________________
ય કાચું પડી જાય. ૩૦૯૯ જગતમાં આત્માનું જ નહીં, પણ અનાત્માના એક પરમાણુની
પણ વધ-ઘટ થતી નથી. આટલી બધી લઢાઈઓ થાય, તોફાનો થાય, આટલાં બધાં માણસો મરી જાય તો ય એક પરમાણુ પણ ઘટતું નથી ને વધતું નથી. “જેમ છે તેમ' જગત
છે, આનો ફેરફાર થઈ શકે તેમ નથી. ૩૧00 તત્ત્વોની ખૂબી કેવી છે એ “જ્ઞાની પુરુષ' જ જોઈ હોય. બીજા
કોઈને બુદ્ધિથી સમજાવી શકાય તેમ નથી. આત્મતત્ત્વની ખૂબી એવી છે કે એની હાજરીથી જ બધું થઈ જાય ! આમ દ્રષ્ટિ કરે તો આમ થઈ જાય ને તેમ દ્રષ્ટિ કરે તો તેમ થઈ જાય ! આત્માની દ્રષ્ટિ ચોગરદમ હોય, તેનાથી બધું હાજર જ થઈ જાય ! આત્માની અનંત શક્તિ છે, એની હાજરીથી આ બધું ઉત્પન્ન થાય છે અને એની હાજરીથી જ આ બધું
ચાલે છે. ૩૧૦૧ આ “ચંદુભાઈ’ એ તો ‘મિકેનિકલ’ છે. પેટ્રોલ, તેલ, એંધણ
બધું જ કરવું પડે. અંધણ પૂરો તો ચાલે, નહીં તો બંધ થઈ જાય. યંત્ર એને ફેરવી જ રહ્યું છે. જ્યાં સુધી એને નિજસ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એને એ યંત્ર ફેરવ્યા
જ કરશે ! ૩૧૦૨ જગત તો બહુ મોટું, વિશાળ સમજવા જેવું છે. જગતમાં બીજું
કિશું બન્યું જ નથી ! એનાં એ જ છ તત્ત્વોની આ બધી
ઘાલમેલ છે ! ૩૧૦૩ જગતમાં કેટલા બધા વિકલ્પો ?! વિકલ્પોની કોઈ લિમિટ
ખરી ? જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જે “અનલિમિટેડ
હોય ! ‘લિમિટ' ના હોય તો મોક્ષ સુધી પહોંચાય જ શી રીતે ? ૩૧૦૪ બ્રહ્માંડ છ તત્ત્વો માત્રથી ભરેલું છે ! આ છ ભાગીદારોની
‘લિમિટેડ કંપની' છે. (૧) ધંધા માટેની જગ્યા આપનાર અવકાશ” ક્ષેત્ર. (૨) ધંધા માટે માલસામાન આપનાર પુદ્ગલ'. (૩) માલસામાન લાવવા, લઈ જનાર - “ગતિ સહાયક તત્ત્વ'. (૪) માલની વ્યવસ્થાનું કામ કરનાર - ‘સ્થિતિ સહાયક તત્વ'. (૫) ઉપરના ચારેયનો નિકાલ કરનાર - ‘કાળતત્ત્વ.” (૬) દેખભાળ કરનાર - “શુદ્ધાત્મા' -
જ્ઞાતા-દ્રષ્ટા'. ૩૧૦૫ આ છ તત્ત્વોની ભાગીદારીની લિમિટેડ કંપની છે. બધાનું
જોખમ મર્યાદિત છે. છઠ્ઠો ભાગીદાર, આત્મા એ લાગણીપ્રધાન (ચેતનવંત) છે. તે બધા ઉપર ધ્યાન રાખે છે. પણ તે બોલે એટલે બીજા ભાગીદારો કહે, ‘તું ભાગીદાર છે, પણ સરખે ભાગે છે. બીજા ભાગીદારો વઢે છે શું કામ ? દેખભાળ રાખવાને બદલે તું આખી દુકાન લઈને બેઠો છે. “મારું મારું” કરે છે ! એટલે બાકીના પાંચેય ભાગીદારોએ પડી રહેવા માંડ્યું ! આ રૂપક હળવા ભાવે આપ્યું છે. દરેક જણમાં છ ભાગીદારો છે. લોકમાં પણ છ દ્રવ્યો છે. ભાગીદારોની વઢવાડને કારણે ચિંતા છે. જો છઠ્ઠો ભાગીદાર માત્ર જ્ઞાતાદ્રણ જ રહે તો બાકીના પાંચેય સરખી રીતે કામ કરે.
દેખભાળ જ કર્યે રાખે તો બધું બરાબર થાય. ૩૧૦૬ જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવું, એનું નામ ઉપયોગ.
શુદ્ધ ઉપયોગ” કોને કહેવાય છે કે જે શુદ્ધ આત્માને અંગે જ
ઉપયોગ ગોઠવો તે ! ૩૧૦૭ ઉપયોગ એ ચંચળ ભાગની વસ્તુ નથી, પણ યોગ બધો ય
ચંચળ ભાગ છે. છતાં, ઉપયોગ સંપૂર્ણ અચળ પણ નથી, પણ તે કારણ સ્વરૂપે અચળ હોવાથી ચંચળતા ઉપયોગને વિશે
કહી શકાય. ૩૧૦૮ આત્માના ગુણો બધા “અગુરુલઘુ સ્વભાવના છે. વધે નહીં