________________
આપ્તસૂત્ર
પોતે શાતા છે.
૨૩૭ આપણને સંયોગો અસંખ્યાત છે અને ભગવાન મહાવીરને પણ સંયોગો હતા, પણ તે ગણી શકાય તેટલા જ હતા. તેમણે કહ્યું કે, ‘એક પણ સંયોગ મારો નહીં અને હું સંયોગોમાં તન્મયાકાર થાઉં નહીં !'
૨૩૮ સંયોગો ભેગા કરવામાં લોકો ‘ટાઈમ’ બગાડે છે. સંયોગ તો કુદરત જ ભેગા કરી આપે છે.
૨૩૯
૨૭
૨૪૦ કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ આપશો તો તે વેદનારૂપે વેદનીય કર્મ તમને ફળ આપશે. માટે કોઈ જીવને દુઃખ આપતાં પહેલાં વિચારજો.
૨૪૧
ભગવાન કોના પર રાજી રહે ? જે બધાનાં દુઃખો લઈ લે ને સામાને સુખો આપે તેના પર.
માનવધર્મ કોને કહેવાય કે, તમે સામાને સુખ આપો તો તમને સુખ મળે ને સામાને દુઃખ આપો તો તમને દુઃખ મળે. ૨૪૨ કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો અહંકાર હોવો જોઈએ. એ ‘પોઝિટિવ’ અહંકાર.
૨૪૪
૨૪૩ જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, ત્યાં સુધી એની અસર તમારી પર જ પડવાની. માટે ચેતો. સામો ‘ડિએડજસ્ટ’ થયા કરે, ને આપણે ‘એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરીપાર ઊતરી જશો. ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એકુંય ઝઘડો રહે નહીં.
આ લૌકિક ધર્મ પાળવા હોય તો બે જ અક્ષર સમજવા જેવા છે ઃ (૧) આપણાથી કોઈ જીવને દુઃખ ના થાય અને (૨) આપણી પાસે કંઈક હોય તો આ લોકોને આપી દઉં એ ભાવના. આ બે ભાવના પૂરી થઈ ગઈ, તે બધો ધર્મ શીખી
૨૮
ગયો !
૨૪૫ આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય.
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૩
આપ્તસૂત્ર
૨૫૫
સંસારી દુઃખનો અભાવ, એનું નામ સનાતન સુખ.
ભગવાનને કોઈ દિવસ દુઃખ પડ્યું નથી. ભગવાનથી ભેદ પાડ્યો, તેને દુઃખ છે.
સંસારમાં દુઃખ શાનાં છે ? ‘વિઝન’ ‘ક્લિયર’ ના હોય તેનાં. જ્યાં કિંચિત્ માત્ર દુઃખ થતું નથી, ત્યાં આત્મા છે. કલ્પિત સુખ ‘એન્ડ’વાળું હોય ને નિર્વિકલ્પ સુખ ‘પરમેનન્ટ’ હોય.
સુખ આવ્યા પછી જાય નહીં, એનું નામ આત્માનું સુખ. ‘મૂળ સ્વરૂપ’માં આવે તો જ સાચું સુખ અને શાંતિ મળે. સંસારનાં સર્વ દુઃખોને મટાડે, એ ‘સાયન્ટિફિક' જ્ઞાન
કહેવાય.
૨૫૪ સુખમાં અને દુઃખમાં રાગ-દ્વેષ કરે તેથી ‘કૉઝિઝ’ બંધાય ને સુખમાં ને દુઃખમાં નોર્મલ રહે, સમ રહે તો કૉઝિઝ બંધ થાય. અગવડ દેખાડે તે જ મિથ્યાત્વ અને સમ્યદ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ અગવડને સગવડ કરાવે.
૨૫૬ સુખ-દુ:ખ બેઉ ભ્રમણા છે. તાપમાં દુઃખની ભ્રમણા થઈ અને ઝાડ નીચે સુખની ભ્રમણા થઈ. આખી રાત ઝાડ નીચે બેસાડે તો ત્યાં ય દુ:ખ લાગે.
૨૫૭‘એબોવ નોર્મલ’ થાય, તે પુદ્ગલ સુખ-દુઃખરૂપ લાગે.