય. ૩૧૮૩ “આત્મા’ એ જ પોતાના નિજસ્વરૂપનું જ્ઞાન છે. એ “કેવળજ્ઞાન
સ્વરૂપ છે અને તેમાંથી “પ્રકાશ' ઉત્પન્ન થાય છે, એ બધો
પ્રકાશ સ્વયંપ્રકાશ છે. ૩૧૮૪ બે વસ્તુ કાયમની અલગ હતી, છે ને રહેશે. આ તો
‘બિલિફની જ ભાંજગડ છે ને ?? નથી ત્યાં હું માનીને બેઠો